(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સેલમાં ડબલ ક્લિકનો જાદુ

 ઓફિસમાંના દરેક પ્રોગ્રામ ખૂબીઓની ખાણ છે, પણ એ બધામાં શિરમોર હશે એક્સેલ. આ એક જ પ્રોગ્રામમાં એટલી બધી ખાસિયતો છે કે આપણે ધારીએ તો રોજેરોજ કંઈક નવું જાણી શકીએ.

આગળ શું વાંચશો?

  • ઓફિસ બટન /એક્સેલ બંધ કરવાના લોગો પર ડબલ ક્લિક
  • સેપરેટર્સ પર ડબલ ક્લિક કરીને કોલમની પહોળાઈને એડજસ્ટ કરવી
  • રિબન મેનુ પર ડબલ ક્લિકથી મેળવો વધુ સ્પેસ
  • સ્ક્રોલ બારની ઉપર કોર્નરમાં ડબલ ક્લિક કરીએ તો…
  • ડબલ ક્લિક કરતાં જ સેલ્સમાં ડેટા કે ફોર્મ્યુલા  ઓટો ફિલ કરો
  • છેલ્લી રો અથવા તો કોલમમાં ડબલ ક્લિકથી જમ્પ કરો

એક્સેલમાં તમારે વારંવાર કામ કરવાનું થતું હોય તો માત્ર માઉસની ડબલ ક્લિક તમને કેટલી ઉપયોગી થઈ શકે છે એ  જાણીને તમને નવાઈ લાગશે. કમ્પ્યુટર પર કામ કરતી વખતે સામાન્ય રીતે કી-બોર્ડ શોર્ટકટ્સના ઉપયોગથી આપણને માઉસ વાપરતાં ખચર્તિો સમય બાચવી શકીએ છીએ, પણ અહીં તો માઉસ પોતે જ કામઢું બની જાય છે.

આવો જાણીએ કઈ રીતે…

ઓફિસ બટન /એક્સેલ બંધ કરવાના લોગો પર ડબલ ક્લિક

શરૂઆત કરીએ, એક્સેલ ફાઇલ બંધ કરવાથી! આ એક સામાન્ય ખૂબી છે. તમે ફાઇલ સેવ કરી હશે તો ઓફિસ બટન પર ડબલ ક્લિક કરતાં તે બંધ થશે, અથવા ‘સેવ કરવા માગો છો?’ એવા મતલબનું મેસેજ બોક્સ ખુલી જશે.

સેપરેટર્સ પર ડબલ ક્લિક કરીને કોલમની પહોળાઈને એડજસ્ટ કરવી

આ ઘણા બધાની ફેવરિટ ટ્રીક છે. તમે કોલમના સેપરેટર્સ પર ડબલ ક્લિક કરો એટલે તે એડજસ્ટ થઈ શકે છે. બધી કોલમ સિલેક્ટ કરીને કોઈ એક સેપરેટરને ડબલ ક્લિક કરશો તો પણ બધી કોલમની પહોળાઈ તેમાંના લખાણ જેટલી થશે. આ રીતે રોની ઊંચાઈ પણ સેટ કરી શકાય.

રિબન મેનુ પર ડબલ ક્લિકથી મેળવો વધુ સ્પેસ

ઘણી વાર એવું બને કે સ્પ્રેડશીડમાં આપણો ડેટા ગોઠવાઈ ગયા પછી તેના પર કામ કરવાનું હોય ત્યારે મથાળાની રિબન આપણને નડતરરૂપ બને.

આવે સમયે રિબનને મિનિમાઇઝ કરવી હોય તો રિબનમાં જે ટેબ ઓપન હોય (જેમ કે હોમ) તેના જમણા છેડે ડબલ ક્લિક કરી જુઓ. આ સગવડ એમએસ ઓફિસના બધા પ્રોગ્રામમાં મળશે.

સ્ક્રોલ બારની ઉપર કોર્નરમાં ડબલ ક્લિક કરીએ તો…

આપણે એક્સેલમાં ઘણી બધી રો અને કોલમમાં ડેટા ઉમેરીએ અને સ્પ્રેડશીટના મથાળે હેડર રો હોય તો આ હેડર રોને ફ્રીઝ કરી રાખવાથી કામ કરવું સહેલું બને.

ફક્ત ટોપ રોને બદલે સ્પ્રેડશીટને આડા કે ઊભા બે ભાગમાં  (કે ચાર ભાગમાં) સ્પ્લિટ કરવું હોય તો ફોર્મ્યુલા બારની તરત નીચે જમણી બાજુ, નાનકડા બાર પર ડબલક્લિક કરતાં સ્પ્રેડશીટ આડી સ્પ્લિટ થશે.

એ જ રીતે, નીચેના જમણા ખૂણે બાર પર ડબલ ક્લિક કરતાં સ્પ્રેડશીટ ઊભી સ્પ્લિટ થશે. આમ કરવાનો હેતુ છે કે એક સમયે બે અલગ બાબતો જોઈ શકાય.


ડબલ ક્લિક કરતાં જ સેલ્સમાં ડેટા કે ફોર્મ્યુલા  ઓટો ફિલ કરો

આ છે એક્સેલમાં ગજબનો સમય બચાવે એવી એક સગવડ!

માની લો કે તમે એક કોલમમાં વિવિધ આંકડા લખ્યા. પછી તેની બાજુની કોલમમાં, પહેલી રોમાં, એ આંકડાને સંબધિત કોઈ ફોર્મ્યુલા લખી. હવે એ જ ફોર્મ્યુલા તમામ રોને લાગુ કરવી હોય તો?

અત્યાર સુધી, તમે એ ફોર્મ્યુલા કોપી કરી, નીચેના દરેક સેલને સિલેક્ટ કરી તેમાં તે પેસ્ટ કરતા હશો. અથવા તો ફોર્મ્યુલાવાળા સેલની નીચેના ખૂણાને માઉસથી ડ્રેગ કરતા હશો.

આ બધી લાંબી રીત છે. ટૂંકો રસ્તો, યસ, ડબલ ક્લિકનો છે! ફોર્મ્યુલાવાળા સેલના નીચલા જમણા ખૂણે ડબલ ક્લિક કરો અને જુઓ ચમત્કાર! આ ટ્રીક ફોર્મ્યુલા, ઓટો ફિલ્સ જેમ કે સંખ્યાઓ, તારીખો વગેરે ઘણી બાબતો માટે ઉપયોગમાં લઈ શકાય છે.

છેલ્લી રો અથવા તો કોલમમાં ડબલ ક્લિકથી જમ્પ કરો

સંખ્યાબંધ રો અને કોલમમાં ડેટા ફીડ કર્યા પછી, અધવચ્ચના સેલથી સૌથી છેલ્લી રો કે કોલમમાં જવા માગો છો? તો તમે જે સેલમાંથી સૌથી ઉપરની કે સૌથી નીચેની રોમાં અથવા સૌથી ડાબી કે સૌથી જમણી  કોલમમાં જવા માગતા હો તો સેલના એ દિશામાંના છેડાને ડબલ ક્લિક કરવાથી તમારું કામ થઈ જશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!