(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં વીડિયો ઓટો-પ્લે બંધ કરો, આ રીતે…

છેલ્લા થોડા સમયથી, ફેસબુકમાં આપણી ફીડ કે ટાઇમલાઇનમાં આવેલા વીડિયો આપોઆપ પ્લે થવા લાગ્યા છે. વીડિયો એડવર્ટાઇઝમેન્ટ આ રીતે ઓટોપ્લે થાય તેમાં જે તે કંપનીને ફાયદો છે, પણ આપણું નુક્સાન છે, ખાસ તો સ્માર્ટફોનમાં ડેટા પ્લાન પર ફેસબુકમાં ફટાફટ નજર ફેરવતા હોઈએ ત્યારે. સદનસીબે, આ ઓટોપ્લે બંધ કરી શકાય છે, આ રીતે…

પીસીમાં ફેસબુકમાં લોગ-ઇન થઈ, ઉપલા મેનુમાંની છેલ્લી લિંક પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
અહીં ડાબી તરફની પેનલમાં છેક નીચે ‘વીડિયોઝ’ દેખાશે, તેના પર ક્લિક કરો.

અહીંથી તમે વીડિયોની ક્વોલિટી પણ બદલી શકો છો અને ઓટોપ્લે સેટિંગ બદલીને ઓફ કરી શકો છો.

તમારે સ્માર્ટફોનમાં પણ ઓટોપ્લે બંધ કરવું હોય તો એમાં જઈને આવું સેટિંગ કરવું પડશે. એ માટે એપ ઓપન કરી, ત્રણ લાઇનના આઇકન પર ક્લિક કરી, નીચેની તરફ ‘એપ સેટિંગ્સ’ શોધી કાઢો. અહીં તમે વીડિયો ઓટો-પ્લે ઓફ અથવા, માત્ર વાઇ-ફાઇ પર ઓટોપ્લે થાય એવું સેટિંગ કરી શકશો. ટવીટર પર પણ આ રીતે વીડિયો ઓટો-પ્લે થાય છે, તેને સેટિંગમાં જઈને બંધ કરી શકાય છે.

ડેટાની બચત ઉપરાંત બીજા એક મહત્વના કારણસર પણ ઓટો-પ્લે બંધ કરવું જરૂરી છે. ઓગસ્ટ મહિનામાં, અમેરિકાના એક ટીવી સ્ટેશનના એક ભૂતપૂર્વ કર્મચારીએ સ્ટેશનમાં ઘૂસીને બે પત્રકારોને ઠાર માર્યા. આ ઘટના એક ત્રીજા પત્રકારે રેકોર્ડ કરી, એટલું જ નહીં, તેમણે વીડિયો ટવીટર અને ફેસબુક પર અપલોડ કર્યો. એ ઘૃણાસ્પદ વીડિયો, ઘણા લોકોએ વીડિયો ઓટો-પ્લે થતો હોવાથી જોવો પડ્યો. પાછળથી, ટવીટર અને ફેસબુકે એ એકાઉન્ટ બંધ કર્યું, પણ ત્યાં સુધીમાં એ વીડિયો વાઇરલ થઈ ચૂક્યો હતો!

ફેસબુક કે ટવીટરમાં શેર થયેલા વીડિયો હવે આપોઆપ શરૂ થઈ જાય છે, અને આપણો કિંમતી ડેટા ખર્ચ થવા લાગે છે. વીડિયોને ક્લિક કરીએ તો જ તે ચાલુ થાય એવું સેટિંગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!