જૂન ૨૦૧૫ની કવરસ્ટોરીમાં, વિકિપીડિયાના નવા જાદૂઈ સ્વરૂપ સમાન વિકિવેન્ડ વિશે વાંચીને મેં એ એક્સ્ટેન્સન ડાઉનલોડ કરી લીધું. ખરેખર બહુ સરસ અને બહુ ઉપયોગી સુવિધા છે. માહિતી આપવા બદલ આભાર. ‘સાયબરસફર’ મજાનું મેગેઝિન છે, આભાર!
– ભાવુ ચવાણ, દીવ
‘સાયબરસફર’ મેગેઝિનથી હું ખરેખર ખૂબ ખુશ છું. કમ્પ્યુટર અને નવી ટેક્નોલોજી વિશેની મારી જિજ્ઞાસા સો ટકા સંતોષાય એવું મેગેઝિન છે. આ જ દિશામાં સતત આગળ વધતા રહેશો.
જુલાઈ ૨૦૧૫ના અંકમાં એન્ડ્રોઇડ એપ ‘એક્સપેન્સ મેનેજર’ વિશે જાણવાની પણ બહુ મજા પડી. ખરેખર ગજબની ઉપયોગી એપ છે. આવી બીજી એપ્સ વિશે જણાવતા રહેશો.
પ્લે સ્ટોરમાં એવી બીજી કોઈ એપ છે, જે આપણા ટાઇમને મેનેજ કરવામાં ઉપયોગી થાય? જેમ કે રોજેરોજનું ટાઇમટેબલ બનાવવું હોય કે આવતી કાલનાં કામનું પ્લાનિંગ કરવું હોય તો ઉપયોગી થાય એવી એપ્સ વિશે જણાવશો.
‘સાયબરસફર’ના ખૂબ સારા ભાવિ વિશે શુભેચ્છાઓ!
– અંકિત સતપરા
આપની વેબસાઇટ સતત અપડેટ કરતા રહેશો, કારણ કે હું પ્રિન્ટ કોપી આવે તે પહેલાં વેબસાઇટ પર આખું મેગેઝિન વાંચી લઉં છું.
મારા તરફથી એક બીજું સૂચન પણ છે. આપનું મેગેઝિન એન્ડ્રોઇડ એપ સ્વરૂપે પણ ચાલુ કરો તો અમે મોબાઇલમાં પણ મેગેઝિન વાંચી શકીએ. આજે મોટા ભાગના લોકો એન્ડ્રોઇડ એપ વાપરે છે એટલે યુઝરનેમ, પાસવર્ડ સાથે આવી સગવડ આપી શકાય તો ઘણું સારું. એન્ડ્રોઇડ એપ્સ વાપરતાં બાળકોને પણ આ ખૂબ ઉપયોગી થશે.
– ભાર્ગવ ભટ્ટ, અમદાવાદ
(આપે નોંધ્યું હશે તેમ, વેબસાઇટ પર હવે દરેક અંક દર મહિનાના પહેલા ત્રણ દિવસમાં, ફ્લિપબુક સ્વરૂપે અને નોર્મલ વેબપેજ સ્વરૂપે વાંચી શકાય છે. મેગેઝિનની એપ નથી, પણ વેબસાઇટ મોબાઇલ-ફ્રેન્ડલી હોવાથી મોબાઇલમાં પણ સહેલાઈથી વાંચી શકાય છે. આ વિશે બીજા નંબરના ટાઇટલ પેજ પર વધુ માહિતી આપી છે.- સંપાદક)


