[vc_row][vc_column][vc_column_text]
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!
સવાલ લખી મોકલનારઃ મહેશ સોલંકી
આમ તો આપણે ટવીટર વિશેના અગાઉના લેખોમાં આ વિશે થોડી ચર્ચાઓ કરી છે, પણ મુદ્દો રસપ્રદ હોવાથી થોડી વધુ વાત કરીએ.
આપણે અવારનવાર ટવીટર, ફેસબુક કે ગૂગલ પ્લસ એ તેા જેવી બીજી ઘણી સોશિયલ સાઇટ્સ પર આપણે હેશટેગ (#)ની નિશાની જોઈએ છીએ. ટ્રેન્ડિંગ કે વોટ્સ હોટ જેવા શીર્ષક હેઠળ જુદા જુદા શબ્દો લખ્યા હોય એ તેની આગળ હેશટેગ જોવા મળે અથવા તો લોકોની પોસ્ટમાં આ નિશાની વારંવાર નજરે ચઢે. સોશિયલ મીડિયાનો પૂરતો અનુભવ ન હોય તો સમજાય જ નહીં કે લોકો પોતાની પોસ્ટમાં આવી નિશાની કેમ ઉમેરે છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયાો ખરેખર સોશિયલ બાવે છે આ હેશટેગ.
સોશિયલ મીડિયામાં તેનો ઉપયોગ ઘણો મોડો શરૂ થયો, પણ ખરેખર તો હેશટેગ એ સંખ્યા સૂચવતી નિશાની છે, પણ તેના ભાતભાતના ઉપયોગ છે. આંકડાની પહેલાં તેનો ઉપયોગ કરવામાં આવે તો એ સંખ્યા સૂચવે છે, જેમ કે #1, જે બોલાય નંબર વન તરીકે. જો આંકડા પછી તેનો ઉપયોગ થાય તો તે વજન દર્શાવે છે (ખાસ કરીને અમેરિકામાં), જેમ કે 5# એટલે ફાઇવ પાઉન્ડ! આ હેશટેગી નિશાનીનો ફોનમાં નંબર સૂચક નિશાની તરીકે, ઉપયોગ થાય છે એ કમ્પ્યુટર લેન્ગ્વેજમાં પણ તેનો ઉપયોગ થાય છે.
પરંતુ સોશિયલ મીડિયામાં હેશટેગો જુદો જ ઉયોગ છે. સોશિયલ મીડિયામાં આણે જાણીએ છીએ તેમ આખી દુનિયા અસંખ્ય લોકો અસંખ્ય વિષયો પર પોતાના વિચાર, ઇમેજ, વીડિયો વગેરે શેર કરતા રહે છે, પરંતુ આપણે એ જાણવું હોય કે સોશિયલ મીડિયાની કોઈ ચોક્કસ સાઇટ પર ગુજરાત વિશે લોકો શું શેર કરે છે તો? ફક્ત ‘ગુજરાત’ શબ્દ સર્ચ કરવાથી કામ પતે નહીં કેમ કે ઘણી પોસ્ટમાં ગુજરાત વિશે વાત હોય, પણ એમાં ગુજરાત શબ્દ આવતો જ ન હોય તો? આ સિવાય, આપણે પણ જે તે સાઇટ પર જેટલા લોકો ગુજરાત વિશે ચર્ચા ચલાવી રહ્યા હોય, તેમાં ઝુકાવવું હોય તો? સોશિયલ મીડિયા પર, કોઈ ચોક્કસ વિષયે લગતી બધી પોસ્ટો અલગ તારવવાની આવી દેખીતી કોઈ સગવડ હોતી.
પરંતુ ઓગસ્ટ ૨૩, ૨૦૦૭ના દિવસની વાત બદલાઈ. એ દિવસે ક્રિસ મેસિના નામન એક ડેવલપરે બારકેમ્પ નામની ટેકનોલોજી વિશે ટવીટર પર ચર્ચા કરતા લોકોના વિચારો સહેલાઈથી શોધી શકાય એ માટે પોતાની ટવીટમાં સૂચવ્યું કે આ મુદ્દે ટવીટ કરતા દરેક લોકો બારકેમ્પ શબ્દની આગળ હેશટેગ મૂકે તો કેવું? ટવીટરના સંચાલકોને લાગ્યું હતું કે આ ટ્રેન્ડ કંઈ લાંબો નહીં ચાલે, પણ અત્યારે હેશટેગનો સૌથી વધુ ઉપયોગ ટવીટર પર થાય છે એ બીજી સાઇટ્સ પર પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે.
ઓકે, તો હવે આણે હેશટેગનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ? પહેલી વાત તો એ કે હેશટેગનું ચોક્કસ લિસ્ટ હોતું નથી, જેે જે શબ્દનો હેશટેગ તરીકે ઉપયોગ કરવો હોય તે કરી શકે. તમે સોશિયલ મીડિયા સાઇટ પર, નવી ટવીટ કે પોસ્ટમાં તમારા અન્ય લખાણની સાથે હેશટેગની નિશાની કરીને કંઈપણ લખવાનું ચાલુ કરો એટલે એ અક્ષરોથી શરૂ થતા એ અન્ય લોકોએ બનાવેલા હેશટેગની યાદી જોવા મળે, આપણે એમાંથી કોઈ પસંદ કરી શકીએ અથવા નવો જ શબ્દ ઉમેરી શકીએ.
આપણો પોતાનો શબ્દ હેશટેગ તરીકે ઉમેરતી વખતે કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે હેશટેગ તરીકે એકથી વધુ શબ્દોનો ઉપયોગ કરવો હોય તો વચ્ચે સ્પેસ નહીં રાખવાની. બેં શબ્દને જુદા પાડવા બંનેના પહેલા અક્ષર કેટિલ કરી શકાય, પણ સ્પેસ નહીં ચાલે. અક્ષરો કેપિટલ હોય કે હોય, તો તેનાથી પરિણામ તો સરખું જ મળે છે. હેશટેગમાં આંકડા લખી શકાય, પણ અલ્વિરામ, પૂર્ણ વિરામ, આશ્ચર્યચિહ્ન વગેરે નહીં ચાલે.
બીજી વાત, એટ (@) નિશાનીનો ટવીટરમાં હેશટેગ કરતાં સાવ જુદો જ ઉપયોગ થાય છે. ટવીટરનો ઉપયોગ કરતી વ્યક્તિના નામ પહેલાં તરત નિશાની લખીને ટવીટ કરવાની એ વ્યક્તિને ડાયરેક્ટલી ટવીટ થાય છે અને એ વ્યક્તિ જાણી શકે છે કે તમે તેમા વિશે કશુંક ટવીટ કર્યું. હેશટેગ લગાવવાથી એ વ્યક્તિને જાણ થાય એવું બની શકે છે.
ટવીટર પછી જૂન ૨૦૧૩થી ફેસબુકમાં પણ તેનો ઉપયોગ શરુ થયો, જોકે તેમાં તેનો ટવીટર જેટલો ઉપયોગ થતો નથી.. ઇન્સ્ટાગ્રામ, ગૂગલ પ્લસ, ટમ્બલર, ન્ટિરેસ્ટ વગેરેમાં પણ હેશટેગ લોકપ્રિય બની રહ્યા છે. ગૂગલ પ્લસમાં આપણે મથાળાના મેનુમાં ‘એક્સપ્લોર’ ક્લિક કરીએ એટલે ગૂગલ પ્લસ પર લોકપ્રિય હેશટેગ્સની યાદી જોવા મળે છે. તેમાં આપેલા સર્ચબોક્સથી આપણે બીજા હેશટેગ પર સર્ચ કરી શકીએ છીએ.
[/vc_column_text][/vc_column][/vc_row]

