(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફીડબર્નર શું છે અને તે નવી માહિતીના ઈમેઇલ અપડેટ ઈમેઇલ કેવી રીતે આપે છે?

સવાલ લખી મોકલનાર – રજનીકાંત સાપાવડિયા, ગામ ઘણાદ, તા. લખતર


આપણે કોઈ પણ વેબસાઇટમાં ઈમેઇલ સબસ્ક્રિપ્શન કરીએ ત્યારે ફીડબર્નર દ્વારા સબસ્ક્રિપ્શન થાય છે. તો આ ફીડબર્નર શું છે અને તે નવી માહિતીના ઈમેઇલ અપડેટ ઈમેઇલ કેવી રીતે આપે છે તેની સંપૂર્ણ માહિતી આપશો.

આપણે કોઈ પણ વેબસાઇટમાં ઇમેઇલ સબસ્ક્રિપ્શન કરીએ ત્યારે ફીડબર્નર દ્વારા સબસ્ક્રિપ્શન થાય છે. તો આ ફીડબર્નર શું છે અને તે નવી માહિતીના ઇમેઇલ અપડેટર ઈમેઇલ કેવી રીતે આપે છે તેની સંપૂર્ણ માહિતી આપશો.

આ સવાલનો જવાબ જાણવા માટે પહેલાં તો ફીડ શું છે એ સમજવું જરૂરી છે. આપણે ‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૨ના અંકમાં ‘બનાવો તમારી પોતાની લાઇબ્રેરી, ઇન્ટરનેટ પર!’ એ શીર્ષક સાથે આરએસએસ ફીડની જાણકારી મેળવી હતી. અહીં થોડું પુનરાવર્તન કરી લઈએ – ઇન્ટરનેટ પર સંખ્યાબંધ વેબસાઇટ્સ અને બ્લોગ્સ એવા છે જેમાં સતત નવી માહિતી ઉમેરાતી જતી હોય છે. હવે આ રીતે સતત ઉમેરાતી માહિતી બે પ્રકારની જરૂરિયાત ઊભી કરે છે.

એક, જેનો બ્લોગ છે એ વ્યક્તિ એવું ઇચ્છશે કે તેના બ્લોગ પર મૂકાયેલી નવી માહિતી વધુમાં વધુ લોકો જાણે. બીજી તરફ, જે લોકો આ બધા બ્લોગના વાચકો છે તેેઓ ઇચ્છશે કે આ નવી માહિતી જાણવા માટે જુદા જુદા બ્લોગ પર આંટાફેરા મારવા પડે તેના કરતાં કોઈ સહેલો ઉપાય હોવો જોઈએ.

આ બંને જરૂરિયાત સંતોષે છે આરએસએસ ફીડ. આરએસએસ એટલે આરડીએફ સાઇટ સમરી કે રીચ સાઇટ સમરી, જે રિયલી સિમ્પલ સિન્ડિકેશન તરીકે પણ ઓળખાય છે. વર્ડપ્રેસ કે બ્લોગર જેવા બ્લોગ પ્લેટફોર્મ પર તૈયાર થતા બ્લોગ કે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) ધરાવતી વેબસાઇટ્સમાં બ્લોગ કે વેબસાઇટમાં મૂકાતી નવી માહિતીની આપોઆપ આરએસએસ ફીડ જનરેટ કરવાની સગવડ હોય છે. આવી ફીડમાં મોટા ભાગે નવા લેખનું શીર્ષક અને શરૂઆતનો થોડો ભાગ હોય, પછી વધુ વાંચવા માટેની લિંક હોય, તેના પર ક્લિક કરતાં, એ લેખ ધરાવતી મૂળ વેબસાઇટ પર પહોંચી શકાય.

આ પ્રકારની સુવિધાનાં મુખ્ય ત્રણ પાસાં છે, એક તરફ બ્લોગ પરની નવી માહિતીની ફીડ, બીજી તરફ જુદા જુદા બ્લોગ પરથી આવતી વિવિધ ફીડ એક જ વેબપેજ પર વાંચવાની સગવડ આપતાં ફીડ રીડર અને વચ્ચે છીએ આપણે વાચકો.

ગૂગલ રીડર (જે હવે બંધ થઈ ગઈ), માય યાહૂ, ફીડડેમોન, આઇટ્યન્સ, ફીડલી વગેરે ફીડરીડર સર્વિસ છે. કેટલાંક બ્રાઉઝરમાં પણ ફીડરીડિંગની સગવડ હોય છે.

સામાન્ય રીતે, આપણે આવી કોઈ રીડર સર્વિસમાં એકાઉન્ટ ખોલાવવું પડે અને પછી વિવિધ બ્લોગ પર જઈને તેની આરએસ ફીડ મેળવવાની વિધિ કરવી પડે. અલબત્ત આ વિધિ ખાસ લાંબી હોતી નથી, બ્લોગ પર આપેલ આરએસએસ ફીડના આઇકન પર ક્લિક કરતાં, વિવિધ ફીડરીડર સર્વિસના વિકલ્પ મળે. તેમાંથી આપણે જેમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય તેને પસંદ કરતાં, એ બ્લોગની ફીડ આપણા એકાઉન્ટમાં ઠલવાવાનું શરૂ થાય છે.

આટલે સુધી વાંચીને થાકી ગયા? ફીડરીડર સર્વિસમાં એકાઉન્ટ ખોલાવવું, તેની નિયમિત મુલાકાત લેવી એ બધું ગૂંચવાડાભર્યું લાગતું હોય તો આ આખી વાતમાંથી ફીડરીડર સર્વિસનો છેદ ઊડાડી દેવા માટે એન્ટ્રી થઈ ફીડબર્નર ઈ-મેઇલ સબસ્ક્રિપ્શન સર્વિસની. ફીડબર્નરની શરૂઆત ૨૦૦૪માં થઈ હતી અને જૂન ૨૦૦૭માં ગૂગલે તેને ખરીદી લીધી.


આ સર્વિસને કારણે જે તે બ્લોગની ફીડ કોઈ ફીડરીડર સર્વિસમાં જવાને બદલે ડાયરેક્ટ આપણા ઈ-મેઇલ ઇનબોક્સમાં આવી જાય છે.

પોતાના બ્લોગ પર આ સુવિધા આપવા ઇચ્છતા બ્લોગરે ગૂગલ ફીડબર્નરમાં એકાઉન્ટ ખોલાવવું પડે છે અને તેમના બ્લોગ પર વાચકો ઈ-મેઇલથી અપડેટ મેળવવા પોતાનું ઈ-મેઇલ એડ્રેસ આપી શકે એવી સુવિધા ઊભી કરવી પડે છે. પરંતુ વાચક તરીકે આપણું કામ સહેલું છે, ફક્ત આપણું ઈ-મેઇલ એડ્રેસ આપવાનું છે.

ફીડબર્નર સર્વિસ જે તે બ્લોગ માટે તેના સબસ્ક્રાઇબર્સનું લિસ્ટ જાળવે છે અને એ બ્લોગ પર મૂકાતા નવા કન્ટેન્ટની યાદી તૈયાર કરીને રોજેરોજ સૌ સબસ્ક્રાઇબર્સને ઇ-મેઇલ સ્વરૂપે મોકલે છે. જો એ બ્લોગ પર દિવસ દરમિયાન કોઈ નવું કન્ટેન્ટ મૂકાય નહીં તો કોઈ મેઇલ જતો નથી.

અલબત્ત, જો તમે ખરેખર તમારી ઓનલાઇન લાઇબ્રેરી જેવી વ્યવસ્થા ઊભી કરવા માગતા હો અને વિવિધ વિષયો પરના નવા કન્ટેન્ટ વિવિધ રીતે ઓર્ગેનાઇઝ કરવા માગતા હો તો તમારે ફીડલી જેવી, ઘણી વધુ સુવિધાઓ આપતી કોઈ ફીડરીડર સર્વિસનો જ ઉપયોગ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!