(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક પરની ગ્લોબલ ફ્રેન્ડશીપ

આ નક્શો તમે પહેલી વાર જોશો તો કદાચ એવું લાગશે કે આપણા વડાપ્રધાન જે જે દેશોની મુલાકાત લઈ આવ્યા છે તેનો નક્શો હશે, પણ હકીકતમાં એવું નથી!

આ નક્શો ગ્લોબલ ફ્રેન્ડશીપ ટ્રેન્ડ્સ દર્શાવે છે. ના સમજાયું? આ નક્શો છે જ એવો. એ રસપ્રદ છે, પણ જરા ઊંડા ઊતરીએ ત્યારે.

અમેરિકાની જાણીતી સ્ટેન્ફોર્ડ યુવિર્સિટીમાંથી ‘ઇન્ટરનેશલ રીલેશન્સ’ વિષયમાં સ્નાતક થયેલી મિયા ન્યુમેન નામની એક વિદ્યાર્થિનીએ વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કેવા મૈત્રી સંબંધો છે એ તપાસતો એક અભ્યાસ હાથ ધર્યો અને તેનું પરિણામ આ નક્શો છે.

પરંતુ આ નક્શો ભારત અને પાકિસ્તા વચ્ચના ‘સરકારી મૈત્રીસંબંધો’ દર્શાવતો નથી. એ તો ખરેખરા લોકો વચ્ચેની મિત્રતા દર્શાવે છે અને ફ્રેન્ડશીપની વાત નીકળે ત્યારે આખી દુનિયામાં એ વિશે ફેસબુકથી વધુ મોટો સ્રોત બીજો કયો હોઈ શકે?!

આ રીસર્ચ કરનારી મિયાએ, ફેસબુક પરના ફ્રેન્ડશીપ ટ્રેન્ડ્સ તપાસીને મેપ્સ અને ડેટા વિઝ્યુઅલાઇઝેશન પર કામ કરતા એક ટેક્નોલોજી અને ડિઝાઇન સ્ટુડિયોની મદદથી, આ ઇન્ટરએક્ટિવ મેપ તૈયાર કર્યો છે.

તમે આ નક્શા પર પહોંચીને સૌથી પહેલું કામ, ભારત શોધીને તેમાં આપેલા સર્કલ પર ક્લિક કરવાનું કરો. એ સાથે, ઉપરની તસવીર જેવો નક્શો જોવા મળશે.

આ નક્શો એ દર્શાવે છે કે ભારતમાંના ફેસબુક યૂઝર્સ કેટલા પ્રમાણમાં, બીજા દેશોમાં ફેસબુક ફ્રેન્ડ્સ દર્શાવે છે! બીજા દેશોનાં સર્કલનું માપ મિત્રોના પ્રમાણમાં નાનું મોટું દર્શાવવામાં આવ્યું છે. નક્શો બતાવે છે કે ભારતા ફેસબુક યૂઝર્સ અરબ દેશો, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં સૌથી વધુ મિત્રો ધરાવે છે. યુએઇ સાથેનો મૈત્રીસંબંધ સ્પષ્ટ સમજાય એવો છે અને એ વિશે વધુ જાણકારી, નક્શામાં નીચે આપેલા બોકસમાં મળે છે. યુએઇની કુલ વસતિમાં ભારતીયોનું પ્રમાણ ૩૦ ટકા જેટલું છે! એ સાથે ભારત, પાકિસ્તા અને બાંગ્લાદેશના સત્તાવાર સંબંધો ભલે ખરાબ હોય, પણ પ્રજા-પ્રજા વચ્ચે સારો મૈત્રીભાવ લાગે છે, એટલીસ્ટ ફેસબુક પર!

વેબસાઇટ પર આ નક્શો કલરમાં જોશો ત્યારે તેમાં જુદા જુદા ખંડના દેશોને જુદા જુદા રંગમાં દર્શાવ્યા છે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચેની ફ્રેન્ડશીપ તપાસશો અને દરેક ક્લિક સાથે, નીચેના બોક્સમાં વધુ માહિતી વાંચશો તો સમજાશે કે આ કોઈ ગતકડું નથ અને ફેસબુકી ફ્રેન્ડશીપ ઘણા માને છે એટલી ખોખલી પણ નથી, કેમ કે વિશ્વના ઇતિહાસ અને આ નક્શા પરની ફેસબુકની ફ્રેન્ડશીપનો તાળો બરાબર બંધબેસે છે!

http://www.facebookstories.com/stories/1574/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!