જુદાં જુદાં બ્રાઉઝર આપણું બ્રાઉઝિંગ ઝડપી બનાવવા માટે જે તે વેબપેજની સામગ્રી કામચલાઉ ધોરણે સાચવી રાખે છે. આપણે કમ્પ્યુટરની સફાઇના ઉત્સાહમાં તેને ઉડાડી દઈએ તો ગમતી સાઇટ્સ ધીમે લોડ થાય. વિગતવાર સમજીએ આખી વાત.
આગળ શું વાંચશો?
- પહેલાં સમજીએ બ્રાઉઝર કેશ
- તો પછી કરવું શું?
ઇન્ટરેટ પર સર્ફિંગ કરતી વખતે તમે જે વેબસાઇટ ઓ કરી રહ્યા હો, તેા જરુરી બધી સામગ્રી – ફોટોગ્રાફ, લખાણ વગેરે – ફટાફટ દેખાવા માંડે છે કે પછી બધું ધીમે ધીમે લોડ થતું હોય એવું લાગે છે? આ રીતે ધીમું બ્રાઉઝિંગ થવાનાં મુખ્ય બે-ત્રણ કારણો હોઈ શકે છે, એક તો આપણું ઇન્ટરનેટ કનેકશન પોતે જ ધીમું હોય, બીજું આપણું કમ્પ્યુટર જૂનું હોય અને ખાસ પાવરફૂલ હોય અને ત્રીજું, આપણે તેને જાણે-અજાણે કરેલી ભૂલો નડતી હોય!
પહેલાં બે કારણ – ધીમું નેટ કનેકશન અને બીજું જૂનું કમ્પ્યુટર – આપણે તરત કદાચ બદલી શકીએ, પણ આપણી પોતાની ભૂલો સુધારી લઈએ તો પણ ઇન્ટરનેટ સર્ફિંગને ઠીકઠીક ઝડપી બનાવી શકીએ છીએ.
પહેલાં સમજીએ બ્રાઉઝર કૅશ
સામાન્ય રીતે, આપણે કોઈ પણ બ્રાઉઝરમાં કોઈ વેબસાઇટ ઓ કરીએ એટલે આપણા બ્રાઉઝરે એ વેબપેજ પરની જુદી જુદી તમામ સામગ્રી ડાઉનલોડ કરવી પડે છે. તેમાં એ વેબપેજ પરની ઇમેજીસ, લખાણ કેવું દેખાવું જોઈએ તે નક્કી કરતી સ્ટાઇલશીટ્સ અને અન્ય ઘણું બધું સામેલ હોય છે. આપણું બ્રાઉઝર, એ વેબપેજ બરાબર રીતે બતાવવા માટે તેણે જે કંઈ ડાઉનલોડ કર્યું હોય એ બધું જ ભવિષ્યના ઉપયોગ માટે, થોડા સમય માટે આપણા કમ્પ્યુટરમાં સંગ્રહ કરી લે છે. ટેકનિકલ ભાષામાં તેે કૅશ (કેટલાક તેો ઉચ્ચાર કેચ પણ કરે છે) કહે છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર તેે ‘ટેમ્પરરી ઇન્ટરનેટ ફાઇલ્સ’ કહે છે.

આવી રીતે કમ્પ્યુટરમાં કૅશ કે ટેમ્ટેપરરી ફાઇલ્સ સંગ્રહ થવાનો ફાયદો એ થાય કે આપણે જ્યારે બીજી કોઈ વાર એ જ વેબસાઇટ પર જઈએ ત્યારે બ્રાઉઝરે બધો મસાલો ફરી ડાઉનલોડ કરવો પડતો નથી એ કમ્પ્યુટરમાં સંગ્રહ થયેલા જૂના મસાલાથી કામ ચલાવી લે છે. જેમ કે તમે સાયબરસફરની સાઇટની એકવાર મુલાકાત લીધી, તો સાઇટ પરનો લોગો, અત્યાર સુધીમાં પ્રકાશિત જુદા જુદા અંકોના કવરેજની ઇમેજ એ અન્ય સામગ્રી તમારા કમ્પ્યુટરમાં સંગ્રહ થઈ જાય છે. આ બધું, તમે બીજી વાર એ સાઇટ પર જાઓ ત્યારે કામ લાગે છે એ ફરી બધું ડાઉનલોડ કરવાની જરુર હોવાની પેજ ર અને બધું વધુ ઝડપી લોડ થાય છે!
હવે જો આપણે કમ્પ્યુટરા થોડા જાણકાર હોઈએ એ સીક્લિનર જેવા પ્રોગ્રામની મદદ પછી કે બીજી કોઈ રીતે કમ્પ્યુટરમાંથી બધી ટેમ્પરરી ફાઈલ્સની નિયમિત સફાઈ કરતા હોઈએ તો તેથી સાોસા બ્રાઉઝર કૅશી પણ સફાઈ થઈ જાય. પરિણામે, એકી સાઇટી આપણે ફરી મુલાકાત લઈએ ત્યારે બ્રાઉઝરે બધું નવેસરથી ડાઉનલોડ કરવું પડે એ આપણું બ્રાઉઝિંગ ધીમું થાય. આનો અર્થ એવો નથી કે સીક્લિનરથી નિયમિત સફાઈ કરવી, કમ્પ્યુટરની સફાઈ માટે એ બ્રાઉઝરના પણ અમુક ડેટાની સફાઈ માટે એ જરુરી છે, પણ બ્રાઉઝિંગ ઝડપી કરવા માટે આપણે બ્રાઉઝર કૅશી સફાઈ કરીએ તો વધુ સારું.
માત્ર સીક્લિનર નહીં, તમામ બ્રાઉઝરમાં પણ આપણો બ્રાઉઝિંગ ડેટા ડિલીટ કરવાની સગવડ હોય છે. આપણે જ્યારે જ્યારે બ્રાઉઝર બંધ કરીએ ત્યારે બધો બ્રાઉઝિંગ ડેટા ક્લિ થઈ જાય એવું સેટિંગ પણ શક્ય છે. પરંતુ, તેમાં દરેક વખતે બ્રાઉઝર કૅશ પણ ડિલીટ થઈ જાય છે!
તો પછી કરવું શું?
દેખીતો ઉપાય એ છે કે જ્યારે આપણે કમ્પ્યુટરમાંથી ટેમ્પરરી ફાઇલ્સ કે બ્રાઉઝર ડેટાની સફાઇ કરીએ ત્યારે બ્રાઉઝર કૅશી સફાઇ કરીએ. આધુનિક બ્રાઉઝર્સનો ફાયદો એ છે કે એ આવા બ્રાઉઝર કૅશના પ્રમાણ પર અંકુશ રાખે છે. એટલે, આપણે તેે સાફ કરીએ તો એ વધતો જ રહે એવી ચિંતા કરવાની જરુર નથી. આપણા બ્રાઉઝર કૅશું પ્રમાણ અમુક હદી વધે ત્યારે બ્રાઉઝર પોતે જૂનો ડેટાને ઓટોમેટિકલી ડિલીટ કરી નાખે છે.
જો તમે ગૂગલ ક્રોમો ઉયોગ કરતા હો તો…
- જમણી તરફી ત્રણ આડી લીટી પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ.
- નીચે ‘શો એડવાન્સ્ડ સેટિંગ્સ’ પર ક્લિક કરો.
- તેમાં ‘પ્રાઇવસી’ વિભાગમાં ‘ક્લિયર બ્રાઉઝિંગ ડેટા’ બટન પર ક્લિક કરો.
અહીંથી તમે છેલ્લા કલાક કે દિવસથી માંડીને સાવ પહેલેથી તમે જે કંઈ બ્રાઉઝ કર્યું હોય તેની હિસ્ટ્રી, ડાઉનલોડ હિસ્ટ્રી, જુદી જુદી સાઇટ પરથી ડાઉનલોડ થતી કૂકીઝ, પ્લગ-ઇન ડેટા, કૅશ્ડ ઇમેજીસ અને ફાઇલ્સ, સેવ થયેલા પાસવર્ડ (આપણે મંજૂરી આપી હોય તો), ફોર્મ ઓટોફિલ કરવાનો ડેટા, વગેરે બધું ડિલીટ કરી શકાય છે. આવું કરતી વખતે કૅશ્ડ ઇમેજીસ એન્ડ ફાઇલ્સ સામેેનું બોક્સ અટિક કરી દઈએ તો કૅશ ડિલીટ થશે નહીં.
સીક્લિનક જેવા ટૂલનો ઉપયોગ કરતી વખતે તેમાં વિન્ડોઝ ઉપરાંત જુદી જુદી એપ્લિકેશન્સના બિનજરુરી ડેટાને ક્લિત કરવાની સવલત મળે છે. તમે જે બ્રાઉઝરો નિયમિત ઉપયોગ કરતા હો તે બ્રાઉઝરો ઇન્ટરનેટ કૅશ સીક્લિનર ડિલીટ કરે તેની કાળજી રાખી શકાય.
હવે તમે તમારા ફેવરિટ બ્રાઉઝરમાં કૅશ્ડ ડેટાને સાચવી રાખશો, તો તમારા બ્રાઉઝિંગની ઝડપમાં અને તમારી ફેવરિટ સાઇટ્સ લોડ થવાના સમયમાં તમને દેખીતો સુધારો લાગશે!

