(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકની ન્યૂઝ ફીડમાં ફરી ફેરફાર

ફેસબુકમાં આપણા અસંખ્ય મિત્રો હોય, આપણે સંખ્યાબંધ પેજીસ લાઇક કર્યાં હોય, તે બધા પોતપોતાની રીતે ફેસબુક પર કંઈને કંઈ નવું મૂકી રહ્યા હોય, એ બધું ફેસબુક આપણને ન્યૂઝ ફીડમાં બતાવે છે.

આગળ શું વાંચશો?

  • ટ્વીટરમાં ૧૪૦ કેરેકટરની મર્યાદા નહીં રહે

  • ફેસબુકે ફેસ રેકગ્નિશન ટેકનોલોજી પાવરફુલ બનાવી

  • ગૂગલની પત્રકારો માટે નવી સર્વિસ

પણ દર મિનિટે આવી અસંખ્ય બાબતો ફેસબુક પર મૂકાતી હોય તેમાંથી આપણને શું શું બતાવવું એ ફેસબુક કેવી રીતે નક્કી કરે છે એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. હમણાં ફેસબુકે જાહેર કર્યું છે કે ન્યૂઝ ફીડમાં શું શું બતાવવું તે નક્કી કરતી વખતે હવે તે કોઈ વ્યક્તિ શું લાઈક કરે છે કે કઈ કઈ પોસ્ટ પર કમેન્ટ લખે છે એ તપાસવા ઉપરાંત, જે તે વ્યક્તિએ જે તે મુદ્દાને વાંચવા માટે કેટલો સમય ગાળ્યો એ પણ ધ્યાનમાં લેશે!

ફેસબુકના કહેવા મુજબ, ક્યારેક એવું પણ બને કે કોઈ મહત્વના મુદ્દા વિશે આપણે કંઈ લાઇક કે કમેન્ટ કરવાનું ન હોય પણ એ વાંચવું જરૂરી હોય તો આપણે તેને વાંચવામાં પૂરતો સમય આપીએ. ફેસબુક આ સમય પણ નોંધીને, એ પ્રકારના ન્યૂઝ આપણને વધુ પીરસશે! આ ફેરફારની આપણને દેખીતી ખબર તો નહીં પડે, પણ તેનો અમલ જુલાઈથી શરૂ થઈ જશે.

ટ્વીટરમાં ૧૪૦ કેટેક્ટરની મર્યાદા નહીં રહે!

આ સમાચાર તમે અખબારમાં વાંચ્યા હશે, પણ અધૂરા! મોટા ભાગનાં અખબારોએ આપણને કહ્યું કે ટ્વીટરમાં હવે ૧૪૦ કેરેક્ટર્સની મર્યાદા નહીં રહે, ઉલટાનું લોકો ૧૦,૦૦૦ કેરેક્ટર્સ સુધી પોતાના મેસેજને લંબાવી શકશે! પરંતુ અખબારો એ મહત્વનો મુદ્દો ચૂકી ગયાં કે ટ્વીટરમાં આ ફેરફાર ફક્ત ડાયરેક્ટ મેસેજ માટે થઈ રહ્યો છે, મૂળ ટવીટ માટે નહીં! સ્ટેટસ ટવીટ માટે તો પેલી મર્યાદા રહે જ છે.

આ ફેરફારનો લાભ જુલાઈ મહિનામાં તમામ યુઝર્સને મળવાનો શરૂ થઈ જશે તેવો અંદાજ છે.

ટ્વીટરમાં બીજો મોટો ફેરફાર એ છે કે તેના હાલના સીઈઓ ડિક કોસ્ટોલોએ રાજીનામું આપ્યું છે. ટ્વીટરની લોકપ્રિયતા વધારવામાં તેમનો મોટો ફાળો છે, પણ ટ્વીટર કંપનીના રોકાણકારોને તેમની કામગીરીમાં બહુ વિશ્વાસ ન હોવાથી તેમણે છેવટે રાજીનામું આપવું પડ્યું!

ફેસબુકે ફેસ રેકગ્નિશન ટેકનોલોજી વધુ પાવરફૂલ બનાવી

ટેકનોલોજી કંપનીઓમાં ફેસ રેકગ્નિશન એટલે કે ચહેરો ઓળખી આપતી ટેકનોલોજીમાં એકમેકથી આગળ રહેવાની જબરી હરીફાઈ શરૂ થઈ છે. જો તમે ગૂગલના પિકાસા સોફ્ટવેરનો ઉપયોગ કરતા હશો તો તેમાં જોયું હશે કે, આપણે કોઈ ફોટોગ્રાફમાંની કોઈ વ્યક્તિને એક વાર ઓળખી બતાવીએ પછી સિસ્ટમ આપમેળે બીજા બધા ફોટોગ્રાફમાં એ વ્યક્તિને ઓળખી બતાવે છે અને તેના ફોટોગ્રાફને અલગ તારવી આપે છે. હમણાં શરૂ થયેલી ગૂગલ ફોટોની અલગ સર્વિસમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે અલબત્ત તેમાં એ સુવિધા હજી યુએસ પૂરતી સીમિત છે.

બીજી તરફ ફેસબુક દ્વારા પણ પોતાની ફેસ રેકગ્નિશન ટેકનોલોજીમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે.

ફેસબુકે વિકસાવેલ નવાં અલ્ગોરિધમ્સ એટલાં પાવરફુલ મનાય છે કે તેમાં વ્યક્તિનો ચહેરો પૂરેપૂરો દેખાતો ન હોય તો પણ તેની ઓળખ થઈ શકે છે. અગાઉ આવી ટેકનોલોજી ફક્ત સલામતી સંસ્થાઓ દ્વારા ગુનેગારોની ઓળખ માટે ઉપયોગમાં લેવાતી હતી પણ હવે તેનો વ્યાપ વધુ વિસ્તર્યો છે.

ફેસબુકની નવી ટેકનોલોજીમાં વ્યક્તિની ઓળખ સ્પષ્ટ કરવા માટે તેના ચહેરા ઉપરાંત બીજી ઘણી લાક્ષણિકતાઓને પણ ધ્યાનમાં લેવાય છે. જેમ કે ફેસબુકના આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સના વડા યાન લીકન કહે છે કે “માર્ક ઝકરબર્ગને આપણે તેમના ગ્રે ટીશર્ટથી પણ ઓળખી શકીએ કારણ કે તેઓ હંમેશા તે જ રંગનું ટીશર્ટ પહેરે છે. એટલું નક્કી કે ફેસબુકની ટેકનોલોજી ટીશર્ટના રંગ સિવાય પણ ઘણી બાબતોને ધ્યાનમાં લેતી હશે. એ પણ નોંધવું જરૂરી છે કે આ ટેકનોલોજી જેટલી વધુ વિકસી રહી છે એટલો પ્રાઈવસીનો મુદ્દો પણ વધુ ચર્ચાસ્પદ બનતો રહ્યો છે.


ગૂગલની પત્રકારો માટે નવી સર્વિસ

ટેકનોલોજી અને મીડિયા એકબીજાની બહુ નજીક આવી રહ્યા છે, પરંતુ પરંપરાગત પ્રિન્ટ મીડિયાના પત્રકારો સામાન્ય રીતે નવી ટેકનોલોજીથી બહુ માહિતગાર ન રહેતા હોવાનું એક સામાન્ય વલણ છે. જે અખબારોમાં ટેકનોલોજીલક્ષી સમાચારોના ઓછા પ્રમાણમાં કે ક્યારેક અધૂરી સમજથી છપાતા ખોટા સમાચારમાં પણ દેખાઈ આવે છે (જુઓ બાજુના ટ્વીટરના સમાચાર).

ગૂગલ આ પરિસ્થતિ બદલવા ઈચ્છે છે. ગૂગલ સર્ચ ઉપરાંત તેની મેપ્સ, યુટ્યૂબ, અર્થ વગેરે સર્વિસ પણ પત્રકારોને સમાચારોના રિપોટિંગમાં કે લેખને વધુ માહિતીપ્રદ બનાવવામાં ઘણી મદદરૂપ થઈ શકે છે, એ બધી સર્વિસની મીડિયામાં ઉપયોગિતા ધ્યાને રાખીને ગૂગલે ન્યૂઝ લેબ નામે એક નવી સર્વિસ શરુ છે. આ સર્વિસમાં દુનિયાભરના પત્રકારો માટે આ બધી પ્રોડ્કટસ વિશે ખાસ પત્રકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા ટ્યુટોરિયલ્સનો લાભ લઈ શકે છે.

તમે પણ આ સર્વિસ જોઈ શકો છો અહીં : https://newslab.withgoogle.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!