(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ આપણે જે સર્ચ કરીએ એ શોધી આપે છે. આ બધી માહિતી ગૂગલ પર કોણ મૂકે છે?

સવાલ લખી મોકલનારઃ નીતિન શાહ, ડોંબીવલી

ટૂંકો જવાબ છે, આપણે સૌ! આપણે બધા જ ભેગા થઈને ગૂગલને જુદી જુદી માહિતી આપીએ છીએ, જે ગૂગલ શોધીને આપણી નજર સમક્ષ લાવી મૂકે છે!

ગૂગલ અને તેના જેવાં બીજાં સર્ચ એન્જિનોએ એવી ટેક્નોલોજી વિક્સાવી છે જેની મદદથી, આવાં સર્ચ એન્જિનનાં કમ્પ્યુટર આખા ઇન્ટરનેટ પરનાં અનેક વેબપેજીસમાંની માહિતીને સતત જુદી જુદી રીતે તપાસતાં રહે છે અને જુદા જુદા અનેક માપદંડોને આધારે આ માહિતીને તપાસી, યાદીમાં આગળ કે પાછળ મૂકીને આપણી સમક્ષ મૂકે છે. એટલે કે ગૂગલ પર જોવા મળતી માહિતી ગૂગલ પર કોઈ મૂકતું નથી, પણ સૌ કોઈ પોતપોતાની વેબસાઇટ પર જે માહિતી મૂકે છે, તેમાંથી આપણી સર્ચનો જવાબ ધરાવતાં વેબપેજીસ ગૂગલ (કે તેનાં જેવાં બીજાં સર્ચ એન્જિન) શોધી લાવે છે.

રહી વાત રેસ્ટોરન્ટ કે તેના જેવી બીજી માહિતીની. તેનો જવાબ પણ એ જ છે કે ગૂગલે ‘પ્લેસીઝ ફોર બિઝનેસીઝ’ નામે એક સર્વિસ શ‚રુ કરી છે, જેમાં નાનો-મોટો બિઝનેસ ધરાવતા સૌ કોઈ પોતાના બિઝનેસને લગતી માહિતી, તેનું સરનામું, ફોન નંબર, કામકાજના કલાક, રજાનો દિવસ, તેની વેબસાઇટની લિંક, તેની પ્રોડકટ્સ કે સર્વિસના ફોટોગ્રાફ કે વીડિયો વગેરે માહિતી અપલોડ કરે છે. ગૂગલ આ બધી માહિતીને તેના મેપ્સ સાથે સાંકળે છે. આપણે જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારમાંની રેસ્ટોરન્ટની માહિતી શોધીએ ત્યારે ગૂગલ તેને તારવીને આપણી સામે મૂકે છે.

ગૂગલ સિવાય બીજી ઘણી કંપની આવી માહિતી આપે છે. ફેર એટલો છે કે ગૂગલનો વ્યાપ ઘણો વધુ હોવાથી તેના પર માહિતીનું પ્રમાણ પણ વધુ છે. ગૂગલ તેનો લાભ લઈને નવી સુવિધાઓ વિકસાવી શકે છે.

જેમ કે ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન ધરાવતા મોબાઇલમાં હવે એવી સુવિધા હોય છે કે આપણા પર કોલ તરીકે આવેલો નંબર આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય (મતલબ કે આપણા માટે કોઈ નામ ન ધરાવતો અજાણ્યો નંબર હોય) તો ગૂગલ તેના પોતાના ડેટાબેઝમાં એ નંબર કોનો છે એ શોધી, એ નંબર કોઈ બિઝનેસ કે સર્વિસનો હોય તો સામેથી આપણને જાણ કરે છે!

સર્ચ કેવી રીતે કામ કરે છે એ બહુ રસપ્રદ વિષય છે અને સંખ્યાબંધ વાચકોના રસની બાબત છે, એ વિશે ક્યારેક વિગતવાર વાત કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!