આગળ શું વાંચશો?
- Carrom 3D
- Roll the Ball: slide puzzle
- Real Racing 3
Carrom 3D

એક સમયે વેકેશનમાં મામાને ઘેર જઈએ ત્યારે આખી આખી બપોર કેરમ રમવાની મજા હતી. હવે કેરમ બોર્ડ હાથવગાં ન હોય તો સ્માર્ટફોન પર પણ રમી શકો છો. આ ગેમમાં, તમે મશીન સામે ત્રણ અલગ ડિફિકલ્ટી લેવલ મુજબ ગેમ રમી શકો છો અથવા એક જ ડિવાઇસ પર બે મિત્રો સાથે રમી શકો છો અને ચાહો તો વાઇ-ફાઇ કે બલ્યુટ્રુથથી બે જુદાં જુદાં ડિવાઇસમાં પણ એક સાથે રમી શકાશે. જૂના દિવસોની યાદ તાજી કરવા માટે સરસ ગેમ છે, પણ જીવતા જાગતા જોડીદાર સાથે રમો તો!
Roll the Ball: slide puzzle

પઝલમાં તમને મજા પડતી હોય તો આ ગેમ ચોક્કસ ગમશે. કેમ રમવી એ સમજવું બિલકુલ સહેલું છે, પણ લેવલ પાર કરવું ધીમે ધીમે મુશ્કેલ બનતું જશે. આપણે જુદાં જુદાં ચોકઠાં ખસેડીને બોલને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનો છે, સમય પૂરો થાય તે પહેલાં.
Real Racing 3
કાર રેસિંગનો તમનો શોખ હોય, અલબત્ત ફક્ત સ્માર્ટફોન કે ટેબલેટ પર, તો તમે આસ્ફાલ્ટ ૮ કે ઇલલિગલ રેસિંગ જેવી ગેમિંગ એપથી પરિચિત હશો જ. ઇલેક્ટ્રોનિક આર્ટ કંપનીએ ડેવલપ કરેલી રીયલ રેસિંગ ૩ ગેમ પણ તમને ચોક્કસ ગમશે. જબરજસ્ત ગ્રાફિક્સ અને રીયલ લાઇફ જેવું જ સિમ્યુલેશન આ ગેમનાં પ્લસ પોઇન્ટ છે.
જોકે આ ગેમની મજા માણવા તમારો ફોન સારો એવો પાવરફૂલ હોવો જરૂરી છે. એમાં ૧.૫ જીબી જેટલી ફ્રી સ્પેસ પણ જોઈશે!

