(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બીપીઓ/કેપીઓ : કારકિર્દી, માન્યતાઓ, ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા-૨

આઇટી ક્ષેત્રે નવી કારકિર્દી શરૂ કરવા ઇચ્છતા લોકોમાં આ ચોક્કસ ક્ષેત્ર વિશે ઘણી ગેર સમજ છે.  આવો સમજીએ હકીકત.

ગયા અંકમાં આપણે બીપીઓ/કેપીઓ વિષે પ્રાથમિક માહિતી તપાસી અને આ ક્ષેત્રે કામ કરવાનાં કેટલાંક આકર્ષણોની ચર્ચા હતી. જોકે કેટલીક માન્યતાઓને લીધે અનેક લોકો આ ક્ષેત્રમાં જોડાતાં ખચકાય છે. આ માન્યતાઓમાં કેટલું વજુદ છે એ જોઈએ…

 બીપીઓ/કોલ સેન્ટરમાં ફક્ત રાત પાળીમાંજ કામ થાય છે :

ઘણા ખરા કોલ સેન્ટરમાં રાતપાળી જ નહીં પણ ૨૪ડ્ઢ૭ કામ ચાલ્યા કરતું હોય છે. તો કેટલાક કોલ સેન્ટર ફક્ત દિવસ દરમિયાન જ કામ કરે છે. એટલે એવી માન્યતા કે કોલ સેન્ટરમાં ફક્ત રાતપાળીમાં જ કામ થાય છે એવું સંપૂર્ણપણે સાચું નથી. હા! રાતપાળીની ડ્યુટી આવે તો થોડી તકલીફ પડી શકે, પણ સામે એ યાદ રાખવાનું કે રાતપાળી અનેક બીજાં ક્ષેત્રોમાં પણ આવે છે. મોટી હોસ્પિટલોમાં તો ડોક્ટરોને પણ રાતપાળીમાં વારાફરતી કામ કરવાનું આવે છે.

જે ક્યાં ન ચાલે અથવા જેને ક્યાંય નોકરી ન મળે તે જ બીપીઓ/કોલ સેન્ટરમાં નોકરી કરે :

અગાઉ નોંધ્યું એમ આ ક્ષેત્રે પ્રમાણમાં નોકરી સરળતાથી મળે છે અને મોટે ભાગે કોઈ ચોક્કસ કૌશલ્યની જ‚રત નથી હોતી માટે ઉપરછલ્લી નજરે એવું લાગી શકે. જોકે ખરેખર તો એવું નથી હોતું, બીપીઓ/કોલ સેન્ટરમાં કામ કરવા માટે કમ્પ્યુટરનો કમ સે કમ પ્રાથમિક વપરાશ અને થોડું ઘણું અંગ્રેજી આવડવું જોઈએ. આ ઉપરાંત વ્યક્તિમાં ધીરજ, ખંત, સ્થિરતા અને ઝડપથી શીખવાની કાબેલિયત જેવા કેટલાક ગુણ અનિવાર્ય છે. સ્પેશિયલ પ્રોસેસ, જેમ કે ટેકનિકલ સપોર્ટ, એકાઉન્ટિંગ કે પે-રોલ પર જ્યાં કામ થતું હોય ત્યાં તો આ પ્રકારના વિશિષ્ઠ કૌશલ્ય હોય તો જ તક મળે છે. કેટલાક અગ્રગણ્ય બીપીઓ/કોલ સેન્ટરમાં તો ૧૦ અરજદારમાંથી માંડ એક વ્યક્તિને તક મળે એટલા ઊંચા માપદંડ હોય છે.

બીપીઓ/કોલ સેન્ટરમાં એકનું એક જ અને બીબાંઢાળ કામ કરવાનું હોય છે. કશું નવું શીખવા નથી મળતું :

એકનું એક કામ કરવાનું થાય એ વાત કદાચ કેટલેક અંશે સાચી હોય, પણ એ તો લગભગ દરેક કારકિર્દીમાં બને છે. દા.ત. દુકાનના સેલ્સમેન, ન્યૂઝ રીડર કે કોઈ પેઢીના હિસાબનીશનું કામ પણ એકધાર્યું કે બીબાંઢાળ હોય શકે. બીપીઓ/કોલ સેન્ટરમાં કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અને કંટાળાજનક વાતાવરણને ભાંગવા માટે ખૂબ બધા પ્રોગ્રામો, પિકનિક વગેરેનું આયોજન કરાતું હોય છે. અલગ અલગ કામ શીખવા માટે પણ ઘણી તકો હોય છે, જોકે એ વ્યક્તિની ઈચ્છા પર આધાર રાખે છે. કેટલાક આગળ પડતા બીપીઓ/કેપીઓ તો નોકરી કરતાં કરતાં કોલેજ કે યુનિવર્સિટીની ડિગ્રીઓ લેવાની ગોઠવણ પણ કરી આપે છે.

બીપીઓ/કોલ સેન્ટરની નોકરી શ‚આતમાં ઠીક છે પણ એમાં આગળ જતાં કારકિર્દી ન બનાવી શકાય :

ખરેખર તો એવું છે કે મોટા ભાગના લોકો આ ક્ષેત્રે થોડો વખત કામ કયર્િ પછી અન્ય ક્ષેત્રો તરફ વળી જાય છે. એટલે જો તેઓ આ ક્ષેત્રે લાંબો સમય કાઢે તો જ આ ફરિયાદ વ્યાજબી ઠરે.

આ ક્ષેત્રે થોડાં વર્ષો કામ કરીને સ્પેશિયાલિસ્ટ થઈ શકાય છે. ટ્રેનિંગ, ક્વોલિટી, ઓપરેશન્સ, ટીમ કોચ કે ટીમ લીડર, પ્રોસેસ માઇગ્રેશન, બિઝનેશ એનાલિસ્ટ વગેરે અનેક સ્પેશિયાલિસ્ટ રોલમાં જઈ શકાય છે. અન્ય ક્ષેત્રોની કેમ જ આ ઈંઝયજમાં પણ અનુભવી અને જાણકાર લોકોની અછત હોય છે એટલે સારી નોકરીઓ તો મળી રહે છે. એ સિવાય કેટલીક વાર આ અનુભવના આધારે અન્ય ક્ષેત્રોમાં પણ તકો મળતી હોય છે, ખાસ કરીને ટ્રેનિંગ અને કોચિંગમાં.

બીપીઓ કે કોલ સેન્ટરમાં કામના અનુભવનો બીજાં ક્ષેત્રોમાં કોઈ વેલ્યુ નથી, એમ કહો કે અન્ય ક્ષેત્રમાં બીપીઓ/કોલ સેન્ટરમાં કામ કર્યાં પછી તમારો એ અનુભવ જરાય ગણતરીમાં લેવામાં આવતો નથી :

આ એક ગંભીર બાબત છે અને આવા અનુભવો કેટલાક લોકોને થયા પણ છે, પણ આના આધારે ધારણા બાંધી લેતાં પહેલાં આ મુદ્દાને અલગ અલગ દૃષ્ટિકોણથી મૂલવવો જોઈએ. સૌ પ્રથમ તો એ સમજી લેવું જોઈએ કે કોઈ પણ એક કામનો અનુભવ કે કૌશલ્ય દરેક ક્ષેત્રમાં ગણત્રીમાં ન લઈ શકાય. દા.ત. મકાન બાંધવાનો અનુભવ ધરાવતા સિવિલ એન્જિનીયર માટે મશીનો બનાવતી કંપનીમાં કોઈ ખાસ તકો ન હોય, એન્જિનીયર હોવા છતાં! બીજો એક દાખલો લઈએ તો વીમો વેચવાનો બહોળો અનુભવ અને જાણકારી ધરાવતા વ્યક્તિનો અનુભવ મશીન કે ટેક્નોલોજી આધારિત વેચાણ માટે ઉપયોગી ન નીવડે, તો શું એવું કહેવાય સિવિલ એન્જિનીયરીંગ કે વીમાનું કામ ન કરાય? ના! આ કામની પણ જરુરત છે જ અને એને લગતા ક્ષેત્રમાં વધતા-ઓછા પ્રમાણમાં તકો પણ છે. આવું જ કઈ બીપીઓ કે કોલ સેન્ટરમાં કામના અનુભવનું છે. આ અનુભવની કદર કરનારા પણ છે જ.

ઉપરના મુદ્દામાં જોયું એમ સ્પેશિયાલિસ્ટ થવાની તક પણ રહેલી છે અને એમાંય તો જો કોઈ એક પ્રોડક્ટ, ક્લાયન્ટ ઉપર પકડ આવી જાય તો ખૂબ પ્રગતિની તકો મળે છે. ઉદાહરણ તરીકે કોઈને જો ડેલ, કે લિનોવો જેવી કંપનીના ટેક સપોર્ટનો સારો અનુભવ હોય તો જતે દિવસે ડેલ કે લિનોવો તેમને ડાયરેક્ટ જોબ ઓફર પણ આપે એવું બને. એક એચ.આર. કોન્ફરન્સમાં આ લખનારને એક મોટા બીપીઓના એચ.આર. મેનેજરે એક સરસ કિસ્સો કહ્યો હતો. કણર્ટિકના એક નાના ગામના સામાન્ય ગ્રેજ્યુએટ યુવાનને બેંગલોર-સ્થિત બીપીઓમાં એક જાપાની કંપનીના પ્રોજેકટ માટે જાપાની ભાષા શીખવા મળી. થોડા સમય પછી એ યુવાનને જાપાની ભાષા અને એ કંપનીનાં પ્રોસેસ પર સારો હાથ બેસી ગયો અને થાઇલેન્ડમાં જ્યારે એક નવી ટીમને તાલીમ આપવાની હતી ત્યારે જાપાની ભાષા અને કંપની પ્રોસેસીસ શીખવાડવા માટે એ યુવાનને સારા પગારે ૬ મહિના માટે થાઇલેન્ડ મોકલવામાં આવ્યો હતો. આવો જ કિસ્સો આ લખનારના એક ખાસ મિત્રનો છે જેને એક બહુરાષ્ટ્રીય ટેલીકોમ કંપનીએ એક વર્ષ માટે કતાર નામનાં મધ્યપૂર્વનાં દેશમાં પોસ્ટિંગ આપ્યું હતું. ઘણી ભારતીય કંપનીઓ ફિલિપિન્સ, વિએટનામ વગેરે દેશોમાં તેમના બીપીઓ યુનિટ નાખી રહી છે અને તેની સંભાળ લેવા સ્વાભાવિક જ અનુભવી કર્મચારીઓને ફોરેન પોસ્ટિંગ આપે છે.

જેમ દરેક ક્ષેત્રમાં અનેક સ્તરની કંપનીઓ હોય છે એવું જ ITes ક્ષેત્રે પણ છે. આ સેક્ટરમાં કેટલીક કંપનીઓ તો ખૂબ જ પ્રતિષ્ઠિત છે. આવા બીપીઓ/કેપીઓમાં કૌશલ્ય વિકસાવવા માટે અને કારકિર્દીના વિકાસ માટે ખૂબ બધી સુવિધાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગૂગલ.કોમનાં ભારતમાં જ ગુરગાંવ અને સિકંદરાબાદ. એમ બે બીપીઓ છે. હવે કહો આવી કંપનીઓ માટે કામ કરવાનો અનુભવ ગણતરીમાં ન લેવાય એવું બને?! જોકે કેટલીક સાવ નાની કંપની કે પરચુરણ કામ કરતા બીપીઓના અનુભવનો ખાસ ફાયદો ન થાય એવું બને. ડેટ કલેક્શન જેવા ગેરકાયદે પ્રોસેસ ચાલવતા કોલ સેન્ટર્સ પણ છે જેનાથી ચેતવું.


ઇ-કોમર્સ પોર્ટલ, ઘર વપરાશની વસ્તુઓ, મોબાઇલ-ઇન્ટરનેટ, બેન્કિંગ અને ઇન્સ્યુરન્સ, વીમાની સેવાઓ, હોટેલ ઇન્ડસ્ટ્રી વગેરે અનેક સેક્ટરમાં થઈ રહેલી અવિરત પ્રગતિને પગલે બીપીઓ, કોલ સેન્ટર્સ અને કેપીઓમાં અનેક તકો ઊભી થઈ છે. વ્યવસ્થિત આયોજન સાથે આ તકોને સારી કારકિર્દીમાં ચોક્કસ પલટી શકાય.

InterviewReady એપ નોકરી મેળવવામાં મદદ કરશે

IT/ITes ક્ષેત્રે અગ્રગણ્ય અને સમાજ સેવામાં પણ ઉદાહરણ‚પ એવા તાતા કન્સલટન્સી સર્વિસીસ લિમિટેડે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ રેડી નામની એન્ડ્રોઇડ એપ લોન્ચ કરી છે જે બીપીઓ/કેપીઓમાં કેવી રીતે નોકરી મેળવવી અને તૈયારી કરવી એનું માર્ગદર્શન આપે છે. આ એપ હાલમાં અરેબિક, અંગ્રેજી અને ગુજરાતી ઉપલબ્ધ છે અને થોડા સમયમાં ઉર્દૂ, હિન્દી, તમિલ, મરાઠી અને બંગાળી એમ એક સાથે ૬ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આ એપની વિશેષતા એ છે કે તે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ચાલી શકે છે અને ઘણા ફીચર્સ હોવા છતાં બહુ ભારે નથી. આ એપ વિનામૂલ્યે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.

આપણા માટે ગર્વની વાત એ છે કે આ એપને બનાવવામાં ટીસીએસ બીપીઓ એચ.આર. ટીમના રંજન બંદોપાધ્યાયના વડપણ હેઠળ ગાંધીનગર સેન્ટરે ચાવી રૂપ ભૂમિકા ભજવી છે.

મુખ્ય ફીચર્સ

  • ડોમેન ગાઈડ : પારિભાષિક શબ્દોની સરળ સમજુતી અને વિવિધ ધંધા-ઉદ્યોગોની સમજ જે બીપીઓ/કેપીઓ ક્ષેત્રે અત્યંત જરૂરી છે.
  • અંગ્રેજી : અંગ્રેજીમાં શુદ્ધ ઉચ્ચાર કેવી રીતે કરવા એ માટેના ઓડિયો અને અન્ય સામગ્રી.
  • ઇન્ટરવ્યૂની તૈયારી : ઇન્ટરવ્યૂ સમયે પૂછાતા સંભવિત પ્રશ્ર્નો અને તેના જવાબોનો સંગ્રહ. શું કહેવું, શું ન કહેવું વગેરેની સમજ આપતું મોડ્યુલ. પાછળના કેટલાક અંકોમાં આપણે ‘કરિયર સેન્ટ્રલ’માં પણ આવા મુદ્દા ચર્ચા  છે.
  • ઇન્ટરવ્યૂ મેનર્સ : શું કહેવું, શું ન કહેવું એ ઉપરાંત આ મોડ્યુલમાં કેવી રીતે કહેવું એનુ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બોડી લેન્ગવેજ, કોર્પોરેટ કલ્ચર અને ઇન્ટરવ્યૂમાં તેનુ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.
  • રિઝ્યુમ : મોટા ભાગના અરજદારોનો રિઝ્યુમ સાવ કંગાળ હાલતમાં હોય છે. આ એપ વડે એ ખામી પણ પૂરી કરી શકશે. એટલુ જ નહિ પણ રિઝ્યુમ પરબારો કંપનીને પણ મેલ કરી શકશે.

આ એપ વડે ફક્ત ટીસીએસ જ નહિ પણ અનેક અન્ય કંપનીઓમાં સારી નોકરીઓ મેળવી શકાશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!