(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માઇક્રોસોફ્ટનો ૩૦ વર્ષનો ઇતિહાસ

તમે કદાચ જાણતા હશો કે વિન્ડોઝ ૧૦ લોન્ચ થયું એ પછી માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે આ વિન્ડોઝનું છેલ્લું વર્ઝન હશે! જેનાં મૂળ ૩૦ વર્ષ પહેલાં, ૧૯૮૫માં છે, તે વિન્ડોઝની આજ સુધીની સફર પર એક નજર નાખવી હોય તો તમને માઇક્રોસોફ્ટટ્રેનિંગ.નેટ નામની એક કંપનીએ બનાવેલું આ ઇન્ફોગ્રાફિક ગમશે.

અહીં આપણે એના મુખ્ય મુદ્દાઓ પર નજર નાખી લઈએ.

  • ૧૯૮૫ : માઇક્રોસોફ્ટે તૈયાર કરેલા પ્રોગ્રામ માટે ‘ઇન્ટરફેસ મેનેજર’ જેવું કંઈક નામ વિચારાયું હતું, પછી કોઈએ નામ સૂચવ્યું વિન્ડોઝ, કેમ કે આ ઓપરેટિંગ સિસ્ટમમાં જુદી જુદી બારીમાં કામ કરી શકાતું હતું! એ વર્ઝનને વિન્ડોઝ ૧ કહી શકાય.
  • ૧૯૮૭ : એક્સેલ અને વર્ડના આગમન સાથે વિન્ડોઝની લોકપ્રિયતા વધી અને એ સમયે બહુ લોકપ્રિય પેજમેકર પ્રોગ્રામ પણ વિન્ડોઝ વર્ઝનમાં લોન્ચ થયો.
  • ૧૯૯૦ : વિન્ડોઝનું ત્રીજું વર્ઝન અત્યંત લોકપ્રિય બન્યું. તેમાં મલ્ટિમીડિયા અને નેટવર્કિંગની સુવિધાઓ પણ ઉમેરાઈ.
  • ૧૯૯૩ : વિન્ડોઝનું એનટી વર્ઝન લોન્ચ થયું, એ સાથે જુદાં જુદાં કમ્પ્યુટરને લેનથી જોડવાથી સુવિધા તેમાં મળી.
  • ૧૯૯૫ : આજે જે સ્વરૂપે આપણે વિન્ડોઝ જોઈએ છીએ તેની નજીકનું પહેલું વર્ઝન હતું વિન્ડોઝ ૧૯૯૫. તેમાં સ્ટાર્ટ મેનુ અને ટાસ્કબાર ઉમેરાયાં.
  • ૧૯૯૮ : આ વર્ઝનમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર ૫ ની સગવડ ઉમેરાઈ. આ વર્ઝન પણ ખાસ્સું લોકપ્રિય થયું.
  • ૨૦૦૦ : આ વર્ઝનમાં ફાયરવાયર, યુએસબી સપોર્ટ, વાયરલેસ પ્રોડક્ટ્સ વગેરેનો સપોર્ટ ઉમેરાયો. આ જ વર્ષે મિલેનિયમ એડિશન પણ આવી, જોકે એ ખાસ ચાલી નહીં. તેમં સિસ્ટમ રિસ્ટોરની સુવિધા મળી, જે પછીનાં વર્ઝનોમાં ચાલી.
  • ૨૦૦૧ : આ વર્ષે વિન્ડોઝ એક્સપી વર્ઝન આવ્યું, જે જબરું ચાલ્યું.
  • ૨૦૦૭ : વિન્ડોઝ વિસ્ટા નવી આકર્ષક ડિઝાઈન લાવ્યું, પણ ઘણાં પીસી અને લેપટોપ પર એને ચલાવવું મુશ્કેલ બન્યું.
  • ૨૦૦૯ : વિન્ડોઝ ૭ વર્ઝન આવ્યું, જેમાં વિસ્ટાની ભૂલો સુધારી લેવાઈ અને એ એક્સપીનો મજબૂત વિકલ્પ બન્યું.
  • ૨૦૧૨ : વિન્ડોઝ ૮ આવ્યું, જે અગાઉનાં બધાં વર્ઝન કરતાં ધરમૂળથી બદલાઈ ગયું. તેમાં સ્ટાર્ટ બટન ગાયબ થયું, એપ્સ ઉમેરાઈ, માઉસ અને કીબોર્ડ ઉપરાંત ટચ સપોર્ટ પણ ઉમેરાયો. જોકે લોકોને આ વર્ઝન ખાસ ગમ્યું નહીં.
  • ૨૦૧૩ : વિન્ડોઝ ૮.૧માં સ્ટાર્ટ બટન ફરી આવ્યું, વિન્ડોઝ ૭ની ખૂબીઓ પાછી લવાઈ અને ટચ સપોર્ટ સુધારવામાં આવ્યો.
  • ૨૦૧૫ : વિન્ડોઝ ૧૦ આવ્યું, તેમાં પ્રાઈવસીનો મુદ્દો ખાસ્સો વિવાદાસ્પદ રહ્યો. આ વર્ઝન ડેસ્કટોપ અને મોબાઇલ ડિવાઇસીઝ એમ બંને પ્રકારના યૂઝરને ધ્યાનમાં રાખીને તૈયાર થયું, જે કોઈ પણ સાઇઝના ડિવાઈસ માટે રીસાઈઝ થઈ જાય છે.

માઇક્રોસોફ્ટ હવે પછી આખેઆખું નવું વર્ઝન આપવાને બદલે, ‘વિન્ડોઝ એઝ સર્વિસ’ તરીકે આપવા વિચારે છે, એટલે કે તેને માટે એક વાર ખરીદવાને બદલે વર્ષોવર્ષ લવાજમ ભરવાનું રહેશે.

http://www.microsofttraining.net/sharing/10-infographic-history-of-windows.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!