(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સરસ! તમે ઓનલાઇન ઓર્ડર આપીને ખરીદી કરી હોય કે લોકલ સ્ટોરમાંથી તમારો મોબાઇલ સરસ મજાના બોક્સમાં પેક થઈને તમે મળ્યો હશે. પહેલી નજરેે આકર્ષક લાગતા આ બોક્સ ખોલ્યા પછી આપણે તે ઉપયોગી રહેતા નથી એ આપણે વહેલી તકે તેેને ડસ્ટબીનના હવાલે કરીએ છીએ, પરંતુ એવી ઉતાવળ કરતાં પહેલાં કેટલીક વાતી ખાતરી કરી લેવી હિતાવહ છે. જેમ કે…

તમારો રીટર્ન પીરિયડ ચાલુ છે?

ખાસ કરીને જો આપણે ઓનલાઇન ખરીદી કરી હોય એ જો આપણને મળેલી પ્રોડક્ટમાં કોઈ અસંતોષ જણાય તો જે તે સાઇટના સેલર મુજબ  આપણી પાસે ૧૦ કે ૩૦ (કે અન્ય) દિવસની મર્યાદા જે તે પ્રોડક્ટ પરત કરવાનો વિકલ્પ હોય છે. જો આ મર્યાદા હજી પૂરી થઈ ન હોય તો બોક્સ જાળવી રાખવું જરુરી  છે કેમ કે પ્રોડક્ટ રીર્ટન કરતી વખતે તેેને ફરી બોક્સમાં યથાવત પેક કરીને મોકલવું પડે છે.

બોક્સ પરન બધી માહિતીની નોંધ કરી દીધી?

મોબાઇલ કે ટેબલેટ જેવી પ્રોડક્ટના બોક્સ પર પ્રોડકટ સંબંધિત વિવિધ માહિતી હોય છે એ ક્યારેક એવું બનાી શકે છે કે અંદર રહેલી પ્રોડક્ટમાં કંઈક જુદા સ્પેશિફિકેશન હોય. આવા કિસ્સામાં આપણે બોક્સ સાથે જે તે કંપનીને ફરિયાદ કરી શકીએ છીએ. તે ઉપરાંત બોક્સ પર આઈએમઈઆઈ નંબર જેવી મહત્ત્વની માહિતી પણ લખેલી હોય છે. આ માહિતીની યોગ્ય રીતે નોંધ કરી લેવી અનિવાર્ય છે.

તમે જે તે પ્રોડક્ટ ઝડપથી રી-સેલ કરવા માંગો છો?

તમે ખરીદેલ મોબાઇલ, ટેબલેટ કે કમ્પ્યુટર જેવી વસ્તુે થોડો સમય વાપર્યા પછી ડાયરેક્ટ કે ઓનલાઇન સાઇટ્સની મદદથી રી-સેલ કરવા માંગતા હો તો એ સમયે જો તમે ઓરિજિલ પેકિંગમાં વસ્તુ ઓફર કરો તો શક્ય છે કે તમે બીજા લોકો કરતાં વધુ કિંમત મળી જાય!

આટલા મુદ્દા પર ધ્યાન આપ્યા પછી બોક્સ લાંબો સમય રાખવું જરુરી એવા નિર્ણય પર પહોંચો તો પછી તાબડતોબ તેનો  નિકાલ કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!