(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કોઈએ કહ્યું છે કે લોકોને આજે જેટલી ઝંખના નવો આઇફોન મેળવવાની છે, એટલી શાંતિ પામવાની હોત તો જગતમાં ક્યારની શાંતિ સ્થપાઈ ગઈ હોત. હમણાં નવો આઇફોન લોન્ચ થયો છે ત્યારે યાદ કરીને, એપલની તમામ પ્રોડક્ટને આટલી લોકપ્રિય બનાવનાર સ્ટીવ જોબ્સને!

જ્યારે તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન શરૂ કરો ત્યારે પહેલાં જે સોલ્યુશન્સ મળે એ બહુ કોમ્પલેક્સ હોય અને મોટા ભાગના લોકો ત્યાં જ અટકી જાય. જો તમે આગળ વધતા રહો, પ્રોબ્લેમને સતત મનમાં જીવતો રાખો અને ડુંગળીનાં પડની જેમ તેને ખોલતા જાઓ, તો મોટા ભાગે તમને એકદમ સુંદર છતાં સરળ સોલ્યુશન મળી જાય. ત્યાં સુધી પહોંચવા માટે જે સમય કે ઊર્જા આપવી પડે એ મોટા ભાગના લોકો આપતા હોતા નથી. અમને લાગે છે કે કસ્ટમર્સ સ્માર્ટ છે અને બહુ વિચારમાંથી જન્મી હોય એવી પ્રોડક્ટ એ માગે છે. (૨૦૦૬માં)

સૌથી પ્રોડક્ટ ન હોય તો પણ જીતે એવાં ઘણાં ઉદાહરણ હશે, જેમ કે વિન્ડોઝ. સામે, સૌથી પ્રોડક્ટ જ જીતે એવાં પણ ઉદાહરણ છે, જેમ કે આઇપોડ. (૨૦૦૪માં)

મને હંમેશા એવું લાગે છે કે સ્લેટ જેવું કોઈ નાનું સાધન હોય, જેને તમે તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો, તો મજા પડી જાય. (૧૯૮૪માં)

ઘણી બધી કંપનીઓએ પોતાના ખર્ચ ઘટાડવાનો રસ્તો લીધો છે, જે એમને માટે કદાચ બરાબર પણ હશે. અમે જુદો રસ્તો પસંદ કર્યો. અમે માનીએ છીએ કે જો તમે કસ્ટમર્સ સામે ગ્રેટ પ્રોડક્ટ્સ મૂકતા રહો તો એ લોકો પોતાનાં ખિસ્સાં ખોલી આપતાં ખચકાશે નહીં. (૨૦૦૭માં)

મને ખાતરી થઈ ગઈ છે કે એક ડોલરને અસરકારક રીતે વાપરવો એક ડોલર કમાવા કરતાં વધુ અઘરું કામ છે.(૧૯૮૫માં)

કબ્રસ્તાનમાં સૌથી અમીર માણસ તરીકે સૂવામાં મને રસ નથી. મને તો રોજ રાતે એવા વિચાર સાથે સૂવામાં રસ છે કે આપણે કંઈક વન્ડરફૂલ કર્યું (૧૯૯૩માં)

થોડા થોડા સમયે એવી કોઈ રીવોલ્યુશનરી પ્રોડક્ટ આવતી હોય છે જે બધું બદલી નાખતી હોય છે. તમને આખી કરિયરમાં આવી એક પ્રોડક્ટ પર કામ કરવા મળે તો તમે નસીબદાર. એપલમાં અમે બહુ નસીબદાર છીએ કે કંપનીએ આવી સંખ્યાબંધ પ્રોડક્ટ્સ રજૂ કરી છે. (૨૦૦૭માં)

ડેસ્કટોપ ઇન્ડસ્ટ્રી મરી પરવારી છે. ઇનોવેશન લગભગ અટકી જ પડ્યું છે. માઇક્રોસોફ્ટ રાજ કરે છે, પણ ભાગ્યે જ કશુંક નવું કરે છે. હું મારી જિજ્ઞાસા કે આંતરસ્ફૂર્ણાને કારણે જે કોઈ બાબતોમાં ઊંડો ઊતર્યો એ બધી આગળ જતાં અમૂલ્ય બની ગઈ. (૨૦૦૫માં)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!