આ મહિનાની ૮મી તારીખે જેમનો જન્મદિન છે, એ ૭૩ વર્ષના બ્રિટનના જગવિખ્યાત ભૌતિક-શાસ્ત્રી સ્ટીફન હોકિંગ હમણાં વધુ એક વાર સમાચારોમાં ચમક્યા છે. બીબીસીને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે “આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ જો પૂરેપૂરી વિકસશે તો તે માનવજાતનો અંત લાવી શકે છે.
આગળ શું વાંચશો?
- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું છે?
- ગુજરાતી ડિઝાઈન્જિનિયર સેમસંગમાં ઉચ્ચ પદે
નોંધપાત્ર વાત એ છે કે સ્ટીફન હોકિંગે તેમણે પોતે હમણાં જે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે તે વિશેના એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. તમે જાણતા હશો તેમ આ વિખ્યાત વિજ્ઞાની ચેતાતંત્રના ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે અને તેમનું જીવન વ્હીલચેર અને કમ્પ્યુટરના સહારે વિતી રહ્યું છે. હલનચલન તો દૂરની વાત છે, બોલવું કે ટાઈપ કરવું પણ જેમના માટે મુશ્કેલ છે એવા સ્ટીફન હોકિંગ પોતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે એ એમના જ શબ્દોમાં જાણીએ :
“૧૯૯૭થી મારી કમ્પ્યુટર આધારિત કમ્યુનિકેશન સિસ્ટમ ઈન્ટેલ કોર્પોરેશન પૂરી પાડી રહ્યું છે. મારી વ્હીલચેરના એક હેન્ડલ પર એક ટેબલેટ કમ્પ્યુટર ફીટ કરવામાં આવ્યું છે જે તેની પોતાની બેટરી ઉપરાંત મારી વ્હીલચેરની બેટરીથી ચાલે છે. હું ઈઝેડ કીઝ નામના એક પ્રોગ્રામની મદદથી કમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન કરી શકું છું.
આ પ્રોગ્રામ કમ્પ્યુટરના સ્ક્રીન પર એક કી-બોર્ડ આપે છે જેમાં એક કર્સર ઓટોમેટિકલી રો કે કોલમમાં ફરતું રહે છે. હું કોઈ કેરેકટર સિલેક્ટ કરવા માટે મારું મોં હલાવું તો એ સિગ્નલથી કર્સર એ કેરેકટર પર અટકે છે. મારા ચશ્મામાં ફીટ કરેલ એક ઈન્ફ્રારેડ સ્વીચની મદદથી મારા મોંના હલનચલનના સિગ્નલ કમ્પ્યુટર સુધી પહોંચે છે.
કમ્પ્યુટરનું કી-બોર્ડ એક વર્ડ પ્રીડિકશન અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે એટલે હું કોઈ શબ્દના પહેલા બે-ત્રણ કેરેકટર્સ લખું તો કમ્પ્યુટર પોતાની મેળે આખો શબ્દ સમજી લે છે. હું જ્યારે આ રીતે આખું વાક્ય લખી લઉં પછી તેને સ્પીચ સિન્થેસાઈઝરમાં મોકલી શકું છું જેની મદદથી એ વાક્ય મારા અવાજમાં બોલવામાં આવે છે.
ઈઝેડ કીઝની મદદથી હું વિન્ડોઝના માઉસને પણ ક્ધટ્રોલ કરી શકું છું અને પરિણામે હું ઈમેલ ચેક કરી શકું છું, ઇન્ટરનેટ સર્ફ કરી શકું છું અને નોટપેડમાં લેકચર્સ લખી શકું છું.
ઈન્ટેલે આપેલા મારા લેટેસ્ટ કમ્પ્યુટરમાં એક વેબકેમ પણ છે જેની મદદથી સ્કાઈપ પર હું મારા મિત્રોના સંપર્કમાં રહી શકું છું. જે લોકો મને સારી રીતે ઓળખે છે તે મારા હાવભાવ પરથી હું જે કહેવા માગું છું તે સમજી જાય છે. અત્યારે ઈન્ટેલના એન્જિનિયર્સની એક ટીમ મારી કમ્યુનિકેશન્સ સ્પીડ વધારવા માટે ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ (ચહેરાના હાવભાવ પારથીને તે મુજબ વર્તે તેવી સિસ્ટમ) વિકસાવી રહી છે. જોઈએ એનું શું પરિણામ આવે છે!
વિચાર કરો, જે માણસ આટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જીવવું પડતું હોવા છતાં વિશ્ર્વવિખ્યાત બની શકે છે, એનો પોતાનો આઇક્યુ કેવો હશે?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું છે?
સામાન્ય વ્યાખ્યા મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કમ્પ્યુટર આધારિત એવું પ્રોગ્રામિંગ જે માનવ મગજની જેમ વિચારી અને વર્તી શકે. સ્માર્ટફોનમાં આપણે હજી તો જ્ઞિંળ ટાઈપ કરીએ અને કી-બોર્ડ પોતાની મેળે ધારી લે કે આપણે જ્ઞિંળજ્ઞિજ્ઞિૂ શબ્દ ટાઈપ કરવા માંગીએ છીએ તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જ એક સ્વપ છે. તે જ રીતે કમ્પ્યુટર પ્રોગ્રામિંગની મદદથી એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરવામાં આવે છે તે પણ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સનો નમૂનો છે. કમ્પ્યુટર માણસથી આગળ નીકળી જશે કે કે કેમ એ વિશે નિષ્ણાતોમાં બે મત છે. એક વર્ગ કહે છે કે માનવજાત માટે મોટો ખતરો પેદા થશે, જ્યારે બીજા લોકો માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે જે તબક્કે છે તે તબક્કે તેનાથી ડરવા જેવું કશું નથી. હાલ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ફક્ત એક સ્માર્ટ કમ્પ્યુટર પ્રોગ્રામ છે, તેનાથી વધુ કશું જ નહીં. ખાસ કરીને હોલીવૂડની ફિલ્મોમાં અને તેની કોપી જેવી બોલીવૂડની ‘રોબોટ’ જેવી ફિલ્મમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જે રીતે માનવજાતને ભારે પડે છે તેવું દશર્વિવામાં આવે છે તે ખરેખર વાસ્તવિકતાથી બહુ દૂરની વાત હોવાનું નિષ્ણાતો કહે છે.
એટલું ચોક્કસ કે હાલના તબક્કે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સમાં માનવમગજ જેવી સર્જનાત્મકતા, સંવેદના કે મહત્ત્વાકાંક્ષા નથી.
ગુજરાતી ‘ડિઝાઇન્જિનીયર’ સેમસંગમાં ઉચ્ચ પદે
ગયા મહિને સેમસંગ કંપનીએ ગુજરાતમાં જન્મેલા કમ્પ્યુટર એન્જિનિયર પ્રણવ મિસ્ત્રીની સેમસંગ કંપનીના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી.
ફક્ત ૩૩ વર્ષના પ્રણવ મિસ્ત્રી આ પદ પર પહોંચનારા સૌથી નાની વયના વ્યક્તિ છે. પ્રણવ મિસ્ત્રીએ સેમસંગ ગેલેક્સી ગિયરના ડેવલપમેન્ટમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
પ્રણવ મિસ્ત્રી તેમની ‘સિકસ્થ સેન્સ’ની રજૂઆતથી વધુ જાણીતા છે જેનાથી લોકો ફક્ત પોતાના હાથના હલનચલનથી ડિજીટલ કમ્યુનિકેશન કરી શકે છે.
અગાઉ માઈક્રોસોફ્ટ, ગૂગલ, નાસા, યુનેસ્કો જેવી કંપનીમાં કામ કરી ચૂકેલા પ્રણવ મિસ્ત્રી ડિઝાઈન અને ટેકનોલોજીમાં ઊંડો રસ ધરાવે છે એટલે જ પોતાને ‘ઉયતશલશક્ષયયિ -ડિઝાઇન્જિનીયર’ તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરે છે!

