(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જાતે બનાવો ઈલેક્ટ્રિક મોટર!

સ્ટેપ-૧

આપણે આટલી વસ્તુઓ જોઈશે

  • ત્રણ રીંગ આકારના ચુંબકો
  • ઇન્સ્યુલેટેડ વાયર (ચારેક ફૂટનો હોય તો સારું)
  • વાયરના છેડા સલામત રીતે છોલી શકાય તેવું સાધન
  • એક મોટો પાવર સેલ
  • બે મોટી પેપરક્લિપ (યુપિન)
  • ચોંટાડવાની ટેપ

સ્ટેપ-૨

વાયરને ત્રણ ટુકડા થાય એમ કાપો. જેમાં એક ટુકડો ૧૮ ઈંચનો અને બીજો ટુકડો ૧૨ ઈંચ લાંબો રાખો. વાયરના ત્રણેય ટુકડાઓના બંને છેડેથી એક ઈંચ જેટલો તાર ખુલ્લો કરો. જે વાયરનો ટુકડો સૌથી લાંબો છે તેના અડધા ભાગ સુધી પરમેનન્ટ માર્કરથી કાળો રંગ કરો.

સ્ટેપ-૩

વાયરનો મોટો ટુકડો લો. તેના એક છેડે બે ઈંચ જેટલો વાયર છોડીને બાકીના વાયરને બેટરી ફરતે વીંટાળો જેથી કોઈલ બની શકે. કોઈલ નીચે બતાવ્યા મુજબની બનવી જોઈએ.

સ્ટેપ-૪

વાયરને બેટરીની બહાર કાઢી લો અને લાંબા છેડાને કોઈલની અંદર નાખી બહાર કાઢો અને પછી કોઈલના બીજા છેડે પણ એ રીતે વીંટાળીને બહાર કાઢી લો.  ઉપર બતાવ્યા મુજબ ગોળાકાર કોઈ બનશે અને તેના બંને છેડે એક-એક ઈંચના ખુલ્લા વાયર રહેશે.

સ્ટેપ-૫

હવે મોટી યુપીનના એક છેડાને ખોલી ચિત્રમાં બતાવ્યા મુજબ વાળી દો. આ રીતે બંને ક્લિકથી કોઈલ માટે હોલ્ડર બનશે.


સ્ટેપ-૬

હવે બંને નાના વાયરના ખુલ્લા છેડાઓને એક-એક યુપિન સાથે જોડો.

સ્ટેપ-૭

ટેબલ પર ત્રણ ચુંબકોની થપ્પી કરો. રાખો. બે બાજુ વાયર સાથે જોડાયેલ પેપરક્લિપ હોલ્ડર અને વચ્ચે ચુંબકો રહે એવી ગોઠવણ કરો. પેપરક્લિપ્સના આધાર ચુંબકોથી દૂર રહેવા જોઈએ. પેપરક્લિપ્સના આધારોને ટેબલ સાથે ટેપથી ચીપકાવી દો.

સ્ટેપ-૮

હવે કોઈલના બંને ખુલ્લા છેડાને પેપરક્લિકમાંના છિદ્રમાં પરોવી દો. ગોઠવણ એવી થવી જોઈએ કે કોઈલ સહેલાઈથી ગોળ-ગોળ ફરે. જ્યારે કોઈલનું એક અર્ધવર્તુળ ચુંબક તરફ હોય ત્યારે તે ચુંબકોથી  ૧ સેમી જેટલું ઉપર  રહેવું જોઈએ. એટલે જ આપણે જરા મોટી યુપિન જોઈશે.

સ્ટેપ-૯

યુપિન સાથે જોડાયેલા બંને વાયરના બાકીના છેડાઓને બેટરીના એક એક છેડે લગાવીને તેને બરાબર ટેપ લગાવી દો, કનેક્શન મજબૂત હોવું જોઈએ.

સ્ટેપ-૧૦

આપણી સરકીટ પૂરી થઈ ગઈ છે. કોઈલને સહેજ ફેરવો અને જુઓ શું થાય છે!

બધાં કનેક્શન બરાબર જોડાયેલાં હોય ત્યારે આપણે બનાવેલી કોઇલ હળવા ધક્કાથી ગોળ ફરવાની શ‚ થાય અને પછી સતત ગોળગોળ ફરવી જોઈએ. બની ગઈ છે, આપણે પોતે બનાવેલી ઇલેક્ટ્રિક મોટર!

હવે જાણીએ આ મોટરનું વિજ્ઞાન

જ્યારે વિદ્યુતપ્રવાહ કોઈલના વાયરમાંથી પસાર થાય ત્યારે કોઈલ ઈલેક્ટ્રોમેગ્નેટ (વિદ્યુતચુંબક) બને છે. પ્રવાહની દિશા ચુંબકિય ક્ષેત્રની ધ્રુવિયતા નક્કી કરે છે. કોઈલની એક બાજુ ઉત્તર ધ્રુવ બને છે અને તેની વિરુદ્ધ બીજી બાજુ દક્ષિણ ધ્રુવ બને છે. કોઈલની નીચે ચુંબકોની થપ્પી તો છે જ. તેથી તમામ ચુંબકોની જેમ વિરુદ્ધ ચુંબકીય ધ્રુવો એકબીજાથી આકષર્યિ અને સમાન ચુંબકીય ધ્રુવો અપાકર્ષણ અનુભવે તેમ અહીં એવું જ બને છે.

ચુંબકની થપ્પી કે જે કોઈલની નીચે છે તે કોઈલ પરના તેના વિરુદ્ધ ધ્રુવ તરફ આકષર્યિ છે અને સમાન ધ્રુવનું અપાકર્ષણ પણ અનુભવે છે. જેના કારણે કોઈલ ફરવા લાગે છે. વાસ્તવમાં બંને ધ્રુવોના કારણે વારાફરતી સતત આકર્ષણ અને અપાકર્ષણ થતું રહેવાથી કોઈલ ફરતી રહે છે.

જો તમારી મોટર બરાબર ચાલે નહીં તો આ મુદ્દાઓ તપાસી જુઓ :

  • શું કોઈલ સંતુલિત છે? તે ઘર્ષણ કે ધ્રુજારી વિના ફરી શકવી જોઈએ.
  • કોઈલને વારાફરતી બંને દિશામાં ફેરવી જુઓ. તે એક દિશામાં કામ કરશે અને બીજી દિશામાં નહીં ચાલે.
  • વાયરના બધા છેડા યોગ્ટ રીતે બેટરી, યુપિન અને કોઈલ સાથે જોડાયેલા હોય તે ચકાસો.
  • નીચે મુકેલાં ચુંબકો પાવરફૂલ હોવાં જોઈએ અને તેમની તથા કોઈલ વચ્ચે યોગ્ય અંતર રહેવું જોઈએ.

આ પ્રયોગ પૂરો થાય પછી સાંધા છોડી નાખો, નહીંતર તે ગરમ થઈ જશે.

આ પ્રયોગની માહિતી http://www.msichicago.org/ સાઇટ પરથી લેવામાં આવી છે, જ્યાં તમને આ પ્રકારના બીજા પ્રયોગો પણ મળશે. જો તમે શાળામાં આવો કોઈ પ્રયોગ બનાવ્યો હોય તો તસવીરો સાથે તેની વિગતો મોકલી આપો આ એડ્રેસ પર : editor@duplics.cybersafar.in

માહિતી અને તસવીર સ્રોત : http://www.msichicago.org/online-science/activities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!