(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ પર તમે જરા સતર્ક રહીને બ્રાઉઝિંગ કરતા હશો તો બે બાબતોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે : એક, ઘણી વેબસાઇટ ઓપન કરતાં, તેના પર ઉપર કે નીચે, આપણું ધ્યાન ખેંચાય એ રીતે એક નોટિસ આવે છે (જુઓ ઉપરની ઇમેજ). બીજી બાબત જરા વધુ સતર્કતા માગી લે છે. આપણે અમુક વેબસાઇટની પહેલી વાર મુલાકાત લઈએ ત્યારે તે આપણને ‘વેલકમ ટુ અવર સાઇટ’ એવો કંઈક મેસેજ બતાવે છે અને કેટલાક દિવસો પછી ફરી એ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે તે ‘વેલકમ બેક ટુ અવર સાઇટ’ એવો કંઈક મેસેજ બતાવે છે. એ વેબસાઇટને કેવી રીતે ખબર પડી કે આપણે અગાઉ તેની મુલાકાત લઈ ચૂક્યા છીએ?

ઉપરની નોટિસમાં જણાવેલી ‘કૂકીઝ’ આપણી ચાડી ખાય છે! ઇંગ્લિશમાં કૂકીઝ એટલે મજાનાં બિસ્ટિક, પણ આ કૂકીઝ જુદી છે. સાવ સાદી ભાષામાં, કૂકી એટલે એક નાનાકડી ટેક્સ્ટ ફાઇલ, જેમાં ચોક્કસ વેબસાઇટનું નામ હોય અને સાથે એક યુનિક, બેજોડ નંબર હોય – જે આપણી ઓળખ બને. આપણે આ કરામતી કૂકીઝનો ઉપયોગ કરતી કોઈ વેબસાઇટની પહેલી વાર મુલાકાત લઈએ ત્યારે તે આ કૂકી આપણા વેબ બ્રાઉઝરમાં ડાઉનલોડ કરી દે છે. જ્યારે આપણે એ વેબસાઇટની ફરી મુલાકાત લઈએ ત્યારે તે વેબસાઇટ, આપણા બ્રાઉઝરમાં પોતાની કૂકી શોધે છે, તેને મળી જાય તો એ આપણને ‘ઓળખી’ જાય છે અને એ મુજબ તે સાઇટમાં ફેરફાર કરે છે.

આપણે જ્યારે જ્યારે ચોક્કસ વેબસાઇટની મુલાકાત લઈએ અને ત્યાં જે કંઈ કરીએ તેની માહિતી આ કૂકીમાં જમા થતી જાય છે. જેમ કે કોઈ ન્યૂઝ વેબસાઇટ પર આપણે ગુજરાતના સમાચારો વધુ જોયા હોય તો બીજી વાર જ્યારે એ વેબસાઇટ પર જઈએ ત્યારે એ ખાસ આપણા માટે, ગુજરાતના સમાચાર ઉપર દર્શાવે એવું બની શકે છે.

શોપિંગ સાઇટ્સને આપણે કોઈ ઓનલાઇન સ્ટોરમાં રેડિમેડ શર્ટ શોધ્યાં હોય તો બીજી વાર એ સાઇટ પર જઈએ ત્યારે તમે હજી શર્ટમાં રસ હશે એવું માનીને એ સાઇટ શર્ટ બતાવવા લાગે છે! આ કૂકીઝ આપણે અગાઉ શોપિંગ કાર્ટમાંના નાખેલી, પણ ઓર્ડર પૂરો ન કર્યો હોય એવી આઇટમ્સ પણ યાદ રાખી શકે છે.

આમ સામાન્ય રીતે, કૂકીઝ આપણો વેબ અનુભવ બહેતર બાવવાનું કામ કરે છે, પણ બધી કૂકી એટલી ભલીભોળી હોતી નથી. આપણે કોઈ વેબસાઇટ પર મુલાકાત લઈએ, ત્યારે એ સાઇટની કંપની તેની કૂકીઝ આપણા બ્રાઉઝરમાં ઉમેરે તે ઉરાંત, એ સાઇટ પર દેખાતી જાહેરાતો પોતાની કૂકીઝ પણ ઉમેરતી હોય છે, જે થર્ડ પાર્ટી કૂકીઝ કહેવાય છે.

પહેલા પ્રકારની કૂકી, આપણે ફરી એ વેબસાઇટ પર જઈએ ત્યારે જ સક્રિય થાય છે, જ્યારે થર્ડ પાર્ટી કૂકી આપણે એ સાઇટ પરથી બીજી સાઇટ્સ પર જઈએ તો ત્યાં પણ આપણી ગતિવિધિઓની નોંધ રાખે છે. પછી આ ડેટાને આધારે, આપણે અગાઉ જે વસ્તુ ખરીદવામાં રસ બતાવ્યો હોય એ જ વસ્તુની જાહેરાત આપણને વારંવાર જુદી જુદી સાઇટ પર જોવા મળે છે.

આવા ઓનલાઇનની ટ્રેકિંગથી છૂટકારો મેળવવો હોય તો આપણા બ્રાઉઝરના સેટિંગમાં એડવાન્સ્ડ સેટિંગ્સમાં જઈને, આવી કૂકીઝ સહિત આપણો બ્રાઉઝિંગ ડેટા ક્લીન કરતા રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!