ભૂકંપ, ત્સુનામી કે મહાપૂર જેવી આફતો પછી સામાન્ય રીતે અખબારો એ ટીવીમાં આફતથી થયેલી તારાજીની માહિતી આપવામાં આવે છે, પણ કુદરતી આફતો પાછળના વૈજ્ઞાનિક કારણોની સરળ સમજ આપવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે.
ઇન્ટરેટ પર આ માહિતી શોધવા જઈએ તો અહીં માહિતી વધુ પડતા પ્રમાણ, ઓવરલોડનો પ્રશ્ન છે. પરંતુ કેટલીક એવી સાઇટ્સ હોય છે જે અલગ અલગ મુદ્દાઓ પરથી વૈજ્ઞાનિક, મુદ્દાસર અને છતાં સહેલાઈથી પચાવી શકાય એટલા પ્રમાણમાં જ માહિતી પૂરી પાડે છે.
આવી એક વેબસાઇટ છે : eschooltoday.com
નામ પ્રમાણે આ સાઇટ શાળાના શિક્ષકો અને પોતાનાં બાળકોના અભ્યાસમાં રસ લેતાં માતા-પિતાને ખાસ ઉપયોગી થાય તેવી છે. સાઇટ પર વિજ્ઞાનના જુદા જુદા મુદ્દા, વિવિધ સામાજિક મુદ્દા, પર્યાવરણ અને કુદરતી આફતો, પ્રદૂષણ, આરોગ્ય વગેરે બાબતોની સરળતાથી સમજાય એવી માહિતી મળી રહે છે. જેમ કે ભૂકંપના પેજ પર ભૂકંપ પર શું છે, ભૂકંપ સંબંધિત શબ્દોની સમજ, ભૂકંપ કેવી રીતે સર્જાય છે, ભૂકંપ સામેની પૂર્વતૈયારી વગેરે બાબતો, ચિત્રો સો જાણવા મળે છે.
આ સાઇટ આફ્રિકાના ઘાના દેશમાં તૈયાર યેલી છે એટલે અહીં બિલકુલ સાદી અંગ્રેજી ભાષામાં તમામ માહિતી આપવામાં આવી છે.
સાઇટ પર, માતા-પિતા માટેની નોંધમાં લખવામાં આવ્યું છે તેમ, આજે બાળકો વધુ ને વધુ સમય ઓનલાઇન વિતાવી રહ્યાં છે. બે વર્ષના બાળકે પણ પોતાની ફેવરિટ ઓનલાઇન ગેમ સુધી કેમ પહોંચવું એની સમજ આવી ગઈ છે. આ સ્થિતિ સ્વીકાર્યા વિના મા-બા પાસે કોઈ રસ્તો જ નથી એ આ સ્થિતિને મા-બાપ કઈ રીતે જુએ તેના પર, તેની અસર બાળક પર સારી થશે કે ખરાબ તેનો આધાર રહેલો છે.
સાઇટ આગ્રહ કરે છે કે જો માબાપ પોતે બાળક સાથે થોડો સમય ઇન્ટરેટ પર વિતાવે, તેમને સારી એ કંઈક નવું જાણવા મળે એવી સાઇટ્સ બતાવે, અને એ વિશે ચર્ચા કરે એ એ રીતે નકારાત્મક અસરવાળી સાઇટ્સથી દૂર રાખે તો બાળકના વિકાસમાં ઇન્ટરનેટ ચોક્કસ મદદ થઈ શકે.
શિક્ષકો માટેની નોંધમાં પણ લખવામાં આવ્યું છે કે સાઇટ પર જે કંઈ વાંચસામગ્રી ઉપલબ્ધ છે કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પૂરક નીવડે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ સાઇટની ડિઝાઇન બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે, પણ તેમાંની સામગ્રી શિક્ષકો અને માતા-પિતાને નજર રાખે છે. ટૂંકમાં બાળકો એકલાં આ સાઇટ જુએ તેના બદલે શિક્ષક કે માતા/પિતા સાથે રહીને બાળકને સાઇટ બતાવે અને તેમાંના એક-એક મુદ્દો સમજાવતા જાય તો બાળકોને રસ પણ જળવાઈ રહેશે એ તે સતત કંઈક નવું શીખતું પણ રહેશે.
‘આજે કંઈક નવું શીખો’ એ સાઇટની પંચલાઈન છે એ સાઇટ પર ફુરસદે નજર નાખશો તો આ લાઇન બિલકુલ સાર્થક લાગશે.

