(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ફોન કંપનીને ફટાફટ મંજૂરી
  • ફરી નોકિયાના સ્માર્ટફોન આવશે?
  • ઓનલાઇન ખરીદીમાં દિવાળી
  • ત્રણ હજાર રૂપિયામાં એન્ડ્રોઇડ વન
  • ઇન્ટરનેટ પર લોકપ્રિય બનતી હિન્દી ભાષા
  • પોર્ટેબલ પ્રિન્ટર
  • ફેસબુકની સ્પેશિયલ વાઇ-ફાઇ સર્વિસ

ફોન કંપનીને ફટાફટ મંજૂરી

ભારતમાં ફેક્ટરી નાખવી હોય તો જરૂરી સરકારી મંજૂરીઓ મેળવવામાં કેટલો સમય લાગે? કોઈ ભારતીય કે એનઆરઆઇને પૂછો તો કદાચ કહેશે કે વર્ષો, પણ હમણાં આંધ્ર પ્રદેશની સરકારે ચાઇનીઝ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની ઝિયોમીને વિશાખાપટ્ટનમમાં પ્લાન્ટ નાખવા માટે જોઈતી તમામ મંજૂરી ફક્ત ૮ દિવસમાં આપી.

આંધ્ર પ્રદેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખવા માટે ૨૪ પ્રકારની સરકારી મંજૂરી જરૂરી હોય છે એ ત્યાંની સરકારે સામાન્ય સ્થિતિમાં, ૨૧ દિવસમાં આ મંજૂરી મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે, પણ ચીનની બહાર બીજો પ્લાન્ટ નાખતી ઝિયોમી માટે આંધ્રપ્રદેશા અધિકારીઓએ ઓવરટાઈમ કરી લીધો હોય એવું લાગે છે.


ફરી નોકિયાના સ્માર્ટફોન આવશે?

સ્કૂટરમાં બજાજ, કારમાં મારુતિ એ ફોનમાં નોકિયાનો એક સમયે એક સરખો દબદબો હતો, સમય જતાં આ ત્રણેય કંપની નવાં ક્ષેત્રો તરફ આગળ વધી ગઈ. નોકિયાએ પોતાનો ફોન બિઝનેસ માઇક્રોસોફ્ટને વેચી દીધો તેના એમઓયુની સમયમર્યાદા ૨૦૧૬માં પૂરી થઈ રહી છે અને હવે સમાચાર છે કે નોકિયા કંપની ફરીથી સ્માર્ટફોનન માર્કેટમાં ઝંલાવવાની મોટા પાયે તૈયારીઓ કરી રહી છે.


ઓલાઇન ખરીદીમાં દિવાળી

ભારતમાં ઓલાનઇ શોપિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે એ દિવાળી નજીક આવતાં આ ટ્રેન્ડ હજી વધુ વેગ પકડશે. ભારતમાં ઇન્ટરનેટ એક્સેસ ધરાવતા લોકોનું પ્રમાણ હજી પણ ઘણું ઓછું છે (માંડ ૨૫ કરોડ) પરંતુ તેમી સંખ્યા તેજ ગતિએ વધી રહી છે, એટલે જ ઓલાઇન શોપિંગમાં લાંબા ગાળા સુધી ‘અચ્છે દિન’ની શક્યતાઓ છે.

અત્યારે લોકો વર્ષે અંદાજે ૧૮૦ કરોડ રૂપિયાની ખરીદી ઓલાઇન કરે છે અને ૨૦૧૬ના એક જ વર્ષમાં આ આંકડો વધીને અંદાજે ૨૪૦ કરોડ રૂ‚પિયા થઈ જવાનો અંદાજ છે.

નિષ્ણાતો માને છે કે ભારત સરકારા ઇન્ડિયન પોસ્ટે આધુનિક અને વધુ કાર્યક્ષમ બાનાવવાના પ્રયાસ સફળ રહેશે તો ડિલિવરી અને પેમેન્ટ સરળ બનતાં ઓલાઇન ખરીદી હજી વધુ વેગ કડશે.


ત્રણ હજાર રૂપિયામાં એન્ડ્રોઇડ વન

ભારતમાં એન્ડ્રોઇડ વન ફોન ખાસ લોકપ્રિય બન્યા નહીં, પણ ગૂગલે તેને અન્ય દેશોમાં પણ લોન્ચ કર્યા છે. ગૂગલે ભારતી આશા પણ હજી છોડી નથી. હવે કંપની ફક્ત રૂ. ૩૦૦૦ આસપાસની કિંમતમાં નવા એન્ડ્રોઇડ ફોન બજારમાં મૂકે તેવી પૂરી શક્યતા છે.

 


ઇન્ટરનેટ પર લોકપ્રિય બનતી હિન્દી ભાષા

ભારતમાં લગભગ ૫૦ કરોડ લોકો હિન્દીભાષી છે, પરંતુ વિકિપીડિયા પર હિન્દી લેખોની સંખ્યા માંડ ૧ લાખ છે! જોકે હવે સ્થિતિ બદલાઈ રહી છે. ભારતાં મોટાં શહેરો પછી હવે બીજા અને ત્રીજા સ્તરનાં નગરોમાં ઇન્ટરનેટનો પવન જોશભેર ફૂંકાવા લાગ્યો છે.

ગૂગલ અને ફેસબુક જેવી કંપની ભારતા ગામડે ગામડે ઇન્ટરનેટ હોંચાડવા કમર કસી રહી છે એ ગૂગલે તેની સર્ચ અને મેપ્સ સુવિધામાં હિન્દી જેવી પ્રાદેશિક ભાષાઓ શક્ય એટલી વધુ ઉમેરવાનું શરૂ કરી દીધું છે.


ભારતમાં ઇન્ટરનેટ પર હિન્દી કન્ટેન્ટનો ઉપયોગ પાછલા એક વર્ષમાં ૯૪ ટકા વધ્યો છે, જ્યારે ઇંગ્લિશ કન્ટેન્ટનો ઉપયોગ ફ્ક્ત ૧૯ ટકા વધ્યો છે!


પોર્ટેબલ પ્રિન્ટર

છેલ્લે તમે તમારા ફોટોગ્રાફ્સની ક્યારે પ્રિન્ટ કઢાવી હતી? કદાચ તમને યાદ પણ નહીં હોય. પણ, માઇક્રોમેક્સને લાગે છે કે હજી પણ લોકો ફોટોગ્રાફ્સની હાર્ડકોપી સાચવવાનું પસંદ કરશે, એટલે જ કંપનીએ તેની નવી બ્રાન્ડ ‘યુ’ હેઠળ, ‘યુપિક્સ’ નામનું એક પોર્ટેબલ પ્રિન્ટર લોન્ચ કર્યું છે.

જોકે રૂ. ૬,૯૯૯માં એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાતું આ પ્રિન્ટર કેટલું લોકપ્રિય થશે એ સવાલ છે. સાત ઇંચના ટેબલેટ કરતાં પણ નાનું, એવું ૬ બાય ૩ ઇંચનું આ પ્રિન્ટર બિલકુલ હાથવગું રહી શકે તેમ છે, પરંતુ તે ફક્ત ૨.૧ બાય ૩.૪ ઇંચની સાઇઝમાં ફોટોગ્રાફની પ્રિન્ટ કાઢી શકે છે.

આ પ્રિન્ટર એક મિનિટમાં એક પ્રિન્ટ કાઢી શકે છે અને ૭૫૦ એમએએચની બેટરી પર ચાલે છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસને કોઈ વાયર વિના પણ પ્રિન્ટર સાથે સિન્ક કરી શકાય છે.


ફેસબુકી સ્પેશિયલ વાઇ-ફાઇ સર્વિસ

ભારતમાં નેટ ન્યુટ્રલિટીના મુદ્દે ફેસબુકની ઇન્ટરનેટ.ઓર્ગ પહેલ પર માછલાં ધોવાયાં, પણ કંપની તેના પ્લાન મુજબ આગળ વધી રહી છે. ટીવી પર તેની જાહેરાતનું પ્રમાણ વધવા લાગ્યું છે અને અહેવાલો એવા પણ છે કે ફેસબુક ભારતમાં સ્પેશિયલ વાઇ-ફાઇ સર્વિસ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, એ પણ ઓછી કિંમતે. શક્યતા એવી છે કે આ સર્વિસમાં જાહેરાતો અને વીડિયો નહીં હોય, તેથી તેમાં ઓછી બેન્ડવિથ વપરાતાં યૂઝર્સને ખર્ચમાં બચત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!