(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આંગળીના ઇશારે ઝડપી બ્રાઉઝિંગ!

ઇન્ટરનેટ પર કામકાજનો તમારો ઘણો ખરો સમય ક્રોમ બ્રાઉઝરમાં જતો હોય તો તેના કેટલાક શોર્ટકટ્સ જાણી રાખવાથી તમારું બ્રાઉઝિંગ ઘણું વધુ ઝડપી બની શકે છે.

દુનિયાનું ફેવરિટ બ્રાઉઝર કયું? આ સવાલના જવાબમાં પાછો બીજો સવાલ પૂછાઈ શકે છે કમ્પ્યુટરની વાત કરો છો કે મોબાઇલની?

આમ તો ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ વચ્ચે આ મુદ્દે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે અને છેલ્લા (એકાદ વર્ષ જૂના!) સમાચારો મુજબ છેવટે ગૂગલ ક્રોમ તેના બંને હરીફો કરતાં આગળ નીકળી ગયું છે. તેનું કારણ પહેલા પ્રશ્ર્નના પૂરક પ્રશ્નમાં જ સમાયેલું છે.

હવે લોકો ફક્ત કમ્પ્યુટર પર નહીં પણ મોબાઇલ પર પણ (કેટલાય લોકો તો કમ્પ્યુટર કરતાં પણ મોબાઇલ પર વધુ) ઇન્ટરનેટ એક્સેસ કરે છે અને મોટા ભાગના લોકો કમ્પ્યુટર અને મોબાઇલ બંનેમાં એક સરખો બ્રાઉઝિંગ અનુભવ મળે એવું ઇચ્છતા હોય છે. આઇઈ અને ફાયરફોક્સ કમ્પ્યુટર પર ખાસ્સાં લોકપ્રિય રહ્યાં છે, પણ મોબાઇલ પર તેમની હાજરી તદ્દન મર્યાદિત છે. ઉપરાંત, લોકો ગૂગલની અનેકવિધ સર્વિસનો ઉપયોગ કરતા હોવાથી પણ અંતે તેમને બધે ક્રોમનો ઉપયોગ કરવામાં વધુ સગવડતા રહે છે.

ઘણું કરીને તમારું ફેવરિટ બ્રાઉઝર પણ ક્રોમ જ હશે, પણ ફાસ્ટ ક્રોમને તમે હજી વધુ કેટલુંક ફાસ્ટ બનાવી શકો છો?

જો તમારો ઇન્ટરનેટ પરનો ઘણો સમય ક્રોમ બ્રાઉઝરમાં જતો હોય તો તેના કેટલાક શોર્ટકટ સમજી લેવા જેવા છે. આ લિસ્ટ લાંબું છે, પણ તેમાંથી બે-ચાર તમારી આંગળીના ટેરવે ચઢી જશે તો પણ તમારું બ્રાઉઝિંગ વધુ ફાસ્ટ બનશે એ નક્કી!

  • ક્રોમમાં તમે તમારી કોઈ ફેવરિટ સાઇટને હોમપેજ તરીકે સેટ કરી શકો છો. ક્રોમમાં સંખ્યાબંધ ટેબ્સ ઓપન કર્યા પછી, ગમે ત્યારે અહિ Alt+Home (એરો કીની ઉપરવાળી હોમ કી) પ્રેસ કરશો એટલે તમારું ક્રોમનું હોમપેજ ઓપન થશે.
  • કોઈ પણ ઓપન વેબસાઇટમાંના કન્ટેન્ટને રીફ્રેશ કરવું હોય તો F5 કી ઉપયોગી થાય છે એ તમે જાણતા જ હશો.
  • કંટ્રોલ કી સાથે એકથી ૮ ક્રમની કીનો ઉપયોગ કરીએ તો જે તે ક્રમની ટેબ સુધી પહોંચી શકાય છે. જોકે આ સુવિધા પહેલી બે-ત્રણ ટેબ સુધી કામ લાગે, તે પછી ટેબના ક્રમ યાદ રાખવા મુશ્કેલ છે!)
  • સંખ્યાબંધ ટેબ ખોલી નાખી હોય તો Ctrl+9 કી પ્રેસ કરવાથી સૌથી છેલ્લી ટેબ ઓપન થાય છે.
  • સંખ્યાબંધ ટેબના કિસ્સામાં બધી ટેબ વારાફરતી જોવી હોય તો Ctrl+Page Up ઞા કી પ્રેસ કરવાથી ડાબી તરફની ટેબ્સમાં જવાશે,Ctrl+Page Down કી પ્રેસ કરવાથી જમણી તરફની ટેબ્સમાં જઈ શકાશે.
  • આ જ કામ Ctrl+Tab કીથી પણ થઈ શકે છે. જોકે તેમાં ફક્ત એક જ દિશામાં જઈ શકાશે.
  • ઓપન પેજમાં ઉપર કે નીચે જવું હોય તો, નીચે જવા માટે ફક્ત સ્પેસબાર પ્રેસ કરો. ઉપર જવા માટે Shift + Spacebar.
  • F11 કી પ્રેસ કરવાથી તમે જે વેબપેજ જોઈ રહ્યા હો તે ફૂલ સ્ક્રીન મોડમાં ઓપન થાય છે. ફરી નોર્મલ મોડમાં જવું હોય તો ઊતભ કી નહીં ચાલે, પણ ફરી F11 કી પ્રેસ કરવી પડશે.
  • Esc કી કોઈ પેજ ઓપન થઈ રહ્યું હોય કે કશુંક ડાઉનલોડ થઈ રહ્યું હોય અને આપણે તેને અટકાવવું હોય ત્યારે કામ લાગે છે.
  • ઓકે, કમ્પ્યુટરમાં આપણે કોઈ પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય અને તેને ધરાર બંધ કરવો હોય તો ત્યારે Ctrl+Alt+Del કીનો ઉપયોગ કરીને ટાસ્ક મેનેજર ઓપન કરીએ છીએ. એ રીતે, ક્રોમમાં, Ctrl+Shift+Del કી પ્રેસ કરવાથી ક્લિયર બ્રાઉઝિંગ ડેટા વિન્ડો ઓપન થાય છે અને આપણો બધો જ પ્રાઇવેટ ડેટા ક્લિન કરી શકીએ છીએ!
  • જો તમે બુકમાર્ક્સનો ઉપયોગ કરતા હો તો Ctrl+D કી પ્રેસ કરવાથી જે તે વેબપેજને બુકમાર્ક કરી શકાશે.
  • Ctrl+Shift+O કી પ્રેસ કરવાથી બુકમાર્ક મેનેજર ઓપન થાય છે.
  • આ બધી કી તો આપણે બુકમાર્ક્સનો ઉપયોગ કરતા હોઈએ તો કામની છે, પણ ડાઉનલોડ વિન્ડો તો સૌને કામની બાબત છે. ક્રોમની મદદથી આપણે જે કંઈ ડાઉનલોડ કર્યું હોય (જો બધું ક્લિયર કરી ન નાખ્યું હોય તો) એ બધું જોવા માટે Ctrl+J કી પ્રેસ કરતાં ડાઉનલોડ વિન્ડો ઓપન થશે અને ડાઉનલોડ કરેલી બાબતોને કે તે જે ફોલ્ડરમાં સેવ કર્યું હોય તે ઓપન કરી શકાશે.
  • એથી પણ વધુ કામનો શોર્ટકટ આ છે Alt+D. આ કોમ્બિનેશનથી આપણે માઉસના કર્સરને એડ્રેસબારમાં લઈ જઈ શકીએ છીએ. ફાયદો એ છે કે એડ્રેસબારમાં જે લખેલું હોય તે તે સિલેક્ટ થઈ જાય અને આપણે તરત જ નવું એડ્રેસ કે કોઈ નવી સર્ચ ક્વેરી લખી શકીએ.
  • Ctrl + Tથી નવી ટેબ ઓપન થાય છે અને Ctrl + Nથી નવી વિન્ડો ઓપન થાય છે, એ તમે જાણતા જ હશો. ક્રોમ ઇન્ટરનેટ પરની તમારી હિલચાલની નોંધ ન રાખે એવું ઇચ્છતા હો તો Ctrl + Shift + N કરવાથી ઇન્કોગ્નિટો મોડમાં નવી વિન્ડો ઓપન થશે!

આગળ કહ્યું તેમ, આ લિસ્ટ લાંબું છે, પણ બે-ચાર શોર્ટકટની આદત પડી જશે તો પણ સરવાળે બ્રાઉઝિંગ ઝડપી બનશે!

(પૂરક માહિતી માટે વાચકમિત્ર રોહિત જોગીનો આભાર!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!