(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સગવડ અને સંબંધ વચ્ચેનું સંતુલન

અંગ્રેજી ભાષામાં, દૂરગામી અસર બતાવવા માટે એક સરસ શબ્દપ્રયોગ છે – બટરફ્લાય ઇફેક્ટ. એનો ભાવાર્થ એવો છે કે કોઈ સ્થળે કોઈ પતંગિયું પોતાની પાંખો ફફડાવે, તો તેની અસરથી લાંબા ગાળે, કોઈ દૂરના સ્થળે વાવાઝોડું આવી શકે છે! આ વાત સાચી માનીએ કે નહીં, બેન્કિંગ ક્ષેત્રમાં આવી બટરફ્લાય ઇફેક્ટનો તબક્કો શરૂ થયો હોય એવું લાગે છે.

ફોટોગ્રાફીની ફિલ્મ બનાવતી એક સદી જૂની કોડાક કંપનીએ થોડા સમય પહેલાં નાદારી નોંધાવી ત્યારે કોડાકને તેના કાયમી હરીફો તરફથી બિઝનેસમાં માત મળી એવું નહોતું. તેને નડી ગયા સ્માર્ટફોનમાં આવી ગયેલા કેમેરા!

કંઈક એ જ રીતે, વર્ષોથી એક જ ઘરેડમાં ચાલેલા બેન્કિંગ ક્ષેત્રને પણ હવે સ્માર્ટફોન તરફથી સ્પર્ધા મળી રહી છે. ટેકનોલોજી કંપનીઓ, ટેલિકોમ કંપનીઓ અને બીજી ખાનગી કંપનીઓ મોબાઇલ પેમેન્ટ શક્ય એટલું સહેલું બનાવીને બેન્કના ગરાસમાં ભાગ પડાવવા મથી રહી છે. બીજી તરફ પેમેન્ટ બેન્ક્સને મંજૂરી મળતાં પરંપરાગત બેન્ક્સને એ તરફથી પણ તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે એવી શક્યતા છે.

ભારતમાં ૧૦-૧૨ કંપનીઓએ મોબાઇલ વોલેટ રજૂ કર્યાં છે, ટીવી પર તેની જાહેરાતની ભરમાર પણ વધી રહી છે, ત્યારે મોબાઇલ વોલેટ ખરેખર શું છે અને તેનાં જમા-ઉધાર પાસાં કયાં છે એની વાત આ અંકની કવરસ્ટોરીમાં આવરી લીધી છે.

જોકે આ અંકમાં, વર્ડસ્પાર્ક વિભાગનું એક પાનું અને કવરસ્ટોરીનાં ૧૦ પાનાં, બંને સાથેસાથે વાંચવાની ભલામણ છે! સગવડ અને સંબંધનું સંતુલન આપણે જ જાળવવાનું છે.

આપ સૌને આનંદસભર દિવાળી અને ઉત્સાહપૂર્ણ નૂતન વર્ષની શુભેચ્છાઓ!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!