ડબ્બાવાલાઓ ઓનલાઇન શોપિંગનો ભાગ બનશે
ઓનલાઇન રીટેઇલર્સ વધુ ને વધુ લોકોને ઓનલાઇન શોપિંગ તરફ વાળવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહ્યા છે. ઓનલાઇન શોપિંગ કર્યા પછી, ઓર્ડર મુજબની ચીજવસ્તુઓ ખરીદનાર સુધી પહોંચાડવી એ મોટી લોજિસ્ટિક્સ વ્યવસ્થા માગી લેતું કામ છે અને ફ્લિપકાર્ટે મુંબઈ પૂરતી આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મુંબઈના પ્રસિદ્ધ ડબ્બાવાલાઓ સાથે જોડાણ કર્યું હોવાના સમાચાર છે. ડબ્બાવાલાઓ દરરોજ અસંખ્ય મુંબઈગરાઓના ઘરેથી ટિફિન લઈને મુંબઈના ખૂણેખૂણામાંની ઓફિસી સુધી ચોક્સાઈથી પહોંચાડવા માટે જગવિખ્યાત બન્યા છે.
