(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રેટિના અને રેટિના એચડી ડિસ્પ્લે શું છે?

વારંવાર વંચાતા અને સંભળાતા, પણ ઓછા સમજાતા ટેકનિકલ શબ્દોની સરળ સમજણ

સ્માર્ટફોનના ડિસ્પ્લેની વાત નીકળે એટલે ચર્ચા કરનારા જો જરા જાણકાર હોય તો એક શબ્દ જરૂર સાંભળવા મળે – રેટિના ડિસ્પ્લે. એપલના ફોનના ડિસ્પ્લે માટે આ શબ્દ વારંવાર સંભળાય છે. એપલ આઇફોન ૬ લોન્ચ થયા પછી, તેમાં વળી એચડીનું છોગું ઉમેરાયું છે. તો આ રેટિના કે રેટિના એચડી ડિસ્પ્લે ખરેખર છે શું?

આગળ શું વાંચશો?

  • રેટિલા ડિસ્પ્લે ખરેખર શું છે?
  • રેટિના ડિસ્પ્લે કોને કહેવાય?
  • રેટિના ડિસ્પ્લેમાં સ્ક્રીન રેગ્યુલેશન કેટલું હોય છે?
  • એપલ સિવાય બીજા કોઈ ફોન કે ટેબલેટમાં ડિસ્પ્લે હોઈ શકે?

તમારા કોઈ પરિચિત પાસે એપલનો ફોન હોય અને તમારી પાસે એન્ડ્રોઇડનો પ્રમાણમાં સાદો ફોન હોય તો પેલી વોશિંગ પાવડરની જાહેરાત જેવો સવાલ તમને પણ અચૂક થયો હશે, ‘ઇસકા ડિસ્પ્લે મેરે ડિસ્પ્લે સે બેહતર કૈસે? કારણ છે એપલની ડિસ્પ્લે ટેક્નોલોજી.

આપણે તેની એ ફોર એપલના ડી ફોર ડિસ્પ્લે સુધીની એબીસીડી જાણીએ.

રેટિના ડિસ્પ્લે ખરેખર શું છે?

વાસ્તવમાં આ ‘રેટિના ડિસ્પ્લે’ એ કોઈ ટેક્નોલોજીનું નામ નથી. એ તો એપલ કંપનીએ પોતાનાં અમુક ડિવાઇસીઝમાં વપરાતી ડિસ્પ્લે ટેક્નોલોજીના માર્કેટિંગ માટે આપેલો શબ્દ છે. અલબત્ત, કંપનીએ આ શબ્દ ટ્રેડમાર્ક કરાવી લીધો છે એટલે બીજી કોઈ પણ કંપની એપલ જેવાં જ સ્પેસિફિકેશન સાથેનો ડિસ્પ્લે આપે તોય તેને માટે ‘રેટિના ડિસ્પ્લે’ શબ્દ વાપરી શકે નહીં.

એ તો બરાબર, પણ રેટિના ડિસ્પ્લે કોને કહેવાય?

કોઈ પણ કમ્પ્યુટિંગ ડિવાઇસના સ્ક્રીન પર ગીચોગીચ એટલા પિક્સેલ ગોઠવવામાં આવે તે તેનાથી ઉપસતી ઇમેજ ‘નાના નાના ચોરસ પિક્સેલથી બનેલી ઇમેજ છે, નહીં કે વાસ્તવિકતા’ એવો ભેદ જ્યારે માનવઆંખ પારખી ન શકે એવા ડિસ્પ્લેને રેટિના ડિસ્પ્લે કહેવાય. તમને થશે કે માણસની આંખ ખરા-ખોટાનો ભેદ પારખી નશકે એવું શક્ય છે ખરું? વૈજ્ઞાનિકો કહે છે કે એવું શક્ય છે!

ઓકે, તો આ રેટિના ડિસ્પ્લેમાં સ્ક્રીન રેઝોલ્યુશન કેટલું હોય છે?

તમે તમારો મોબાઇલ ખરીદતી વખતે તેના સ્ક્રીન રેઝોલ્યુશન પર ધ્યાન આપ્યું હોય તો જોયું હશે કે સ્ક્રીન ડિસ્પ્લે ‘આટલા પિક્સેલ ગુણ્યા આટલા પિક્સેલ’ એવા ફોર્મેટમાં દર્શાવવામાં આવે છે.  તે સ્ક્રીન પર જોવા મળી શકતા કુલ પિક્સેલની સંખ્યા દર્શાવે છે. પરંતુ ડિસ્પ્લેની ક્વોલિટી નક્કી કરવામાં પિક્સેલની ગીચતા પણ મોટો ભાગ ભજવે છે, જે એક જ આંકડામાં, જેમ કે પિક્સેલ પર ઇંચ – પીપીઆઇમાં દશર્વિવામાં આવે છે. સારી પિક્ચર ક્લેરિટી માટે પીપીઆઈ ઉપરાંત, સાધનનું આંખથી અંતર પણ મહત્ત્વનું છે. એટલે જે  સામાન્ય રીતે આંખની વધુ નજીક રહેતા મોબાઇલમાં ૩૨૬ પીપી, ટેબલેટમાં ૨૬૪ પીપીઆઇ અને લેપટોપમાં ૨૨૦ પીપીઆઇ પર્યાપ્ત ગણાય છે.

આપણા મોબાઇલ સ્ક્રીનમાં ધારો કે ૯૬૦ડ્ઢ૫૪૦નું રેઝોલ્યુશન હોય અને આપણને તેમાં ઇમેજીસ સારી લાગતી હોય,પણ એટલા જ રેઝોલ્યુશનનું કોઈ ટીવી જુઓ તો તેમાં બધી ઇમેજ ચોરસ-ચોરસ ખાનાંમાં વહેંચાતી કે ફાટતી હોય તેવું લાગી શકે. કેમ કે ટીવીમાં દર ચોરસ ઇંચમાં રહેલા પિક્સેલની સંખ્યા એકદમ ઘટી જાય છે. રેટિના ડિસ્પ્લે માટે પિક્સેલ કે પીપીઆઇનો કોઈ ચોક્કસ આંકડો નથી! એપલનાં તમામ ડિવાઇસમાં નહીં, પણ અમુક ચોક્કસ ડિવાઇસમાં જ રેટિના ડિસ્પ્લે હોય છે.

એપલ સિવાય બીજા કોઈ ફોન કે ટેબલેટમાં રેટિના ડિસ્પ્લે હોઈ શકે?

આગળ કહ્યું તેમ રેટિના ડિસ્પ્લે એ તો એપલે આપેલો શબ્દ છે. બીજા ડિવાઇસમાં પણ એટલી જ ક્લેરિટીવાળો ડિસ્પ્લે મળી જ શકે છે. એપલે પોતે આઇફોન-૬માં રેટિના ડિસ્પ્લેથી ચઢિયાતો ‘રેટિના એચડી’ ડિસ્પ્લે આપ્યો છે.જોકે એપલના રેટિના ડિસ્પ્લે અને રેટિના એચડીમાં પીપીઆઇનો કોઈ તફાવત નથી. ફક્ત રેટિના એચડીમાં વધુ રેઝોલ્યુશન (પીક્સેલની કુલ સંખ્યા વધુ),  બહેતર કોન્ટ્રાસ્ટ અને જુદા જુદા એંગલથી સારી ક્લેરિટીનો લાભ છે.બીજી બાજુ એન્ડ્રોઇડ ફોન્સમાં પણ ઘણા ફોનમાં રેટિના જેવી કે વધુ સારી ક્લેરિટી મળે છે. , એલજી જી૩ મોબાઇલમાં તો ૫૩૪ પીપીઆઇની પિક્સેલ ડેન્સિટી છે, જે એપલના રેટિના અને રેટિના એચડી બંને કરતાં ચઢિયાતી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!