(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડાઉનલોડ કરો, જેન્યુઇન ફ્રી ઈ-બુક્સ!

ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સની ભરમાર છે, પણ લેટેસ્ટ અને જેન્યુઇન ફ્રી ઈ-બુકસ શોધવાનું કામ સહેલું નથી. આવી સ્થિતિમાં એક વેબસર્વિસ આપણી પસંદ અનુસાર, એમેઝોન, ગૂગલ પ્લે વગેરે પર ઉપલબ્ધ ફ્રી ઈ-બુક્સ તારવી બતાવે છે.

ઓક્કે, તો તમને મૂવીઝ જોવાનો જબરો શોખ છે. ઇચ્છા તો એવી હોય છે કે દર શુક્રવારે રીલિઝ થતી બધી ફિલ્મ જોઈ નાખવી, પણ મલ્ટિપ્લેક્સમાં ટિકિટના દર આપણને બ્રેક લગાવે છે, એટલે જ આપણે કોઈ ચોક્કસ વારે ટિકિટના દર ખાસ્સા ઘટાડી નાખતી સ્કીમ્સની તલાશમાં રહીએ છીએ. હવે ધારો કે કોઈ મલ્ટિપ્લેક્સ વન્ડરફૂલ વેનસડે જેવી સ્કીમ ઘડી કાઢે અને દર બુધવારે અમુક ટિકિટ બિલકુલ ફ્રીમાં આપે તો? જલસો પડી જાય! પણ જલસો તો જ પડે, જો આવી સ્કીમ આપણા ધ્યાનમાં આવે. આપણે દરરોજ તો બધી મલ્ટિપ્લેક્સની સાઇટ તપાસવા જઈ શકવાના નથી!

હવે ધારો કે એવી કોઈ સર્વિસ હોય, જે આવી ધાંસૂ સ્કીમ્સ વિશે આપણને ફેસબુક, ટ્વીટર કે ઈ-મેઇલ દ્વારા જાણ કરતી હોય તો? આપણે ફક્ત લિંક પર ક્લિક કરી, જે તે મલ્ટિપ્લેક્સની સાઇટ પર પહોંચી જવાનું અને આપણી ફ્રી ટિકિટ ડાઉનલોડ કરી લેવાની!

ખુશીથી ઉછળી પડ્યા? તો સોરી, આવી સર્વિસ પુસ્તકો માટે ઉપલબ્ધ છે, મૂવી માટે નહીં (એટલિસ્ટ હાલ પૂરતી તો નહીં!). હવે તમારું રીએક્શન બે પ્રકારનું હોઈ શકે છે, “ધત્તેરેકી! અથવા, “વાઉ! જો તમે વાઉની કેટેગરીમાં આવતા હો, વાંચનના, ખાસ કરીને ઇંગ્લિશ પુસ્તકો વાંચવાના જબરા શોખીન હો તો તમારે એક મસ્ત સર્વિસ જાણી લેવા જેવી છે:

 www.bookbub.com.

આ સર્વિસનો ઉપયોગ બિલકુલ સિમ્પલ છે. સાઇટ પર પહોંચી, તમારું ઈ-મેઇલ આઇડી આપીને આગળ વધશો એટલે સૌથી પહેલાં તમને કઈ કઈ કેટેગરીનાં પુસ્તકો વાંચવાં ગમે છે એ પૂછવામાં આવશે. જેમ કે બેસ્ટસેલર્સ, મિસ્ટ્રીઝ, થ્રીલર્સ, એક્શન એન્ડ એડવેન્ચર, રોમાન્સ, સાયન્સ ફિક્શન, હોરર કેટેગરીનાં પુસ્તકો, ટીન્સ, યંગ એડલ્ટ્સ કે ચિલ્ડ્રન્સ માટેનાં પુસ્તકો, નોન-ફિક્શન કેટેગરીમાં કૂકિંગ, હાઉ-ટુ, હિસ્ટ્રી, પેરેન્ટિંગ, બિઝનેસ વગેરે સબકેટેગરી પસંદ કરી શકાય. આપણા પ્રેફરન્સીઝ સેવ કરી આગળ વધીએ એટલે આપણો દેશ પસંદ કરવાનું કહેવામાં આવે અને તેના આધારે, આ દેશમાં જે બુક-સેલર્સની ઈ-બુક્સ ઉપલબ્ધ હોય તે પસંદ કરવાનું કહેવામાં આવે. જેમ કે ભારત માટે આપણે એમેઝોન કિન્ડલ, ગૂગલ પ્લે, કોબો અને ફ્લિપકાર્ટ (ચારેય અથવા કોઈ પણ) પસંદ કરી શકીએ છીએ.

હવે તમે ઇચ્છો તો ફેસબુક, ટ્વીટર અને પિન્ટરેસ્ટ પર આ સર્વિસને ફોલો કરી શકો છો, જેથી તેના ઇન્સ્ટન્ટ અપડેટ્સ આપણને મળી શકે. ચાહો તો સ્ટેપ કૂદાવીને આગળ વધો.

હવે આપણે અગાઉ જણાવેલા પ્રેફરન્સીઝ અનુસાર, જે જે કેટગરીમાં, જે પુસ્તકોમાં હેવી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવતું હશે તેની યાદી આપણને જોવા મળશે, જેમાં બિલકુલ ફ્રી પુસ્તકો પણ સામેલ હોય છે!

સર્વિસની ઉપયોગીતા સમજજો, નેટ પર થોડાં ખાંખાંખોળાં કરો તો સંખ્યાબંધ પુસ્તકોની ફ્રી પીડીએફ મળી આવે, પણ એક તો શોધવી મુશ્કેલ, ડાઉનલોડ કરવામાં વાઇરસનું જોખમ, આ પ્રકારની સાઇટ્સ મોટા ભાગે વાંધાનજક એડ્સ અને ઇમેજીસથી ભરપૂર હોય… અને એ બધું પાર કરી, ડાઉનલોડ કરી પણ શકીએ તોય, એ બુક આખેઆખી હોવાની કોઈ ખાતરી નહીં!

જ્યારે બુકબબની મદદથી આપણે જે ફ્રી ઈ-બુક્સ ડાઉનલોડ કરી શકીએ એ બિલકુલ જેન્યુઇન અને જે તે બુકસેલર્સે પોતાના પ્રમોશન માટે, થોડા જ સમય માટે હેવી ડિસ્કાઉન્ટ સાથે કે ફ્રીમાં ઓફર કરેલી ઈ-બુક્સ હોય.


તમે જુદી જુદી વેબસર્વિસીઝને તમારું ઈ-મેઇલ આઇડી આપવા ન માગતા હો તો ગમે તે (જેમ કે letstrythis¸gmail.com), પણ વેલિડ લાગતું ઈ-મેઇલ આઇડી આપીને પણ આગળ વધી શકો છો, પણ તો તમને ઈ-મેઇલ નોટિફિકેશન નહીં આવે, ફક્ત આ સાઇટ પર જઈને જ પુસ્તકો પસંદ કરવાનાં રહેશે.

બીજી વાત, પસંદગીની ફ્રી ઈ-બુક જે તે સાઇટ પર જઈને ડાઉનલોડ કરવાની હોય છે અને એ સર્વિસમાં આપણાં એકાઉન્ટ હોવાં જરૂરી છે. ગૂગલના કિસ્સામાં, ફ્રી ઈ-બુક ડાઉનલોડ કરવા માટે પણ તમારે ક્રેડિટ કાર્ડની વિગતો આપવી પડશે. તમે એમેઝોન પરથી કોઈ પણ ખરીદી કરતા હો તો એ સૌથી સહેલો વિકલ્પ રહેશે. અલબત્ત, તમારે પીસી, મોબાઇલ કે ટેબલેટમાં એમેઝોન કિન્ડલની ફ્રી એપ ડાઉનલોડ કરવાની રહેશે (આ વિશે ‘સાયબરસફર’ના બિલકુલ પહેલા, માર્ચ ૨૦૧૨ના અંકમાં વિગતવાર માહિતી છે).

બુકબબ.કોમ પર, પસંદગીના પુસ્તક માટે તમે એમેઝોનની લિંક પર ક્લિક કરશો એટલે તેની સાઇટ પર પહોંચશો. અહીં તમારા એમેઝોનના એકાઉન્ટથી લોગ-ઇન કરી, કિંમત ઝીરો હોવાની ખાતરી કરી, બાય નાઉ પર ક્લિક કરશો એટલે તમારા ડિવાઇસમાંની કિન્ડલ એપમાં એ ઈ-બુક ડાઉનલોડ થઈ જશે. સાથે ઝીરો પ્રાઇસ સાથેના એમેઝોનના ઇનવોઇસનો મેઇલ પણ આવી જશે.

બુકબબ પર, તમારા એકાઉન્ટના સેટિંગ્સમા જઈને તમે આ સર્વિસ પરથી નોટિફિકેશનના મેઇલ દિવસમાં કે અઠવાડિયે એક વાર આવે કે ક્યારેય ન આવે એવું સેટિંગ કરી શકાય છે. આમ, બુકબબ સર્વિસ પોતે ઈ-બુક્સ વેચતી નથી. એ ફક્ત જુદા જુદા બુક-સેલર્સની લેટેસ્ટ ઓફર્સ એકત્ર કરી આપણી સમક્ષ મૂકે છે. આ સર્વિસ રીડર્સ માટે તદ્દન ફ્રી છે, તેને આવક બુક-સેલર્સ પાસેથી થાય છે.

હમણાં ટીવી પર ચાલતી કિન્ડલની જાહેરાતની જેમ તમને પણ ‘ક્રેઝી લવ ફોર રીડિંગ’ હોય તો આ સાઇટ ચોક્કસ કામની લાગશે, તમારી પાસે ટેબલેટ હોય તો તો ખાસ!! વરસાદના દિવસોમાં, આડા પડીને વાંચવા મળતું હોય તો, કાગળનું પુસ્તક હોય કે ઈ-બુક, મજા સરખી જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!