(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)


“આકાશમાં સાંજે આઇએસએસનાં દર્શન થયાં ત્યારે આખું ગામ કીકીયારીથી જાણે ગુંજી ઊઠ્યું…

છેલ્લા ઘણા સમયથી અમુક યા તમુક કારણોસર વાતર્લિાપ થઈ શક્યો નથી… પણ માર્ચ ૨૦૧૫નો અંક વાંચ્યા પછી રહી શકાયું નહીં. છેલ્લા ઘણા સમયથી ‘સાયબરસફર’ પર એક્સક્લુઝિવ લેખ વાંચવામાં આવ્યો નહોતો, અલબત લેખ ખૂબ જ સારા હતા, પણ ગતાંકમાં “અગાશીએથી અવકાશદર્શનનો લેખ વાંચી ખરેખર રૂવાંડા બેઠાં થયાં!

ખગોળશાસ્ત્રનો રસિયો હોવાના લીધે (જોકે માણસ ભાષાનો છું, પણ જિજ્ઞાસાને ક્યાં સિમાડા નડે છે?) અને એકદમ આકર્ષક ફ્રન્ટપેજ પરના ચિત્રને જોઈને અદમ્ય જિજ્ઞાસા જાગી કે “આજે જામી ગઈ લ્યો…! ખરેખર ખૂબ જ સારી માહિતીને શોધીને આપ અવિરત પીરસી રહ્યા છો એ ગુજરાતી અને ગુજરાતનું ગૌરવ છે. મેગેઝિન દ્વારા પણ  સેવા કરી શકાય એ આપ પાસેથી જાણ્યું છે… તમારે ક્યાંય ચારધામની યાત્રા કરવા નહીં જવું પડે એ મારી ગેરેંટી છે! અને હવે મૂળ વાત…

આપનો આ લેખ વાંચીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આકાશમાં આંબવાના જાણે ઓરતા જાગ્યા. અદ્ભુત એપ્લિકેશન ડાઉનલોડ કરીને કામ શરૂ થયું અને વહેલી સવારે ૫ વાગ્યે જાગીને (કોઈ દિવસ આટલો વહેલો કામ સિવાય જાગ્યો હોઉં એવો આ પ્રથમ બનાવ) મોબાઇલમાં નજર રાખી અગાશીએ ઊભો ઊભો આકાશમાં ઉડતો તરાપો જોવા વ્યાકુળ બન્યો અને છેલ્લે જ્યારે આકાશમાં ઉડતું એકવીસમી સદીનું પુષ્પક વિમાન જોયું ત્યારે ખરેખર વિજ્ઞાન સાથે એક તાદાત્મ્ય અને જોડાણ અનુભવ્યું…. મનોમન સલામ કરી, તમને અને વિજ્ઞાનને… અને હવે રોજ ઉપગ્રહ અને આઇએસએસ જોયા વિના રહેવાતું નથી.

એનાથી વિશેષ મારા ગામનાં કેટલાંય બાળકો, યુવાનો, પડોશીઓ અને ગ્રામજનોને પણ વાત કરી. મારી પાસે રહેલા વીડિયો બતાવીને આઇએસએસથી વાકેફ કર્યા અને હવે આજે એ લોકો પરિવાર સહિત રોજ અગાશીમાં જોવા મળે છે એ ‘સાયબરસફર’ ટીમને આભારી છે.

અને વળતા દિવસે મારી શાળામાં જઈને રોજિંદું ભણવાનું પડતું મૂકીને ‘સાયબરસફર’ હાથમાં લઈને નવું ભણાવવાનું શરૂ કર્યું અને નાની નાની ઢીંગલીઓને માહિતીથી અવગત કરી. બોર્ડ ઉપર ગોળ નકશો દોરી કામચલાઉ રડાર દોરી આજે કેટલા વાગે… કઈ દિશામાં આઇએસએસ નીકળશે એ સમજાવ્યું… અને જોવા કહ્યું…

આખા કરદેજ ગામની દીકરીઓથી અગાશી ભરાઈ ગઈ અને ફોનનો મારો ચલાવવામાં આવ્યો કે હવે કેટલી વાર છે… અંતે કયામત કી ઘડી આવી અને આકાશમાં સાંજે આઇએસએસનાં દર્શન થયાં ત્યારે આખું ગામ કીકીયારીથી જાણે ગુંજી ઊઠ્યું… અને વળતે દિવસે શાળામાં “સર, મેં સ્પેસ શટલ જોયું, (સ્પેસ સ્ટેશન નહીં હો…) સર, મેં પણ જોયું એવું સાંભળ્યું ત્યારે તેના શબ્દો અને આંખોમાં એક વીરલ મહામાનવ બનવાની ચિનગારી જોઈ.

આજે ગામના વાલીઓ પણ ફોન કરી પૂછે છે કે “સાહેબ આજે ક્યારે નીકળવાનું છે? રોટલા ઘડવાનું પડતું મૂકીને અમારા ગામડાની બાયું પણ આકાશ સામે મીટ માંડે એ જોઈને મનોમન હરખનાં આંસુ આવે છે. જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારવામાં ‘સાયબરસફર’ ટીમની અમને અવિરત મદદ મળી છે એ વાતને તમારા સુધી પહોંચાડવા માટે આપને આ આભારદર્શનના પત્ર જેવો લાં… બો… લાં… બો… અભિપ્રાય લખી રહ્યો છું.

‘સાયબરસફર’ના દરેક અંકને મારી શાળાના ડિસ્પ્લે પર રજૂ કરીને જિજ્ઞાસા સંતોષવાના અને જગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

‘સાયબરસફર’ ટીમને લાખ લાખ અભિનંદન… ફરી વાર આવા જ એક ઉમદા લેખની રાહ જોઈ રહેલાં કરદેજ ક્ધયાશાળાનાં બાળકો…


રોહિત ચૌહાણ – શ્રી કરદેજ કન્યાશાળા

તા-જી- ભાવનગર -૩૬૪૦૬૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!