(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રિકેટ વર્લ્ડ કપ : એપ્સથી રહો અપડેટેડ

આ મહિનાથી ભારત અને ક્રિકેટ રમતા દુનિયાના તમામ દેશોમાં સૌથી હોટ ટોપિક એક જ રહેશે – ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૫. ૪૦ દિવસ માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારા આ વર્લ્ડકપમાં ભારત પોતાનો વર્લ્ડકપ જાળવા રાખવા માટે રમશે ત્યારે જો તમે ટીવીથી દૂર હો ત્યારે પણ સતત અપડેટેડ રહેવા માગતા હો અને દરેક મેચનો લાઇવ સ્કોર કે લાઇવ બ્રોડકાસ્ટ જોવા માગતા તો ડાઉનલોડ કરી લો તમારા સ્માર્ટફોનમાં આ બધી એપ્સ.

 Star Sports Cricket Scores

વર્લ્ડકપમાં રમતી દરેક ટીમમાં કોણ ક્યા ગ્રૂપમાં છે, કઈ તારીખે કઈ ટીમ વચ્ચે મેચ છે, કોણ જીત્યું, કોણ હાર્યું, પોઈન્ટ ટેલીમાં કોણ આગળ કે પાછળ છે વગેરે બધી માહિતીથી સતત અપડેટ રહેવું હોય તો સ્ટાર સ્પોર્ટસની આ એપ તમને બહુ કામ લાગશે. એપનો ઈન્ટરફેસ એકદમ સરળ છે. એ ઉપરાંત ક્રિકેટ એ એક એવી ગેમ છે કે તેની કોમેન્ટ્રી ફક્ત સાંભળવામાં પણ મજા છે તો લાઈવ મેચ જોવાની મજાનું તો શું કહેવું? જો તમને મોબાઈલ પર ફક્ત સ્કોરકાર્ડ વાંચીને સંતોષ ન હોય તો સ્ટાર સ્પોર્ટસની એપ પર દરેક મેચનું લાઈવ બ્રોડકાસ્ટિંગ પણ જોઈ શકો છે. અલબત્ત  લાઈવ મેચ જોવા માટે  આપણે ફી ચૂકવવી પડે છે. અગાઉની મેચોનાં રેકોર્ડિંગ આ એપ પર ફ્રી જોઈ શકાય છે. દરેકે દરેક  મેચની હાઈલાઈટ્સ ઉપરાંત એક્સપર્ટસની ચર્ચા વગેરે બધું પણવીડિયો સ્વરુપે એપમાં ફ્રી જોઈ શકાય છે.

ગૂગલ પ્લે, આઇટ્યૂન્સ એપ સ્ટોર અને વિન્ડોઝ ફોન માટે ફ્રી.

google now

લાંબો સમય રાહ જોવડાવ્યા પછી ગૂગલ નાઉમાં હવે ક્રિકેટ પણ સામેલ થઈ ગયેલ છે. જો તમારા સ્માર્ટફોનમાં ગૂગલ નાઉ ઉપલબ્ધ હોય તો તેને ઓપન કરી સેટિંગ્સમાં ક્રિકેટ ગેમ અને તેમાં તમારી પસંદગીની ક્રિકેટ ટીમ પસંદ કરી લેશો તો એ દરેક ટીમ જે મેચ રમતી હશે તેનું લાઈવ સ્કોરકાર્ડ ગૂગલ નાઉમાં તમે જોઈ શકશો.

ગૂગલ પ્લે, આઇટ્યૂન્સ એપ સ્ટોર અને વિન્ડોઝ ફોન માટે ફ્રી.

Cricket Worldcup Fever

તમને ફક્ત બીજા લોકોને ક્રિકેટ રમતા જોવાથી સંતોષ ન હોય પણ જાતે બેટ-બોલ પર હાથ અજમાવવો હોય તો સૌથી સારો રસ્તો સોસાયટીના કમ્પાઉન્ડમાં કે ગલીમાં ઉતરી પડવાનો છે. એ શક્ય ન હોય તો સ્માર્ટફોનમાં અનેક ક્રિકેટ ગેમ્સ એપ્સ સ્વરૂપે મળી જશે. જેમાંની એક છે ક્રિકેટ વર્લ્ડ કપ ફીવર. આ એપમાં તમે ક્વિક મેચ, પાવરપ્લે, વર્લ્ડ કપ કે પાસ એન પ્લે જેવા મોડમાં ક્રિકેટ રમી શકો છો. ગેમના કુલ એચડી ગ્રાફ્કિસ, હાઈ ક્વોલિટી થ્રીડી પ્લેયર્સ અને સ્ટેડિયમ્સને કારણે ક્રિકેટ રમવાનો આનંદ ખાસ્સો વધી જાય છે.

ગૂગલ પ્લે, આઇટ્યૂન્સ એપ સ્ટોર માટે ફ્રી.


The ESPN cricinfo Cricket App

ક્રિકેટની વાત આવે ત્યારે દરેક મેચના દરેક બોલના લાઈવ અપડેટ માટે ક્રિકેટ ફેન્સ મોટા ભાગે એક વેબસાઈટ તરફ  વળે છે – ઈએસપીએન ક્રીક ઈન્ફો. આ જ વેબસાઈટની હવે એપ પણ ઉપલબ્ધ છે. દરેક મેચના લેટેસ્ટ સ્કોર અને કમ્પ્લીટ સ્કોરબોર્ડ ઉપરાંત હવે આ એપમાં દરેક મેચનું ઊંડું વિશ્લેષણ પણ વાંચી શકાય છે. ઘરઆંગણે રમાતી દરેક ક્રિકેટ મેચના લાઈવ સ્કોર પણ આ એપ પર ઉપલબ્ધ છે. ક્રિકેટના ડાઈહાર્ડ ફેન હો તો તમારા સ્માર્ટ ફોનમાં આ એપ વિના ચાલશે નહીં.

ગૂગલ પ્લે, આઇટ્યૂન્સ એપ સ્ટોર અને વિન્ડોઝ ફોન માટે ફ્રી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!