અમેરિકા અને ચીનની ઇન્ટરનેટ કંપનીઓ એકમેક સાથે બાથ ભીડી રહી છે અને તેમનું રણમેદામ છે ભારત.
અમેરિકન ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોન ભારતમાં પોતાનું મૂડીરોકાણ સતત વધારી રહી છે, તેની સાથે ચીનની એટલી જ ગંજાવર કંપની અલીબાબાએ, ભારતમાં એમેઝોની હરીફ સ્નેપડીલમાં ૫૦ કરોડ ડોલરું રોકાણ કર્યું છે.
મૂળ અમેરિકન અને ભારતમાં પોતાનો કારોબાર વિસ્તારી રહેલી ટેક્સી કંપની ઉબેરની ભારતીય હરીફ ઓલા કંપનીમાં અલીબાબાની ટેક્સી એપ કંપની દીદી કુઐદીએ પણ ૫૦ કરોડનું ડોલર કર્યું હોવાના અહેવાલ છે. અલીબાબાએ પેટીએમમાં ૭૦ કરોડ ડોલરું રોકાણ કર્યાના સમાચાર છે. અલીબાબાના માઇક્રોમેક્સ કંપનીમાં રોકાણ માટે પણ ચર્ચા ચાલી રહી છે અને ચીનના ગૂગલ જેવી બૈડુ કંપની માયડાલા.કોમ નામની ડિસ્કાઉન્ટ ડીલ આપતી ભારતી કંપનીમાં રોકાણ કરે તેવી શક્યતા છે.
ભારતમાં રોજબરોજની ચીજ વસ્તુઓમાં ચાઇનીઝ માલ ભારતીય ઉત્પાદકોની કમર તોડી રહ્યો છે, ત્યારે ટેક કંપનીઓમાં પણ ચીનનું રોકાણ લાંબા ગાળે ભારત માટે જુદી રીતે જોખમી બની શકે. ભારતમાં અમેરિકા ને ચીનને આટલો રસ પડવાનું દેખીતું કારણ છે – આપણી વસતિ, સ્માર્ટફોનનું સતત વધતું વેચાણ અને એ ક્ષેત્રમાં વિકાસની હજી ઘણી શક્યતા!

