આ ગેમ પણ તમે કદાચ પીસી પર રમ્યા જ હશો. આખા સ્ક્રીન પર આપણને જુદા જુદા આકારના પાઈપના ટુકડા મળે, જેે આંગળીના ઇશારે આપણે ફેરવી શકીએ.
સ્ક્રીનના કોઈ એક છેડેથી પાઈપમાં પાણી વહેવાનું ચાલુ થાય અને પાઈપના બીજા છેડેથી એ બહાર ઢોળાય તે પહેલાં આપણે કોઈ પાઈપને યોગ્ય રીતે ફેરવીને ખુલ્લા છેડા સાથે કનેક્ટ કરી દેવાો. ગેમ બે મોડમાં રમી શકાય છે, આર્કેડ એ ચેલેન્જ મોડ. આર્કેડમાં પાણી ઢોળાય તે પહેલાં આપણે વધુમાં વધુ પાઈપ પીસીઝનો ઉપયોગ કરી બતાવવાનો. ચેલેન્જ મોડમાં જુદા જુદા ડિફિકલ્ટી લેવલવાળી ૨૦૦ જેટલી ગેમ રમવા મળશે. આ ગેમમાં આંગળી અને દિમાગ, બંને ઝડપી દોડાવવાં પડશે.
આ એક એવી પઝલ ગેમ છે જેમાં લેસર કિરણ અને અરીસાનો ઉપયોગ થયો છે. તેમાં એક તરફી લેસર કિરણ શરુ થાય અને સ્ક્રીન પર જુદાં જુદાં ટાર્ગેટ તથા મિરર બ્લોક્સ આપેલા હોય. મિરરથી લેસર કિરણ કાટખૂણે રિફ્લેક્ટ થાય એ આગળ વધે. આપણે મિરર બ્લોક્સને એવી રીતે ગોઠવવાા કે લેસર કિરણ જુદી જુદી દિશામાં રિફ્લેક્ટ થઈને અંતે બધાં જ ટાર્ગેટમાંથી પસાર થાય. દિમાગને બરાબર કસરત કરાવે એવી આ ગેમ જુદાં જુદાં ૨૦૦ લેવલમાં રમી શકાય છે. તમે કેટલાંક પાર કરી શકો છો એ જુઓ!
આ એક જરા અલગ પ્રકારી પઝલ છે. શક્ય છે કે શરુઆતમાં આ પઝલ કેમ રમવીએ સમજવાની જ મુશ્કેલ પડે! શરુઆતમાં સહેલાં લેવલી આખી વાતની ગડ બેસશે. વાત એટલી જ છે કે તેમાં જુદા જુદા રંગની પટ્ટીને અને એ જ રંગના નાના બ્લોકને સાથે જોડવાની છે. પટ્ટી પર ક્લિક કરતાં તે ફોલ્ડ થશે અને બીજી પટ્ટી સાથે અડાઈને તે કાટખૂણે આગળ વધશે. ગેમાં ૧૫૦થી વધુ લેવલ છે. મગજને બરાબર કસરત કરાવે એવી ગેમ તમને ગમતી હોય તો આ પઝલ ગમશે.
આ પઝલ કલર ક્યુબ જેવી છે. એક ગ્રાફ પર જુદા જુદા રંગના સંખ્યાબંધ બ્લોક્સ મળે છે. તેની નીચે એ જ બધા રંગના અલગ અલગ બ્લોક ગોઠવાયેલા છે. આપણે નીચેના કોઈ પણ બ્લોકને ટચ કરીએ એટલે ગ્રાફના ડાબી તરફા ઉપરના ખૂણાના બ્લોકના રંગ એ મુજબ બદલાય. હવે એ બધા બ્લોકને અડીને જે રંગના સૌથી વધુ બ્લોક્સ હોય એ રંગના બ્લોકને ટચ કરો. આથી એ બધા બ્લોક આપણને ટચ કરેલા રંગના થઈ જશે. આ રીતે આખા ગ્રાફમાં અંતે ફક્ત એક કલરના બ્લોક્સ રહેવા જોઈએ. શરુઆતમાં દર વખતે સમય ખૂટશે. આપણને મળેલાં પોઈન્ટ વાપરીને આપણે વધુ સમય મેળવી શકીએ. આ ગેમ ઇન્સ્ટોલ કરશો ત્યારે એ એકાઉન્ટ ખોલવા કે ફેસબુક વગેરેથી લોગ-ઇન થવાનો આગ્રહ કરશે, પણ આપણે ફક્ત ગેસ્ટ તરીકે પણ રમી શકીએ છીએ.
સોશિયલ મીડિયામાં લિંક બનાવી બનાવી થાક્યા હો તો આ પઝલમાં ઝંપલાવી જુઓ. પઝલમાં જુદાં જુદાં અઢળક લેવલ્સ છે. રમવાી રીત સાદી છે, એક સરખા લાગતા શેપ્સને આપણે કનેક્ટ કરવાના છે. આગળ વધતા જશો તેમ તેમ વચ્ચે જુદી જુદી શરતો આવતી જશે, શેપ્સ વધતા જશે, આપણે દિમાગ દોડાવીને બધી શરતો પાર કરતા જવાનું એ શેપ્સને યોગ્ય રીતે કનેક્ટ કરતા જવાનું. લેવલ્સમાં થોડા આગળ વધ્યા પછી દરેક વખતે તમારે માથું ખંજવાળવું પડશે એ કંઈક અલગ રીતે વિચારવું પડશે એની ગેરન્ટી. ગેમમાં ૪૦૦ જેટલાં લેવલ્સ છે નાના -મોટા સૌ કોઈને મજા પડે એવી પઝલ છે.
તમે પીસીમાં અને પછી મોબાઇલમાં બબલ શૂટર ગેમ્સ ક્યારેક તો રમ્યા જ હશો. ઉપરથી જુદા જુદા રંગા બબલ્સ કે બોલ્સ આવતા જાય એ આપણે રેન્ડમલી મળતા બોલી એક સરખા રંગના બોલ જોડવાા અને તોડવાા! એમાં એક એવું ડાયમેન્શન ઉમેરે છે મેગ્નેટિક બોલ્સ. આ ગેમ રમવાની છે બબલશૂટરી જેમ જ, પણ દિમાગ દોડાવીને, કેમ કે આમાં બોલ્સ મેગ્નેટી જેમ વર્તે છે એ એક સરખા રંગા બોલ ફૂટ્યા છી બાકીના સરખા રંગા બોલ એકબીજાની તરફ ખેંચાય છે. આપણે આ ખાસિયત ધ્યાનમાં રાખીને બોલ ઓછા કરતા જવાના ટેબલેટ્સમાં પણ સારી રીતે રમી શકાશે.
દીવાસળીી ગોઠવણી કરીને કોયડા ઉકેલવામાં તમે મજા પડે છે? તો આ ફ્રી એપ તમારા માટે છે. આ એક મેપમાં દીવાસળીના જુદા જુદા આકાર, માપ, સમીકરણો અને ડિઝાઇનવાળા કુલ ૧૦ ભાગમાં, એક હજાર કોયડા સામેલ છે. એની ખાસિયત એ છે કે ૭ ઇંચ કે ૧૦ ઇંચના ટેબલેટ પર પણ આ એપના ગ્રાફિક્સ શાર્પ જળવાઈ રહે છે. ધીમા કે ઓછા રેઝોલ્યુશવાળા ફોન પર પણ કોયડા જોવાની મજા પડશે.
ઓકે, મગજ ઝાઝું થાકી જાય તો એક બિલકુલ સિમ્પલ પણ મજાની ગેમ રમી જુઓ. નામ છે, સ્ટીકહીરો. આમાં અલગ અલગ બિલ્ડિંગ જેવી, નીચે ઉપર જતી પટ્ટી પર આપણો સ્ટીક હીરો ઊભો છે. બાજુમાં જુદા જુદા અંતરે નવું બિલ્ડિંગ જોવા મળે. આપણે બંને બિલ્ડિંગ વચ્ચેા અંતરો અંદાજ કાઢીને આપણા હીરોના હાથમાં એટલી લાંબી સ્ટીક તૈયાર કરવાની સ્ક્રીન થોડા સમય માટે ટચ કરી રાખવાનો. જેટલો સમય પ્રેસ કરી રાખીએ એટલી લાંબી સ્ટીક આપણા હીરોના હાથમાં તૈયાર થાય. સ્ટીક બરાબર એટલી જ લાંબી થવી જોઈએ, જેથી એ આડી પડીને બાજુના બિલ્ડિંગ પર પડે ત્યારે જરાય ટૂંકી કે વધુ લાંબી થાય નહીં, બાકી હીરો નીચે ગબડે એ ગેમ ઓવર! બિલ્ડિંગના પરફેક્ટ સેન્ટર (લાલ ટકા) ર સ્ટીક પડે તો વધુ પોઇન્ટ મળે. હીરોને કેટલાં બિલ્ડિંગ પાર કરાવી શકો છો?

