તમારા પરિવારમાં નાનાં બાળકો હશે તો તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારા કમ્પ્યુટર અને સ્માર્ટફોનનો કબજો તેમના હાથમાં રહેવાનો જ છે! નવી ટેક્નોલોજીનો એ આપણા કરતાં વધુ ઉપયોગ કરવાનાં છે એટલે એના પરિચયમાં આવે તો એમાં કશું ખોટું નથી, પણ એમને મજા પડે એવી સાઇટ્સ શોધીને આપશો રમત રમતમાં એ ઘણું શીખી પણ જશે.
તમે પણ તમારું બાળક સારી રીતે કમ્પ્યુટર પર એક્ટિવ રહી શકે એવી કોઈ સાઇટ શોધતા હો તો આ સાઇટ તપાસી જુઓ : www.digipuzzle.net અહીં વિવિધ પ્રકારની પાર વગરની ગેમ્સ છે, જે ગેમના સ્વરૂપમાં વાસ્તવમાં એજ્યુકેશનલ એક્ટિવિટી જ છે. આ સાઇટ, પોતાનાં બાળકો માટે ગેમ્સ બનાવવાની હોબીમાંથી જ વિકસી છે!
