(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચાલો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે

આ મહિને ગણતંત્ર દિન નિમિત્તે તમે રાષ્ટ્રપતિ ભવનને નજીકથી જોશો, એટલિસ્ટ ટીવી પર. ભવ્યતાની રીતે, બહુ ઓછાં રાષ્ટ્રોના વડાનાં નિવાસસ્થાન ભારતના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનની બરાબરી કરી શકે છે.

 ૧૯૧૧માં, બ્રિટિશ શાસન સમયે ભારતની રાજધાની કોલકતાથી દિલ્હી ખસેડવાનો નિર્ણય લેવાયો એ જ વર્ષે બ્રિટિશ વાઇસરોય માટે નવી દિલ્હીમાં એક નિવાસસ્થાનના નિમર્ણિનો નિર્ણય લેવાયો. એ સમયે ભારતમાં બ્રિટિશ શાસન હંમેશ માટે રહેવાનું છે એ દશર્વિવા આટલા ભવ્ય નિવાસસ્થાનની રચના કરવામાં આવી, પણ ‘પથ્થરમાં પ્રતિબિબિંત સામ્રાજ્ય’ તરીકે ઓળખાતી આ ઇમારત ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસથી ભારતની લોકશાહીના કાયમી પ્રતિબિંબમાં પરિવર્તિત થઈ. એ દિવસે ભારતના પહેલા રાષ્ટ્રપતિ, ડો. રાજેન્દ્રપ્રસાદ આ ઇમારતમાં વસવા આવ્યા અને ત્યારથી તેનું નામ રાષ્ટ્રપતિ ભવન પડ્યું.

નોંધપાત્ર વાત એ છે કે આ ઇમારતનું નિર્માણ ચાર વર્ષમાં પૂરું થઈ જવાની ધારણા હતી,પણ કામ લંબાતું ગયું અને છેક સત્તરમા વર્ષે તે પૂરું થયું. ત્યાર પછીના, અઢારમા વર્ષે ભારત સ્વતંત્ર થયું!

રાષ્ટ્રપતિ ભવનમાં ચાર માળ અને ૩૪૦ ખંડ છે. સમગ્ર ઇમારતના નિર્માણમાં ભાગ્યે જ ક્યાંય સ્ટીલનો ઉપયોગ થયો છે.

આઝાદી પહેલાં, ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના ગવર્નર-જનરલ તરીકે આ ઇમારતમાં રહેવા આવ્યા ત્યારથી તેમણે તેના અમુક રુમનો જ રહેઠાણ તરીકે ઉપયોગ કરવાનું નક્કી કર્યું, જે હવે રાષ્ટ્રપતિની ફેમિલિ વિંગ તરીકે ઓળખાય છે, બાકીના ભાગનો અન્ય ઉપયોગ થાય છે.

જો ગણતંત્ર દિવસના માહોલમાં તમને રાષ્ટ્રપતિ ભવનને નજીકથી જોવાની ઇચ્છા જાગી હોય તો આ ભવ્ય ઇમારતના દરબાર હોલ, માર્બલ હોલ, મ્યુઝિયમ, નોર્થ ડ્રોઇંગ રુમ, અશોકા હોલ વગેરેની વર્ચ્યુઅલ ટુર પણ કરી શકો છો -નવી દિલ્હીની ઠંડીમાં થીજ્યા વિના, ઘેરબેઠાં!

http://presidentofindia.nic.in/virtual-tour-of-rashtrapati-bhavan.htm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!