(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક તરફથી ‘ફ્રી’ ઇન્ટરનેટ

આખરે ધારણા મુજબ, ફેસબુકે  આપણા ભારતમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ સાથે જોડાણ કર્યું છે એ ભારતમાં તેની પહેલ ઇન્ટરનેટ.ઓર્ગ લોન્ચ કરી છે. આ પહેલ મુજબ હાલમાં ભારતાં ગુજરાત સહિત છ રાજ્યોમાં રિલાયન્સનું ફોન કનેકશન લેનારા લોકો પોતાના મોબાઇલ પર બેઝિક ઇન્ટરનેટ સર્વિસ મફતમાં એક્સેસ કરી શકશે.

ફેસબુકે દોઢેક વર્ષ હેલાં, દુનિયાના જે લોકો સુધી ઇન્ટરનેટ પહોંચ્યું નથી તેમને માટે સાથે જોડવા માટે ઇન્ટરેટ.ઓર્ગ નામે એક પ્રોજેક્ટ શરુ કર્યો હતો એ ફેસબુક ઉરાંત સેમસંગ એ ક્વોલકોમ જેવી કંપનીઓ પણ સામેલ છે. ભારતમાં અત્યારે લગભગ ૭૦ ટકા મોબાઇલ ફોનધારકો ઇન્ટરનેટ કનેકટીવિટી માટેનો ડેટા પ્લાન ધરાવતા નથી. આ લોકોને કાં તો ડેટા પ્લાન પોસાતો નથી અથવા તેમને ખબર જ નથી કે ઇન્ટરનેટથી તેઓ શું શું કરી શકે છે. ફેસબુક એ રિલાયન્સ આ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માગે છે. આગામી ત્રણેક મહિનામાં બીજાં રાજ્યોમાં પણ રિલાયન્સના ગ્રાહકોને આ સુવિધા મળી જશે.

ભારત દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઇલ માર્કેટ છે એ એશિયામાં ઇન્ટરનેટ.ઓર્ગી સુવિધા મેળવનાર પ્રથમ દેશ છે.

લોકો એક ખાસ એન્ડ્રોઇડ એની, ઓપેરા મિનિ બ્રાઉઝ સ્ટાર્ટ સ્ક્રીન કે યુસી બ્રાઉઝર દ્વારા ઇન્ટરનેટ.ઓર્ગ એક્સેસ કરી શકશે. તેના પર ફેસબુક અને ફેસબુક મેસેન્જર ઉરાંત, ન્યૂઝ, મેર્ટલ હેલ્, ટ્રાવેલ, લોકલ જોબ્સ, સ્પોર્ટ્સ, કમ્યુનિકેશન એ લોકલ ગર્વમેન્ટની ઇન્ફર્મેશન જેવી લગભગ ૪૦ વેબસાઇટ્સ મફતમાં એક્સેસ કરી શકશે. આમાં વીકિપીડિયાનો પણ સમાવેશ થાય છે. જો આ સિવાયની સાઇટ્સ એક્સેસ કરવામાં આવે તો જેટલો ડેટા વપરાય તેનો ચાર્જ લાગશે. મતલબ કે જો તમે સર્ચ એન્જિનમાં કશુંક સર્ચ કરો તો એ ફ્રી રહેશે, પણ સર્ચ રિઝલ્ટમાંથી કોઈ લિંક પર ક્લિક કરો તો એના રુપિયા લાગે એવું બની શકે! જોકે ફ્રી સાઇટ્સની બહાર જઈએ ત્યારે આપણું ધ્યાન જરુર દોરવામાં આવે છે કે ‘હવે તમારે ખર્ચ થશે.’

જો તમે રિલાયન્સના ફોનધારક હો અને ફેસબુકની ફુલ એ કે ફુલ મેસેન્જર એપ ડાઉલોડ કરી હોય તો તે ફ્રી નથી, ફક્ત ઇન્ટરનેટ.ઓર્ગ દ્વારા જે મળે છે તે ફેસબુક એ મેસેન્જર ફ્રી છે (જેમાં ઓછી સુવિધાઓ છે). ભારત ઉપરાંત અત્યારે ઝામ્બિયા, ટાન્ઝાનિયા, કેન્યા, કોલંબિયા, ઘાના વગેરે દેશોમાં અત્યારે આ સુવિધા મળી રહી છે.

અલબત્ત, ફેસબુકના આ પ્રોજેક્ટે જુદી નજરે જોનારા લોકો પણ છે. તેમા મતે, ઇન્ટરનેટ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ડેવલપ કરવા માટે કે મોબાઇલ પર ઇન્ટરનેટ કનેકશન આપતી કંપની તમામ લોકો માટે પોતાના દર ઓછા કરે એવા હેતુથી ફેસબુક કંપની દાન આપતી હોત કે પ્રયાસો કરતી હોત તો વાત જુદી હતી, પણ આ તો ફેસબુકને જ ધ્યાનમાં રાખીને નવા ગ્રાહકો ઊભા કરવાનો જ પ્રયાસ છે અને આના પરિણામે તેની તટસ્થતા અંગેના સવાલો પણ ઊભા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!