એન્જિન સ્ટાર્ટ કરો, કોકપીટનો દરવાજો લોક કરો, હવે ધીમે ધીમે એન્જિન થ્રોટલ આગળ તરફ લઈ જાઓ, સ્પીડ ૨૦૦થી આગળ જાય એટલે સ્માર્ટફોનને જરા નમાવો… અને તમારું હવે તરી રહ્યું છે હવામાં!
તમે પોતે કોઈ પ્લેનના પાઇલટ છો અને તમારે એક ટાપુ પરથી પ્લેનને ટેક-ઓફ કરી, નજીકના બીજા ટાપુ પર તેનું સલામત લેન્ડિંગ કરવાનું છે. શરૂઆતમાં તમને સ્ક્રીન પર જુદી જુદી સૂચનાઓ મળતી રહેશે. એક એક પછી એક લેવલ પાર કરતા જશો તેમ તેમ થોડી મુશ્કેલીઓ ઉમેરાતી જશે.
સ્માર્ટફોન કે ટેબલેટમાં રમી શકાતી આ એક મજાની ગેમ છે. ગેમમાંની સૂચનાઓ વાંચી અને સમજીને રમશો તો વધુ મજા આવશે!

