આખી દુનિયામાં પહેલાં વાંચવાની અને પછી ખરીદી કરવાની આખી ઢબ બદલી નાખવાનું શ્રેય એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને ફાળે જાય છે. વિશ્વના સથી વધુ શ્રીમંત લોકોની યાદીમાં ૧૯મા ક્રમે પહોંચેલા આ માણસ પાસેથી, બિઝનેસની સફળતાના વિચારો શીખવા જેવા છે.
આખી દુનિયામાં પહેલાં વાંચવાની અને પછી ખરીદી કરવાની આખી ઢબ બદલી નાખવાનું શ્રેય એેમેઝોાનના સ્થાપક જેફ બેઝોસને ફાળે જાય છે. વિશ્વમાં સૌથી વધુ શ્રીમંત લોકોની યાદીમાં ૧૯મા ક્રમે પહોંચેલા આ માણસ પાસેથી બિઝનેસની સફળતાના વિચારો શીખવા જેવા છે.બિઝનેસમાં સામાન્ય રીતે એક પ્રશ્ન વારંવાર પૂછાય છે, ‘વ્હાય?’ સવાલ સારો છે, પણ એટલો જ મહત્ત્વનો બીજો સવાલ છે, ‘વ્હાય નોટ?’
અમે અમારા કસ્મટર્સને, અમે જેના હોસ્ટ છીએ એવી પાર્ટીના ગેસ્ટ તરીકે જોઈએ છીએ. અમારા કસ્ટમરનો અનુભવ જરા વધુ સારો થાય એ માટે રોજેરોજ પ્રયત્ન કરવા એ અમારું કામ છે.
એમેઝોનમાં અમારી ત્રણ મોટા આઇડિયા હતા, જેે અમે ૧૮ વર્ષથી વળગી રહ્યા છીએ. કસ્ટમર્સને સૌથી આગળ રાખો. નવા રસ્તા શોધો. ધીરજ રાખો.
કંપનીઓ બે પ્રકારની હોય છે, એક જે વધુ ને વધુ ચાર્જ વસુલવા માટે પ્રયત્ન કરશે, અને બીજી જે ચાર્જ શક્ય એટલા ઘટાડવા માટે પ્રયાસ કરશે. અમે બીજા પ્રકારની કંપની બનીશું.
બિઝનેસ આગળ ધપાવવાના બે રસ્તા હોય છે. તમારી જેમાં સારી આવડત હોય એવી વાતોની યાદી બનાવો એ તમારી આવડત મુજબ આગળ વધો. અથવા, નક્કી કરો કે તમારા કસ્મટર્સે શું જોઈએ છે, ત્યાંથી શરૂઆત કરો અને જરૂર પડે તો નવી આવડતો કેળવો. કિન્ડલ આવી જ રીતે વિચારવાનું એક ઉદાહરણ છે.
સૌથી મોટું જોખમ, આગળ ન વધવામાં જ છે.
જો તમે તમારા હરીફ પર નજર રાખીને બિઝનેસ કરો તો કંઈ પણ નવું કરવા માટે તમારા હરીફ કંઈક કરે ત્યાં સુધી રાહ જોવી પડે. જો તમે ગ્રાહક પર નજર રાખશો તો આપમેળે ઘણું નવું કરતા જશો.
જો તમે તમારા બિઝનેસની ડિટેઇલ્સ સમજી ન શકો તો તમે નિષ્ફળ જવાના જ છો.
રેસ્ટોરાંમાં અનલિમિટેડ ડીશ – ચાહો તે અને ચાહો તેટલું – વાળો પ્લાન મને સૌથી વધુ ગમે છે. કસ્ટમર માટે આ સૌથી સહેલો પ્લાન છે.
જો તમે જેનો જવાબ પહેલેથી ખબર હોય એટલું જ કરવાનું વિચારો એ અનિશ્ચિતતાવાળા પ્રયોગો કરો જ નહીં તો તમારી કંપની નક્કી ડૂબવાની.
મને લાગે છે કે પુસ્તકની વ્યાખ્યા જ હવે બદલાઈ રહી છે.

