(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સીપીયુના ફેનમાં ક્યારેક અવાજ કેમ આવે છેે?

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!

જેમ આપણે મગજ ઠંડું રાખવું જરૂરી હોય છે, તેમ કમ્પ્યુટરના મગજ જેવા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (સીપીયુ)ને પણ ઠંડું રાખવું જરૂરી છે. સીપીયુ દર સેકન્ડે અસંખ્ય ગણતરીઓ કરે છે અને પરિણામે તેમાં ગરમી પેદા થતી રહે છે. સીપીયુમાંઘણા ખરા નાજુક ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ હોવાથી તેને ગરમીની લાંબા ગાળાનું નુક્સાન થઈ શકે છે. આવું ન થાય એ માટે સીપીયુમાં પેદા થતી ગરમીનો સામનો કરવા માટે અને ખાસ કરીને કમ્પ્યુટર પ્રોસેસરને ગરમીથી બચાવવા માટે મોટા ભાગનાં સીપીયુમાં એક કે તેથી વધુ ફેનની સગવડ રાખવામાં આવી હોય છે.

જ્યારે કોઈ કારણસર આપણા સીપીયુમાં ગરમી વધે ત્યારે ફેન વધુ જોશથી ફરે અને તેનો અવાજ બહાર સંભળાય એવું બની શકે છે.

હવે સીપીયુમાં ગરમી વધવાનાં કારણો પણ સમજી લઈએ. લાંબા ગાળે સીપીયુની અંદર સખત ધૂળ જમા થતી હોય છે. સીપીયુની અંદરનો પંખો બહારની બાજુએથી હવા ખેંચતો હોવાથી તેની પાંખો પર ધૂળ જમા થાય છે. સીપીયુની અંદર હવાની અવરજવરના ભાગમાં કચરો જમા થતો જાય તો પંખાનું કામ મુશ્કેલ બને છે અને સીપીયુને ઠંડું રાખવા પંખાએ ઓવરટાઇમ કરવો પડે છે. જો આપણે નિયમિત સીપીયુની કાળજીપૂર્વક સફાઈ કરીએ તો પંખો કાર્યક્ષમ રીતે ચાલી શકે છે અને કમ્પ્યુટરના પાર્ટ્સ પણ વધુ સમય કામ આપી શકે છે.

ધૂળ સિવાયનાં કેટલાંક કારણોસર પણ સીપીયુ વધુ ગરમ થાય એવું બની શકે છે. સીપીયુના પ્રોસેસિંગ પાવરનો ખૂબ ઉપયોગ થાય એવું વીડિયો એડિટિંગ, ડીકોડિંગ કે એનકોડિંગ જેવું કામ કરતા હોઈએ તો સીપીયુ સામાન્ય કરતાં વધુ ગરમ થાય એવું બની શકે.

ક્યારેક કમ્પ્યુટરમાં કોઈ પ્રકારનો માલવેર ઘૂસી જાય અને એ સીપીયુ પાસે જરૂર કરતાં વધુ કસરત કરાવે તો પણ સીપીયુ ગરમ થઈ જાય અને પરિણામે ફેન સામાન્ય કરતાં મોટા અવાજે ફરવા લાગે એવું બની શકે છે. તમારું એન્ટિ માલવેર/ એન્ટિ વાઇરસ સોફ્ટવેર અપ-ટુ-ડેટ છે કે નહીં તે ચકાસી જુઓ.

કમ્પ્યુટર જે રૂમમાં હોય તેનું તાપમાન પણ સીપીયુમાંની ગરમીમાં ભાગ ભજવે છે.

– મુકેશ બાદરશાહી, પોરબંદર

 

પીડીએફ અને ઇપબમાં તફાવત શું છે?-

 પુષ્કરભાઈ ઘિયા, મુંબઈ


એક રીતે જુઓ તો પીડીએફ અને ઇપબ બંને એક પ્રકારની ઈબુક છે. બંને લગભગ સરખું જ કામ આપે છે, છતાં બદલાતા સમયની જ‚રિયાત અનુસાર બંનેમાં તફાવત આવ્યો છે.

પીડીએફને આપણે ઇબુક એટલે કે ઇલેક્ટ્રોનિક બુકનું સૌથી પહેલું અને સૌથી જૂનું ફોર્મેટ કહી શકીએ. એડોબ કંપનીએ ૨૦૦૧માં પીડએફ ફોર્મેટ વિક્સાવ્યું. પીડીએફનું આખું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. જુદી જુદી કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ અને જુદા જુદા પ્રકારના સોફ્ટવેરમાં તૈયાર થતાં ડોક્યુમેન્ટ કોઈ પણ કમ્પ્યુટર પર, યથાવત સ્વ‚પમાં જોઈ શકાય એ માટે પીડીએફ ફોર્મેટ વિક્સાવવામાં આવ્યું.

પરંતુ હવે સમય બદલાયો છે. લોકો પોતાના ઇ-રીડર, ટેબલેટ કે સ્માર્ટફોનના નાના સ્ક્રીનમાં પણ પુસ્તકો વાંચતા થયા છે. આથી આ પ્રકારના જુદા જુદા માપના સ્ક્રીન ધરાવતા દરેક ડિવાઇસ પર સારી રીતે વાંચી શકાય એવા ફોર્મેટની જ‚ર ઊભી થઈ. વાસ્તવમાં હવે ઇપબ ઉપરાંત, મોબી, એઝેડડબલ્યુ જેવાં ફોર્મેટ પણ ચલણમાં આવ્યાં છે. તેમાં ઇપબ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફોર્મેટ છે. આ એક ઓપન સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે અને અલગ અલગ પ્રકારનાં સંખ્યાબંધ સાધનોમાં વિવિધ એપની મદદથી તેનો ઉપયોગ કરી શકાય છે. આ જ રીતે, જો આપણા સાધનમાં પીડીએફ રીડર હોય તો આપણે પીડીએફ પણ વાંચી શકીએ છીએ.

હવે પીડીએફ અને ઇપબ વચ્ચેનો તફાવત બરાબર સમજજો.

પીડીએફની ખાસિયત એ હતી (કે છે) કે તે ડોક્યુમેન્ટનો લેઆઉટ તેના મૂળ સ્વ‚પે જ જાળવી શકે છે. જેમ કે ‘સાયબરસફર’નું આ મેગેઝિન જે અત્યારે તમારા હાથમાં છે તેની ઓનલાઇન એડિશન દરેક અંકની પીડીએફમાંથી તૈયાર થાય છે, એટલે મેગેઝિન જે સોફ્ટવેરમાં તૈયાર થયું છે તે સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાં ન હોવા છતાં તમે તેને મૂળ સ્વ‚પે (અલબત્ત, રંગીન સ્વ‚પે!) જોઈ શકો છો. આ મેગેઝિનની તો પીડીએફમાંથી ફ્લિપબુક બનાવવામાં આવે છે, પણ ધારો કે તે પીડીએફના યથાવત સ્વ‚રુપે હોય તો તમે તેને કમ્પ્યુટરના મોટા સ્ક્રીન પર તો સહેલાઈથી વાંચી શકો છો, પરંતુ મોબાઇલ કે ટેબલેટના નાના સ્ક્રીન પર તેને વાંચવામાં તકલીફ પડી શકે છે કેમ કે પીડીએફમાં લેઆઉટ યથાવત જળવાય રહે છે (નીચેની ઇમેજીસ ધ્યાનથી જુઓ).

હવે ‘સાયબરસફર’ મેગેઝિનને બદલે કોઈ પણ પુસ્તકનો વિચાર કરીએ જેમાં માત્ર લખાણ હોય. તો આ પુસ્તકની પીડીએફ કમ્પ્યુટર પર તો સહેલાઈથી વાંચી જ શકાય પરંતુ મોબાઇલના સ્ક્રીન પર તેને યથાવત સ્વ‚પે વાંચવામાં આવે તો શક્ય છે કે અક્ષરો અત્યંત નાના થઈ જાય. આખા પેજને ઝૂમ કરી શકાય, પરંતુ તો અક્ષરો મોબાઇલની બંને બાજુ બહાર નીકળી જતાં આપણે વારંવાર પેજને બંને તરફ ખસેડીને વાંચવું પડે.

ઇપબ ફોર્મેટ, ખાસ કરીને આવા માત્ર લખાણ (કે પછી સળંગ લખાણ વચ્ચે આવતી ઇમેજ) સાથેના પુસ્તક માટે વધુ ઉપયોગી છે. અહીં પેજનો લેઆઉટ યથાવત ન જળવાય એ તેની ખૂબી છે!

આપણે ટેબલેટ કે સ્માર્ટફોનમાં ઇપબ વાંચી શકાય એવી એપમાં ઇપબ ઓપન કરીએ તો દરેક  પેજમાંના શબ્દો નાના મોટા કરી શકાય છે અને સ્ક્રીનની પહોળાઈ અનુસાર લીટીઓ તૂટે છે, પણ લખાણ અકબંધ રહે છે!

પીડીએફમાં પણ ટેક્સ્ટને રીફ્લો કરીને આવી સુવિધા મેળવી શકાય છે, પરંતુ મેગેઝિન જેવા કોમ્પ્લેક્સ લેઆઉટમાં એ શક્ય બનતું નથી.

આ સિવાય બંનેમાં ઘણી અસમાનતા અને ખાસિયત છે, જેમ કે પીડીએફ ડોક્યુમેન્ટને એડિટ કરી શકાય છે, તેમાં ડિજિટલ સિગ્નેચર, કમેન્ટ, લિંક વગેરે ઉમેરી શકાય છે, જ્યારે ઇપબ મુખ્યત્વે વાંચન માટે જ ઉપયોગમાં લેવાતું ફોર્મેટ છે. ઇપબમાં હવે ૩.૦ વર્ઝન આવ્યા પછી તેમાં ઇમેજ હેન્ડલિંગ સહિતની  સુવિધાઓ ઉમેરાઈ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!