(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડ ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કેવી રીતે ઉમેરાય?

સવાલ લખી મોકલનાર – હરીશભાઈ વસાવા, વડોદરા

માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સ વર્ષોથી લોકપ્રિય રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે આ પ્રોગ્રામ્સની પાર વગરની ખૂબીઓનો ઉપયોગ વધુ ને વધુ સરળ બનાવવામાં આવી રહ્યો છે. પરિણામે,  વર્ડ કે એક્સેલ કે પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામમાં આપણે કંઈ પણ કરવું હોય તો થોડો તર્ક લડાવવાની જ જરૂર હોય છે.

જેમ કે આપણે ડોક્યુમેન્ટમાં હેડર કે ફૂટર ઉમેરવું છે, મતલબ કે ઇન્સર્ટ કરવું છે, તો સૌથી પહેલાં તો રીબનમાં ઇન્સર્ટની ટેબ ઓપન કરીને નજર આગળ દોડાવીશું એટલે હેડર અને ફૂટરનું સેક્શન જોવા મળશે. હેડર પર ક્લિક કરતાં, જુદા જુદા પ્રકારના હેડર વિઝ્યુઅલ ફોર્મમાં જ આપણને જોવા મળશે. જેમ કે, બ્લેન્ક હેડર અથવા ત્રણ કોલમમાં ટેક્સ્ટવાળું હેડર અથવા જાડી લાઇન અને તેના પર ડોક્યુમેન્ટનું શીર્ષક લખી શકાય એવું હેડર… વગેરે વિકલ્પો મળશે. કોઈ પણ એક પર ક્લિક કરશો એટલે પેજના ઉપરના ભાગમાં એ પ્રકારનું હેડર સેટ થશે અને તેમાં જોઈતા ફેરફાર કરવાની તક મળશે. એ ઉપરાંત, રીબનમાં હેડર-ફૂટર સંબંધિત જુદા જુદા ઘણા વિકલ્પ મળશે.

વર્ડ રેડીમેડ હેડર કે ફૂટરમાં વિવિધ ટેક્સ્ટ બ્લોકનો ઉપયોગ કરે છે. એટલે ધારો કે આપણે એન્યુઅલ પ્રકારનું હેડર પસંદ કર્યું હશે તો તેમાં ટેક્સ્ટમાં કર્સર મૂકી ડોક્યુમેન્ટનું ટાઇટલ કે બીજું કંઈ લખી શકાશે અને તેની બાજુમાં યરની જગ્યાએ જે તે વર્ષ લખી શકાશે.

હેડર એડિટ કરવાનું કામ પૂરું થયા પછી, રીબનમાં છેલ્લે આપેલો ‘ક્લોઝ હેડર એન્ડ ફૂટર’ ઓપ્શન ક્લિક કરો અથવા ડોક્યુમેન્ટની મૂળ ટેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ફરી મૂળ ટેક્સ્ટમાં કર્સર પહોંચશે અને હેડર-ફૂટર ઝાંખાં બની જશે.

હેડર-ફૂટરને એડિટ કરવાં હોય તો ફરી, રીબનમાં ઇન્સર્ટમાં હેડર ઓપ્શનમાં ‘એડિટ હેડર’નો વિકલ્પ પસંદ કરો, અથવા સીધું જ હેડર પર ડબલક્લિક કરો.

આપણે જ્યારે હેડર કે ફૂટરને એડિટ કરી રહ્યા હોઈએ ત્યારે રીબનમાં તેને સંબંધિત વિકલ્પો તપાસી જુઓ. અહીં બીજી ઘણી બધી ખૂબીઓ જોવા મળશે, જેની ક્યારેક વિગતવાર વાત કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!