(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આવી ગઈ છે ફેસબુક મોમેન્ટ્સ

ફેસબુકે એવી ટેક્નોલોજી વિક્સાવી છે કે કોઈ ફોટોગ્રાફમાં આપણો સ્પષ્ટ ચહેરો ન દેખાતો તો પણ તે આપણને ઓળખી બતાવે છે. આ ટેક્નોલોજીને કામે લગાડીને તેણે બનાવી છે નવી ફોટોશેરિંગ એપ.

ફોટો રેકગ્નિશન ક્ષેત્રે દુનિયાની અગ્રણી ટેક કંપનીઓ ઘણી આગળ વધી ગઈ છે. તમે પીસીમાં પિકાસા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હોય તો તમે જાણતા હશો કે તેમાં આપણે અમુક ફોટામાં અમુક વ્યક્તિ ઓળખી બતાવીએ તે પછી સિસ્ટમ આપોઆપ એ વ્યક્તિના બધા ફોટોગ્રાફ અલગ તારવી આપે છે.

યુએસ પછી ભારતમાં લોન્ચ થયેલી ફેસબુકની મોમેન્ટ્સ એપમાં કંઈક આવી જ અને એથી પણ આગળ વધતી કરામત છે. ફેસબુકે આ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે લોન્ચ કરી છે.

આ એપ શું છે એ સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ. અગાઉ લગ્નપ્રસંગે એક ફોટોગ્રાફર રોકવામાં આવતો, એ જેટલા ફોટોગ્રાફનું આલબમ બનાવે તેનાથી સૌએ સંતોષ માનવો પડતો. હવે દરેક પ્રસંગે સૌ કોઈ ફોટોગ્રાફર હોય છે. છતાં એવું પણ બને કે આપણે બધાના ફોટોગ્રાફ્સ લઈએ, પણ બીજાએ લીધેલા આપણા ફોટોગ્રાફ્સ આપણને ખુદને જોવા જ ન મળે! એના ઉપાય તરીકે હવે સૌ કોઈ ફોટોગ્રાફ્સ લીધા પછી વોટ્સએપ કે ફેસબુક પર શેર કરવા લાગ્યા છે. બધા લોકોએ એક પ્રસંગના લીધેલા ફોટોગ્રાફ્સને એકઠા કરવા માટે ઘણા લોકો ખાસ એ હેતુ માટે વોટ્સએપનું અલગ ગ્રૂપ પણ બનાવી લે છે.

જોકે ફેસબુકની મોમેન્ટ્સ એપથી એવી કસરત કરવી પડશે નહીં. આ એપ તમે સ્માર્ટફોનન કે મોબાઇલમાં ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો એટલે સૌથી પહેલાં તો ફેસબુક ધરપત આપે છે કે ચિંતા કરશો નહીં, તમારા ફોટોઝ પ્રાઇવેટ રહેશે અને તેને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવશે નહીં.

આપણે ફેસબુકમાં લોગ-ઇન હોઈએ તો એ જ એકાઉન્ટથી મોમેન્ટમાં પણ આગળ વધી શકીએ.

જોકે આગળ વધતાં પહેલાં થોડા ફ્લેશબેકમાં જઈએ. ૨૦૧૨માં ફેસબુકે ઓટોમેટિક ફોટોસિન્કની સગવડ આપી હતી, જેને કારણે આપણને ફેસબુક પર આપણા ફોટોઝ સ્ટોર કરવાની અને ઇચ્છીએ ત્યારે તેને પબ્લિક કરવાની સગવડ મળી હતી. એ પછી, ૨૦૧૪માં ફેસબુકે ફોટોશેરિંગ એપ સ્નેપચેટને ખરીદવાની કોશિશ નિષ્ફળ ગયા પછી, તેના વિકલ્પ જેવી સ્લિંગશોટ નામની એપ આપી, જે ખાસ લોકપ્રિય થઈ નહીં.

પરંતુ હવે આવેલી મોમેન્ટ્સમાં ફોટોસ્ટોરેજ, ઓટોસિન્કિંગ અને પ્રાઇવેટ શેરિંગની સગવડ એક સાથે મળે છે. આ એપ ઓપન કરીએ એટલે પહેલાં આપણા ફોનની ગેલેરીમાંના ફોટોગ્રાફ્સ કોઈ ચોક્કસ તારીખ કે સરખા લાગતા પ્રસંગ અનુસાર ગ્રૂપ થાય છે. ફેસબુક તેને મોમેન્ટ્સ કહે છે. આપણે જે તે ગ્રૂપને આપણી પસંદ અનુસાર નવું નામ આપી શકીએ છીએ. આ બધાં ગ્રૂપ્સ પ્રાઇવેટ રહે છે, સિવાય કે આપણે પોતે તેને ફેસબુક પરના બીજા મિત્રો કે ફોટોગ્રાફમાં જોવા મળતા મિત્રો સાથે તેને શેર કરીએ. ફેસબુકની સ્પષ્ટતા અનુસાર, આપણે મોમેન્ટ્સમાંના ફોટોગ્રાફ્સ કોઈ મિત્ર સાથે સિન્ક ન કરીએ ત્યાં સુધી તે ફેસબુકના સર્વર પર અપલોડ થતા નથી. મતલબ કે આપણે સિન્ક ન કરેલો કોઈ ફોટોગ્રાફ ગેલેરીમાંથી ડિલીટ કરીએ તો તે મોમેન્ટ્સમાં પણ દેખાતો નથી. પરંતુ તેને કોઈ ચોક્કસ મિત્ર સાથે સિન્ક કરી દીધા પછી એ મિત્ર તે ફોટોગ્રાફ્સ તેની મોમેન્ટ્સ એપમાં જોઈ શકે છે. આ ફોટોઝ તે પોતાના ડિવાઇસમાં સેવ કરી શકે છે કે આગળ, પોતાના બીજા મિત્રો સાથે પણ સિન્ક કરી શકે છે.

મોમેન્ટ્સમાં આપણે લોગ-ઇન થઈને આગળ વધીએ એટલે આ એપ ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીને આધારે વિવિધ ફોટોગ્રાફ્સમાં આપણા મિત્રોને અને આપણને ઓળખી લે છે અને આપણને તેમની સાથે ફોટોઝ સિન્ક કરવાનું સૂચન કરે છે. જોકે ફેસબુકમાંના ટેગિંગ કરતાં આ જરા જુદું છે, મોમેન્ટ્સમાં મેન્યુઅલ ટેગિંગને બદલે ઓટોમેટિકલી ચહેરા ઓળખવાની ટેક્નોલોજીનો જ ઉપયોગ થાય છે. આપણે ઇચ્છીએ તો જે તે ગ્રૂપમાંના ફક્ત અમુક ફોટોગ્રાફ્સ સિલેક્ટ કરીને તેને પણ બીજા સાથે સિન્ક કરી શકીએ છીએ.

ભારતના લોકોને મોમેન્ટ્સની યથાવત ભેટ તો મળી જ છે, એ સાથે એમાં ઉમેરાયેલી એક નવી સુવિધાનો લાભ પણ મળશે. મોમેન્ટ્સમાં એક વીડિયો ફીચર ઉમેરાયું છે, જેમાં સિસ્ટમને ઓછામાં ઓછા ૬, પ્રમાણમાં સરખા ફોટોગ્રાફ્સ જોવા મળે તો તેમાંથી આપોઆપ એક વિડિયો મોન્ટાજ તૈયાર કરે છે, જેમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઉમેરાઈ જાય છે! પછીથી આપણે તેને આપણી મરજી મુજબ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.


જોકે આ વીડિયોને ફક્ત ફેસબુક પર જ શેર કરી શકાય છે અને બીજા મિત્રોને તેમાં ટેગ કરી શકાય છે.


ફેસબુક અને ગૂગલ જેવી કંપનીનાં મશીન ફોટમાંના માણસને કેવી રીતે ઓળખે છે? જાણીશું આગામી કોઈ અંકમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!