(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે વિશ્વસ્તરે ભારતનો દબદબો છે. ભારતીય આઇટી કંપનીઓએ આખી દુનિયામાં પોતાની ધાક જમાવી છે અને દુનિયાની મહાકાય ટેક કંપનીઓમાં પણ ટોચના સ્થાને ભારતીયો જોવા મળે છે. તેમ છતાં, ભારતની ‘સરકારી’ વેબસાઇટ્સ જોઈએ તો ભારતની બિલકુલ જુદી જ છાપ ઉપસે!

તદ્દન જૂની સ્ટાઇલના લેઆઉટ્સ, યુઝરને ક્યાંય ધ્યાને લેવાયો ન હોય એવા યુઝર ઇન્ટરફેસ, માહિતીના આદાન-પ્રદાનનું સૌથી અસરકારક માધ્યમ હોવા છતાં વેબસાઇટ્સમાં માત્ર માહિતી ઠાલલવા પર ભાર (લિંક પર ક્લિક કરો એટલે સરકારી દસ્તાવેજોની પીડીએફ ખૂલે!), જે કંઈ નવી માહિતી અપલોડ થઈ હોય એ દશર્વિવા તદ્દન અનપ્રોફેશનલ લાગે એવા, લબૂક-ઝબૂક થતા સ્ટાર… સદનસીબે આ બધું હવે બદલાઈ રહ્યું છે. જ્યાં જ્યાં સરકારી વેબસાઇટ માટે સરકારી આઇટી વિભાગને બદલે ખાનગી કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે ત્યાં ત્યાં સુખદ તાજગી દેખાઈ રહી છે.

એનું તાજુ ઉદાહરણ છે ઇસરોની વેબસાઇટ. ઇસરોની વેબસાઇટ હજી હમણાં સુધી ઉપર લખ્યું એવી જ એક ‘સરકારી’ વેબસાઇટ હતી, પણ હમણાં જ એ ધરમૂળથી બદલવામાં આવી છે. ઇસરોની વાત આવે એટલે સ્વાભાવિક રીતે સરખામણી અમેરિકાની નાસા સાથે થઈ જાય. નાસાની વેબસાઇટ્સની ડિઝાઇન કે યુઝર ઇન્ટરફેસ હજી પણ જૂનાપુરાણા છે, પણ તેમાં લોકો સાથે માહિતી વધુ સારી રીતે પહોંચાડવા પર અને નાસાના વિવિધ કાર્યક્રમોમાં લોકો, શિક્ષકો, વિદ્યાર્થીઓને વધુ સાંકળવા પર વિશેષ ભાર છે.

ઇસરોમાં આ જ એપ્રોચ હવે જોવા મળી રહ્યો છે. યુઝર ઇન્ટરફેસ એકદમ મોડર્ન, ફ્લેટ અને રિસ્પોન્સિવ એટલે કે મોબાઇલ સહિત કોઈ પણ સાઇઝના ડિસ્પ્લેને અનુકૂળ થાય તેવો છે. આખી સાઇટમાં માહિતી અને વિવિધ લિંક્સનો ખીચડો કરવાને બદલે સ્પેસનો સરસ ઉપયોગ કરીને ખાસ્સી એવી મોકળાશ રાખવામાં આવી છે.

મેઇન મેનુમાં પહેલાં ઇસરોનાં વિવિધ મિશન્સ, સ્પેસક્રાફ્ટ્સ, લોન્ચર્સ વગેરે વિભાગ છે અને છેક છેલ્લે એબાઉટ વિભાગ છે, એ જ બતાવે છે કે હવે વેબસાઇટના મુલાકાતીલક્ષી અભિગમ અપનાવવામાં આવ્યો છે. વેબસાઇટનો દેખાવ ધરમૂળથી બદલાયો છે એ ખરેખર સારી શરૂઆત છે, લોકોને ઇસરો સાથે સાંકળવાના વધુ પ્રયાસો થશે તો આખી વાતને નવી ઊંચાઈ મળશે!

[message_box type=”info” close=”no”]ઇસરોની નવી સાઇટ જોવા માટે ક્લિક કરોઃ http://www.isro.gov.in/[/message_box]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!