સાત વર્ષની સફર પૂરી કરવા બદલ અભિનંદન!
ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાં ‘ઇન્ટરેટના ડેટાની સફર – સાત સમંદર પાર’ લેખ એકદમ સચોટ અને અફલાતૂન રહ્યો. તમે ડેટાની સફરની સમજ આપતાં દરિયામાં ઊંડે ડૂબકી મરાવી! એક્સલન્ટ પીસ ને બહુ મજા આવી. આ લેખ પંદરેક દિવસ પહેલાં ટ્રેનમાં વાંચ્યો હતો, પણ પછી પ્રતિભાવ મોકલવાનું રહી ગયું હતું.
– પાર્થ ભટ્ટ, અમદાવાદ
અમારા ઇન્સ્ટિટ્યૂટ, સી. યુ. શાહ કોલેજ ઓફ માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન,વઢવાણમાં અમે ઘણા સમયથી ‘સાયબરસફર’ મેગેઝિનનું લવાજમ બંધાવ્યું છે. દરેક અંકના લેખો વાંચવા ગમે છે.
દરેક લેખ વિષય એ જાણકારીની રીતે જ્ઞાનપ્રેરક હોય છે ને અમારા ટીચિંગ ફેકલ્ટીઝ અને વિર્દ્યાર્થીઓ સૌ તેનો સંદર્ભ લે છે.
-ડો. એચ.બી. ભાડકા, ડિરેક્ટર, સીસીએમસીએ, વઢવાણ
ફેબ્રુઆરીનો અંક વાંચ્યો. ઇન્ટરેટના ફાઇબર ઓપ્ટિકલની ઇન્દ્રજાળ વિશેનો લેખ રોમાંચક રહ્યો. એન્ડ્રોઇડન ફંક્શન વિશેની માહિતી ચીચાચાલુ રહી કારણ કે ‘સાયબરસફર’ના વાચકોને એ બધા સેટિંગની તો જાણકારી હોય જ. અંદરના વિશેષ સેટિંગ્સની જાણકારી આપો.
– મહેન્દ્રકુમાર જોશી, કૌંઢ ક્ન્યાશાળા, કૌંઢ (ધ્રાંગધ્રા)
