(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સમાન એપનાં ફોલ્ડર બનાવો

તમે નવો નવો સ્માર્ટફોન લીધો, અખતરા માટે તેમાં સંખ્યાબંધ એપ્સ ઇન્સ્ટોલ કરી લીધી અને હવે એપ્સની ભરમારમાં તમને સારી લાગેલી એપ્સ શોધવામાં મુશ્કેલી થાય છે?

આગળ શું વાંચશો?

  • સ્માર્ટફોન ચાલુ થતો નથી?
  • સ્માર્ટફોનમાં  સ્માર્ટ સર્ચ

જેમ આપણે કમ્પ્યુટરમાં ફોલ્ડર બનાવીને તેમાં અન્ય ફોલ્ડર કે ફાઇલ્સ સેવ કરી શકીએ છીએ એ જ રીતે એન્ડ્રોઇડમાં પણ ફોલ્ડર બનાવીને જુદી જુદી રીતે, જેમ કે ન્યૂઝને લગતી કે રેસિપીને લગતી સરખી એપને ન્યૂઝના કે રેસિપીના ફોલ્ડરમાં ગોઠવી શકાય છે. પરિણામે જ્યારે તમે રેસિપી જોવા માગતા હો ત્યારે અલગ અલગ એપ શોધવા જવું પડે નહીં.

એન્ડ્રોઇડમાં ફોલ્ડર બનાવવાના હેન્ડસેટના મોડેલ કે એન્ડ્રોઇડ અનુસાર થોડા જુદા જુદા હોઈ શકે છે.

અમુક ફોનમાં, એપ ડ્રોઅર (હોમ સ્ક્રીન પરથી ક્લિક કરીને જ્યાં પહોંચાય અને જ્યાં તમામ એપના શોર્ટકટ સેવ થયેલા હોય તે જગ્યા) માં જઈને તમે કોઈ પણ એપને લાંબો સમય પ્રેસ કરી રાખશો એટલે મથાળે તેને સંબંધિત વિકલ્પો જેમ કે એપને અનઇન્સ્ટોલ કરવી, એપ ઇન્ફો વગેરે જોવા મળશે. તેમાંનો એક વિકલ્પ હશે ક્રિએટ ફોલ્ડર. આપણે પ્રેસ કરેલી એપને આ વિકલ્પ પર ખેંચી જઈએ એટલે એક ફોલ્ડર બનીને તેમાં એ ગોઠવાઈ જાય છે અને ફોલ્ડરને નામ આપીશું એટલે તેમાં તેમાં જમણે ખૂણે પ્લસની નિશાની જોવા મળશે. તેના પર ક્લિક કરી, એ ફોલ્ડરમાં બીજી એપને ઉમેરવનો વિકલ્પ મળશે. બધું કામ પત્યા પછી, આ ફોલ્ડર આપણા હોમ સ્ક્રીન પર, જ્યાં જગ્યા હશે ત્યાં ગોઠવાશે.

અમુક ફોનમાં આ વિધિ હજી વધુ સરળ હોય છે. તેમાં, આપણે જે જે એપને એક ફોલ્ડરમાં ગોઠવવી હોય તેમને એપ ડ્રોઅરમાંથી પહેલાં હોમ સ્ક્રીન પર ખેંચી લાવો. હવે એક એપને ડ્રેગ કરી, બીજી પર લઈ જશો એટલે એક ફોલ્ડર બનશે, જેને આપણે નામ આપી શકીશું.

એપ ફોલ્ડર સામાન્ય એપની જેમ જ ડિલીટ કરી શકાય છે અને તેમાંથી કોઈ એપ બહાર કાઢવી હોય તો તેને ડ્રેગ કરીને બહાર લાવી શકાય છે. હોમ સ્ક્રીન પરના ફોલ્ડરને ડિલીટ કરીએ તો તેમાંની બધી અનઇન્સ્ટોલ થઈ જતી નથી.

સ્માર્ટફોન ચાલુ થતો નથી?

સ્માર્ટફોન ઓન કરવા માટે આપણે શું કરીએ? સિમ્પલ – પાવર બટન પ્રેસ કરીએ. પણ એ બટન પ્રેસ કરવા છતાં ફોન ઓન થાય જ નહીં તો?

ટેન્શનમાં આવી જવાની જરૂર નથી. ફોન સ્ટાર્ટ ન થવાનો એક માત્ર અર્થ એ નથી કે એ બગડી ગયો છે. કેટલાંક સાવ સાદાં કારણોને કારણે પણ આવું થઈ શકે છે.

પહેલું દેખીતું કારણ છે બેટરી પૂરેપૂરી ઊતરી જવું. આપણે નિયમિત રીતે બેટરી ચાર્જ કરી લેતા હોઈએ પણ ક્યારેક ભૂલી જઈએ અને એ પૂરેપૂરી ઉતરી જાય તો સ્વાભાવિક રીતે ફોન સ્ટાર્ટ ન થાય. આવા સંજોગમાં ફોનને ચાર્જ કરવા મૂકો અને થોડી રાહ જુઓ. બેટરીને ફોન સ્ટાર્ટ કરવા જેટલી ચાર્જ થવા માટે થોડો સમય જોઈએ. બેટરી ઊતરી જવાનું જ કારણ હશે તો ફોન થોડી વારમાં ફરી ફોન કરી શકાશે.

ચાર્જિંગમાં મૂકવા છતાં અને થોડો સમય રાહ જોવા છતાં ફોન ઓન થતો નથી? હજી ટેન્શનનું મોટું કારણ નથી. બીજા પ્લગ અને ચાર્જરની મદદથી પ્રયાસ કરી જુઓ. ફોનનો કોઈ પ્રોબ્લેમ જ ન હોય અને ફક્ત પ્લગ કે ચાર્જર કેબલ ખરાબ હોય એવું બની શકે છે.


આ નજીવાં કારણો સિવાય, ફોનના હાર્ડવેર કે સોફ્ટવેરમાં ખરાબી થવાથી પણ ફોન સ્ટાર્ટ ન થાય એવું બની શકે છે. હાર્ડવેરમાં ખામી હોય તો વાત ગંભીર બને અને આપણે રીપેરિંગની મદદ લેવી પડે. સોફ્ટવેરની વાત હોય તો મુદ્દો હજી આપણા અંકુશમાં છે.

ક્યારેક એવું બની શકે કે ફોન ચાલુ જ હોય, બેટરી પણ સારી એવી ચાર્જ્ડ હોય, પણ ફોન સ્લીપ મોડમાં ગયા પછી ફરી પાવર બટન પ્રેસ કરતાં ઓન થતો ન હોય. આપણા કમ્પ્યુટર જેવો હેંગ થવાનો રોગ સ્માર્ટફોનને પણ લાગુ થઈ શકે છે!

ફોન હેંગ થઈ ગયો છે એવું લાગે તો તેને ધરાર બંધ કરીને ફરી ચાલુ કરી શકાય. એ માટે ફોનને મળતો પાવર કટ ઓફ કરવો પડે. એવું કરવા માટે જો ફોનની બેટરી કાઢી શકાતી હોય તો ફોનનું બેક કવર કાળજીપૂર્વક કાઢી, બેટરી દૂર કરો અને થોડી વાર પછી ફરી તેને ગોઠવી, બેકકવર બંધ કરી ફોન ચાલુ કરી જુઓ.

નવા ઘણા મોબાઇલમાં બેટરી દૂર કરી શકાતી નથી. આવા ફોનમાં પાવર બટનને લાંબો સમય પ્રેસ કરી રાખવો જરૂરી બને છે. સામાન્ય રીતે દસેક સેકન્ડ પ્રેસ કરી રાખવાથી ફોનનો પાવર સપ્લાય કટ થવો જોઈએ, પણ ક્યારેક ત્રીસેક સેકન્ડ સુધી પણ પ્રેસ કરવું પડે એવું બની શકે. આ પછી ફોન ફરી ચાલુ થશે.

જો ઉપરમાંની કોઈ સ્થિતિ ન હોય, પાવર બટન પ્રેસ કરવાથી ફોન સામાન્ય રીતે ચાલુ થતો હોય એવું પણ લાગે, પણ પછી તે ક્રેશ થાય કે ફ્રીઝ થઈ જાય તો તેને રીકવરી મોડમાં જઈને ફેક્ટરી રીસેટ કરવો પડે છે. આ સ્થિતિમાં તમારા ફોનમાંનો બધો ડેટા ગુમાવવો પડશે. ઉપરાંત, આ તબક્કે કંપનીના સર્વિસ સેન્ટર કે યોગ્ય મોબાઇલ રીપેરિંગ શોપની મદદ લો તે વધુ હિતાવહ રહેશે.

સ્માર્ટફોનમાં સ્માર્ટ સર્ચ

તમે જાણતા હશો કે ગૂગલ ક્રોમમાં આપણે કોઈ વેબસાઇટ પરનું લખાણ વાંચી રહ્યા હોઈએ અને તેમાંના કોઈ શબ્દ વિશે વધુ જાણવું હોય તો એ શબ્દને કોપી-પેસ્ટ કરી, સર્ચ બોક્સમાં નાખીને સર્ચ કરવાની જરૂર નથી. ફક્ત એ શબ્દને સિલેક્ટ કરી, માઉસથી રાઇટ ક્લિક કરીએ એટલે ‘સર્ચ ગૂગલ ફોર ‘(સિલેક્ટેડ વર્ડ)’ એવો વિકલ્પ મળે છે.

આ સગવડ સ્માર્ટફોનના ક્રોમમાં પણ છે, જરા વધુ સ્માર્ટ રીતે! સાામાન્ય રીતે, આપણે જે તે શબ્દને લાંબો સમય પ્રેસ કરીએ એટલે તેને કોપી કરવાનો કે તેના વિશે વેબ સર્ચ કરવાનો વિકલ્પ મથાળે જોવા મળે. જ્યારે ક્રોમના નવા, ૪૩મા વર્ઝનથી, શબ્દને લાંબો સમય પ્રેસ કરી રાખતાં નીચેની તરફ એક સર્ચ કાર્ડ ઓપન થાય છે, તેને ઉપરની તરફ સ્લાઇડ કરતાં એ શબ્દ સંબંધિત સર્ચ રિઝલ્ટ તરત જ જોવા મળે.

એવું બની શકે કે તમે તમારા ફોનમાં આ ખૂબી શોધવાની કોશિશ કરો અને એ તમને હાથતાળી આપે એવું બની શકે છે. આવી સ્થિતિમાં ફોનમાંની ક્રોમ એપને અપડેટ કરવાની જરૂર હોય એવું બની શકે છે.

આપણા માટે આ સગવડ કામની છે, તેમ ગૂગલે આખા ઇન્ટરનેટના તમામ શબ્દોનો સર્ચ ટર્મમાં ફેરવી નાખ્યા છે, લોકો જેમ વધુ સર્ચ કરે, તેમ ગૂગલને વધુ ફાયદો છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!