(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કોલકતા બન્યું ભારતનું પ્રથમ વાઇ-ફાઇ સિટી

ગયા મહિને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટર પર એક સંદેશો વહેતો મુક્યો અને આખી દુનિયાને જાણ કરી કે કોલક્તા ભારતનું પ્રથમ વાઇ-ફાઇ મેટ્રો સિટી બની ગયું છે.

આગળ શું વાચશો

  • માયંત્રા વેબસાઇટને તાળું મારશે?

રિલાયન્સ જીયો નેટવર્કની સુવિધા ધરાવતા કોલકતામાં આખા શહેરમાં ફોર-જી સ્પીડ સાથે વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. અલબત્ત અત્યારે શહેરના સૌથી પોશ વિસ્તારોમાં  જ વાઇ-ફાઇ ઉપલબ્ધ છે અને આવતા બે મહિનામાં શહેરના તમામ ૧૪૯ વોર્ડમાં ફ્રી વાઇ-ફાઇ ઉપલબ્ધ થશે.

રિલાયન્સ જીયો કંપનીએ કનેક્ટિવિટીની સ્પીડ તપાસી ત્યારે ૫૦ એમબીપીએસ સુધીની સ્પીડ સતત મળી શકે એવું તારણ નીકળ્યું. અત્યારે અહેવાલો તો એવા આવી રહ્યા છે કે આખા વર્ષ માટે કોલકત્તામાં અનલિમિટેડ અને સંપૂર્ણપણે મફત વાઇ-ફાઇ કનેક્ટિવિટી આપવામાં આવશે. જોકે ખર્ચને ધ્યાને લેતા શરુઆતની થોડી મિનિટ ફ્રી અને ત્યાર પછી પેઈડ કનેક્ટિવિટીનું મોડેલ અપનાવાય એવી શક્યતા વધુ છે.

અત્યારે ભારતમાં એકમાત્ર રિલાયન્સ જીયો કંપનીને સમગ્ર ભારતમાં ફોરજી કનેક્ટિવિટી આપી શકે તેવું બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ સ્પેકટ્રમ મળેલ છે અને કંપનીએ પાત્ર પશ્ર્ચિમ બંગાળમાં આવું નેટવર્ક તૈયાર કરવા રુપિયા ત્રણ હજાર કરોડ જેટલું રોકાણ કર્યું છે.

 

માયંત્રા વેબસાઇટને તાળું મારશે?

કમ્પ્યુટર કરતાં મોબાઇલનો ઉપયોગ કેટલો વધી રહ્યો છે તેનું એક સ્પષ્ટ ઉદાહરણ કદાચ થોડા સમયમાં જોવા મળશે. કેટલાક અહેવાલો અનુસાર ઓનલાઇન ફેશન સ્ટોર ચલાવતી માયંત્રા કંપની તેની વેબસાઇટ બંધ કરીને તમામ કામગીરી પોતાની મોબાઇલ એપ પરથી જ ચલાવે એવી શક્યતા છે. વાચકોને યાદ હશે કે ગયા વર્ષે ફ્લિપકાર્ટ કંપનીએ લગભગ રુપિયા બે હજાર કરોડમાં માયંત્રા કંપની હસ્તગત કરી હતી.  અત્યારના અંદાજો મુજબ કંપનીને મળતો ૮૦ ટકા ટ્રાફિક મોબાઇલ એપ્લિકેશન તરફથી મળે છે અને તેના વેચાણમાં પણ મોબાઇલનો ફાળો ૬૦ ટકા છે. એવું મનાય છે કે કંપની આ વર્ષના અંત સુધીમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા વેચાણનો આંકડો ૯૦ ટકા સુધી પહોંચાડશે અને ત્યાર પછી વેબસાઇટ સદંતર બંધ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!