(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સવાલ લખી મોકલનારઃ ભરતભાઈ જયસ્વાલ

“ઘણી સાઇટમાં ટવીટર, ફેસબુક, ગૂગલ+ સિવાય પણ ઘણા લોગો હોય છે, જેમ કે લિંક્ડઇન, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, ટમ્બલર, સ્ટમ્બલ અપો વગેરે. આ બધાનો શું ઉપયોગ હોય છે અને એ બધામાં કઈ રીતે જોડાઈ શકાય?

આપણી ગુજરાતી ભાષામાં બે બિલકુલ વિરોધાભાસી કહેવતો છે, ‘ન બોલવામાં નવ ગુણ’ અને ‘બોલે તેનાં બોર વેચાય’. અત્યારનું સાયબરજગત ફકત અને ફક્ત બીજી કહેવતમાં વિશ્વાસ રાખે છે એમ કહીએ તો બિલકુલ ખોટું નથી. ઇન્ટરનેટ પર એક તરફ લોકો વ્યક્તિગત રીતે પોતાના નાના-મોટા બ્લોગ ચલાવીને સક્રિય છે તો બીજી તરફ વિશ્વભરમાં ફેલાયેલી કંપનીઓ પણ ઇન્ટરનેટ પર પોતાની હાજરી પૂરાવે છે. આ સૌનું લક્ષ્ય એક જ હોય છે – પોતાની વાત વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એનો અત્યારે સૌથી વધુ અસરકારક જવાબ છે સોશિયલ શેરિંગ.

ભરતભાઈના સવાલનો સાર અને જવાબ પણ આ જ સોશિયલ શેરિંગમાં સમાયેલો છે. આજકાલ તમે કોઈ પણ વેબસાઇટ પર જાઓ તો ત્યાં મુખ્ય લેખની આજુબાજુમાં, ઉપર કે નીચે (કે પછી બધે જ!) તમને ટવીટર, ફેસબુક અને ગૂગલ+ જેવી સાઇટનાં બટન તો દેખાશે જ, સાથોસાથ બીજી ઘણી સાઇટનાં બટન પણ જોવા મળી શકે છે (‘સાયબરસફર’ની આપણી નવી સાઇટ પણ તેમાંથી બાકાત નથી!).

આવાં બટન્સ મૂકવાનું મુખ્ય કારણ શું? એ કઈ રીતે કામ કરે છે એ તેનાથી આપણને શું લાભ અને સાઇટ બનાવનારને શો ફાયદો? જરા વિગતવાર સમજવાની કોશિશ કરીએ.

આખો મુદ્દો એડવટર્ઇિઝિંગ અને માર્કેટિંગની બદલાતી તાસીરનો છે.

એક અંદાજ પ્રમાણે, આજે દુનિયાભરની ૧૦૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી તમામ કંપનીઓમાંથી ૯૦ ટકા કંપનીઓ પોતાના માર્કેટિંગ કેમ્પેઇન્સમાં સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે, તેનાથી નાની અને ઇન્ટરનેટ પર ઠીકઠીક હાજરી ધરાવતી તમામ કંપનીઓ પણ સોશિયલ મીડિયાો શક્ય એટલો લાભ લેવા પ્રયાસ કરે છે. કારણ સાવ સાદું છે – કોઈ પણ કંપની પ્રચાર કે જાહેરાત માટેનાં પરંપરાગત સાધનોનો ઉપયોગ કરે તો એ પ્રમાણમાં વધુ ખર્ચાળ છે અને એની પહોંચ મર્યાદિત છે.

કોઈ કંપની પોતાની પ્રોડક્ટ માટે અખબારમાં જાહેરાત આપે તો એક સાથે લાખો વાચકો સુધી પહોંચે ખરી, પણ તેની આવરદા એક દિવસ પૂરતી, બીજા દિવસે એ પસ્તી બને. લાખો વાચકોમાંથી કેટલા લોકોનું એ જાહેરાત પર ધ્યાન ખેંચાયું એ વળી નવો સવાલ. એનો કોઈ સ્પષ્ટ જવાબ ન મળે. ઉપરાંત, એક વ્યક્તિએ એ જાહેરાત વાંચી તો વાત ત્યાં જ પૂરી થાય, જાહેરાત બહુ ઉપયોગી હોય તો એ વ્યક્તિ કદાચ બે-ચાર પરિચિતોને તેના વિશે કહે એ પછી વાત પર ત્યાં પૂર્ણવિરામ આવે.

જ્યારે સોશિયલ મીડિયામાં ખરેખર અપાર સંભાવના છે.ધારો કે તમે ‘સાયબરસફર’ની સાઇટ પર કોઈ લેખ વાંચી રહ્યા છો. લેખ તમે ગમ્યો એ વિચાર આવ્યો કે તમારા જેવી જ પસંદગી ધરાવતા તમારા બીજા મિત્રોને પણ ગમશે. તો તમે એ વેબપેજ પર આજુબાજુમાં નજર દોડાવો. ધારો કે તમે ફેસબુક પર વધુ સક્રિય છો એ તમારા મોટા ભાગના મિત્રો પણ ત્યાં જ સક્રિય

છે. તો, જો તમે ‘લાઇક’ બટન પર ક્લિક કરશો તો ફેસબુકમાંના તમારા તમામ મિત્રોને નોટિફિકેશન મારફત જાણ થશે કે તમે ‘સાયબરસફર’ના પેજને લાઇક કર્યું છે.


જો તમે ‘શેર’ બટન પર ક્લિક કરો તો તમે ‘સાયબરસફર’ના જે તે લેખ વિશે તમારી નોંધ પણ ઉમેરી શકો છો એ એ બધું તમારા મિત્રો વાંચી શકે છે, તેની સાથોસાથ એ લેખની લિંક પણ તમારા મિ

ત્રો સુધી પહોંચે છે – મતલબ કે તમારા મિત્રમાંથી કોઈ એ લેખ વાંચવા ‘સાયબરસફર’ની સાઇટ પર આવે તેવી શક્યતા ખરી.

એ મિત્ર વળી બીજાં પાનાં વાંચે એ ત્યાંથી કશુંક શેર કરે. તમારા મિત્રો, ફેસબુક પરની જ એ લિંકને પોતાના મિત્રોમાં આગળ ધપાવી શકે છે. આમ આ સાંકળ જુદી જુદી દિશામાં લંબાતી જ જાય છે!

ઉપરાંત, આપણે સામાન્ય રીતે સોશિયલ મીડિયા એટલે ફેસબુક, ટવીટર એ ગૂગલ પ્લસ એમ માનીએ છીએ, પણ ઇન્ટરેટ પર એક પ્રકારની સોશિયલ સાઇટ્સ છે એ તેમાંની ઘણી વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે. જેમ કે યુટ્યૂબ, ટમ્બલર, ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ, લિંક્ડઇન, સ્ટમ્બલઅપોન વગેરે પણ સોશિયલ સાઇટ્સ છે. આપણે આ દરેક સાઇટ પર પોતાનાં ખાતાં ખોલાવીને તેની ખાસિયત મુજબ તેનો લાભ લઈ શકીએ છીએ.

આથી મોટા ભાગની કંપનીઓ પોતાની વેબસાઇટ પરના પેજીસ ર વધુ નેે વધુ સોશિયલ સાઇટ્ર શેર કરવાનાં બટન મૂકવા લાગી છે. અને વેબપેજ પર અવારનવાર મુલાકાતી જે સોશિયલ સાઇટ પર વધુ સક્રિય હોય તેના પર એ આ ક્ન્ટેન્ટ શેર કરી શકે અને પેલી સાંકળ નવી દિશામાં આગળ વધે!

નીચે આવી કેટલીક જાણીતી સાઇટ્સની જે વિગતો આપી છે તે વર્ષ ૨૦૧૩ સુધીના આંકડા બતાવે છે. ‘વાયર્ડ’ નામના જગવિખ્યાત મેગેઝિન પર મૂકાયેલી આ વિગતોની સોશિયલ મીડિયાનો વ્યાપ કેટલો વધી રહ્યો છે તે સ્પષ્ટ થશે :

ઇન્ટરનેટ પર જેટલાં વેબપેજીસ જોવાય છે, તેમાંની લગભગ ૨૦ ટકા ફાળો માત્ર ફેસબુકનો  છે. ફેસબુક પર દરરોજ ૩.૨ અબજ ‘લાઇક્સ’ એ કમેન્ટ્સ પોસ્ટ થાય છે, અને સાથે દરરોજ ૩૦ કરોડ ફોટોગ્રાફ ફેસબુક અપલોડ થાય છે.

ટવીટરના ૨૦ કરોડી વધુ સક્રિય યુઝર્સ છે. અહીં બધી વાત ફક્ત ૧૪૦ અક્ષરોમાં કહેવાની હોય છે, પણ લેખ, ફોટોગ્રાફ, વીડિયો વગેરે ઘણું બધું અહીં શેર કરી શકાય છે. ટવીટરના લગભગ ૪૦ ટકા યુઝર્સ ભાગ્યે જ ટવીટર પર પોતે કશુંક શેર કરે છે, પણ તેઓ ટવીટર પર બીજા લોકો જે શેર કરે છે, તે સતત જુએ છે. ટવીટરના અડધાથી વધુ યુઝર્સ હવે મોબાઇલ પર ટવીટર એક્સેસ કરે છે.

પિન્ટરેસ્ટ આ બધામાં પ્રમાણમાં નવી સર્વિસ છે,પણ તેાય એક-દોઢ કરોડ યુઝર્સ છે. આ સાઇટ મહિલાઓમાં વિશેષ લોકપ્રિય છે, અહીં ઇન્ટરનેટ પરની જુદી જુદી સાઇટ્સની ઇમેજીસ શેર કરી શકાય છે.

લિંક્ડઇન પ્રોફેશનલ્સમાં ખાસ્સી લોકપ્રિય સર્વિસ છે. દર અઠવાડિયે પાંચેક કરોડ લોકો આ સાઇટની મુલાકાત લે છે. અહીં જુદા જુદા કામમાં માહેર લોકો પોતાના પ્રોફેશનલ પ્રોફાઇલ મૂકી શકે છે, તેમા કામ એ આવડત વિશે બીજા લોકો પોતાના અનુભવો પણ લખે છે. વધુ સારી નોકરી મેળવવામાં કે વધુ કામ મેળવવામાં આ સાઇટ ઘણી મદદ‚રુપ થાય છે.ગૂગલ પ્લસમાં પણ હવે ૫૦ કરોડ જેટલા યુઝર્સ થઈ ગયા છે. ફેસબુકના લાઇક જેવા ગૂગલ પ્લસના +૧ બટનનો એક દિવસમાં પાંચ અબજ વાર ઉપયોગ થતો હોવાનો અંદાજ છે.

આ બધામાં જરા જુદા ચીલે ચાલે છે યુટ્યૂબ. ફેસબુક પર રોજેરોજ કુલ ૫૦૦ વર્ષ જેટલી લંબાઈ ધરાવતા વીડિયો જોવાય છે. ટવીટર પર દર મિનિટે ૭૦૦ વીડિયો શેર થાય છે એ આ બધા વીડિયોનું મૂળ ઘણું ખરું યુટ્યૂબમાં હોય છે. યુટ્યૂબ પર દર મહિેને કુલ ૪ અબજ કલાકની લંબાઈ ધરાવતા વીડિયો અપલોડ થાય છે. દર અઠવાડિયે લગભગ ૧૦ કરોડ લોકો યુટ્યૂબ પર વીડિયો જોઈને તેા ફેસબુક, ટવીટર વગેરે પર શેર કરે છે.ફોટોગ્રાફ્સની વાત કરીએ તો તેમાં ઇન્સ્ટાગ્રામ નામની એક સર્વિસ ધૂમ મચાવી રહી છે. આ સર્વિસ ર દરરોજ ૪ કરોડ ફોટોગ્રાફ લોકો અપલોડ કરે છે.

આ બધા સિવાય સ્ટમ્બલ અપોન, ડેલિશિયસ વગેરે સર્વિસ ઉપર પર લોકો પોતાના એકાઉન્ટ ખોલાવીને નેટ પર તેમને જે સારું લાગે તે બીજા લોકો સાથે શેર કરતા રહે છે.

આ બધામાં વોટ્સએપ જેવી મોબાઇલ પર ધમાલ મચાવી રહેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ ઉમેરો!

ટૂંકમાં, ઇન્ટરનેટ પર જેટલું નવું ક્ન્ટેન્ટ મૂકાય છે તેના કરતાં એક ગણા વધુ પ્રમાણમાં તે એકબીજા સાથે શેર થાય છે. ઇન્ટરેટ પર સક્રિય દરેક વ્યક્તિ, સંસ્થા કે કંપની તેમની વાત વધુ લોકો સુધી પહોંચે એવું ઇચ્છે છે અને એટલે જ, જુદા જુદા લેખ સાથે શેર કરી શકાય તેવી સર્વિસની યાદી લંબાતી જાય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!