આગળ શું વાંચશો?
- પેપર ફોલ્ડિંગ ગેમ
- પેપર કટિંગ ગેમ
- એપ્સ અને ગેમ્સની કિંમત ઘટી
- પ્લે સ્ટોરનાં ગિફ્ટ વાઉચર
Paperama

પેપર ફોલ્ડિંગ તમે ગમતી રમત કે પ્રવૃત્તિ હોય તો તમને તમારા સ્માર્ટફોન પર, સ્ક્રીન પર ટચથી વર્ચ્યુઅલ કાગળને વાળી શકાય એવી, ઓરિગામીની ઘણી બધી રમત મળશે. આવી એક ગેમ છે પેપરામા.
પહેલી નજરે, બિલકુલ સિમ્પલ ગેમ છે. આપણને એક ચોરસ કાગળ સ્ક્રીન પર આપવામાં આવે અને ટપકાંવાળી લાઈનથી તેના પર એક આકાર દોરેલો હોય. આપણે કાગળને આંગળીના ઇશારે વાળીને એ આકાર જેવો બનાવી દેવાનો. શરત એટલી આ કામ ઝડપથી થવું જોઈએ એ નિશ્ચિત સંખ્યામાં ફોલ્ડની મર્યાદામાં પૂરું થઈ જવું જોઈએ. શરૂઆતમાં લેવલ્સ એકદમ સહેલાં છે, પણ પછી ગેમની મજા જામશે. ગેમ જરા હેવી છે, ૩૨ એમબી!
એન્ડ્રોઇડ અને આઇઓએસ પર આ ફ્રી ગેમ છે, વિન્ડોઝ ફોન પર આ જ નામે, પણ બીજા ડેવલપરની એ જરા જુદી ગેમ છે, જોકે એ પણ છે ફ્રી.
Cut and Slice

પેપર ફોલ્ડિંગ સાથે પેપર કટિંગમાં પણ તમે મજા પડતી હોય તો આ ગેમ ટ્રાય કરી જુઓ. ૬ જેટલા એમબીની જ છે, તેમાં આપણે જુદા જુદા આકારનાં કાર્ડબોર્ડ આપવામાં આવે અને સાથે તેને સાથે તેને સ્ક્રીન પર ઉપર, ડાબી તરફ જણાવ્યા મુજબ, અમુક નિશ્ચિત કટમાં, કહેવામાં આવે એટલા કદના એક સરખા કટકા કરી આપવાની ચેલેન્જ મળે. આ પણ જેમ જેમ આગળ વધતા જાવ તેમ તેમ માથું ખંજવાળવું પડે તેવી ગેમ છે. આ ગેમ ફક્ત એન્ડ્રોઇડ પર ઉલબ્ધ છે.
એપ્સ અને ગેમ્સની કિંમત ઘટી
ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે એપ્સ અને ગેમ્સની ખરીદી પણ કરતા હો તો તમારા માટે ખુશખબર છે. ગૂગલે ભારત અને ભારત બહારના ડેવલર્સ તેમની એપ્સ અને ગેમ્સની કિંમત ભારત પૂરતી રૂ. ૧૦ જેટલી નીચી રાખી શકે છે. અગાઉ આ લિમિટ રૂ. ૫૦ સુધીની હતી. ફાયદો સારો એવો છે, પણ એ કારણે ખરીદી વધી જવાની પણ પૂરેપૂરી શક્યતા છે – ધ્યાન રાખજો!
પ્લે સ્ટોરનાં ગિફ્ટ વાઉચર

આ દિવાળીના દિવસોમાં પરિવારજનોને કંઈક નવી જ ભેટ આવવાની ફિરાકમાં હો તો હવે તમને એક નવો વિકલ્પ મળશે. તમે કેટલાંક મુખ્ય શહેરોમાં (જેમાં અત્યારે ગુજરાતનું કોઈ નથી) વિજય સેલ્સ અને સ્પાઇસ હોટસ્પોટ સ્ટોરમાંથી રૂ. ૫૦૦, ૧૦૦૦ અને ૧૫૦૦ની કિંમતનાં ગૂગલ પ્લે ગિફ્ટ કાર્ડ ખરીદી શકો છો, જેને તમારા સ્વજન પ્લે સ્ટોરમાંથી એપ્સ, ગેમ્સ, બુક્સ ખરીદવા, ઇન-એપ પરચેઝ કરવા કે મૂવીઝ ખરીદવા-ભાડે લેવા માટે વટાવી શકે છે.

