(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેબડિઝાઈન કળા કે વિજ્ઞાન? અને ડિઝાઈનક્ષેત્રે નવી ક્ષિતિજો

એક સમયે વેબડિઝાઇનિંગ ખૂબ સારી કારકિર્દી ગણાતી હતી, પણ પછી એનું મહત્ત્વ ઘટવા લાગ્યું. વાસ્તવમાં આ ક્ષેત્રે હજી પણ વિશાળ તકો છે, જો તમે સમય પ્રમાણે તકો પારખી શકો અને તે અનુસાર જ‚રુરી નવી કુશળતાઓ કેળવી શકો છો. આ લેખમાં એ જ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.

આગળ શું વાંચશો?

  • વેબડિઝાઈનિંગ /UI ડિઝાઈનિંગમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય?
  • UI ડેવલેપમેન્ટમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય? કેવી તકો છે?

સ્વીસ સંસ્થા CERN ગોડ પાર્ટીકલ શોધવાના પ્રયત્નો માટે વધુ પ્રસિદ્ધ ભલે હોય અને ગોડ પાર્ટીકલ તો શોધાય ત્યારે ખરું, પણ CERNના નામે એક જબરદસ્ત શોધ ચડેલી છે અને તેણે આ ૧૨ માર્ચે ૨૫ વર્ષ પૂરાં પણ કર્યાં. જી હા, વર્લ્ડ વાઇડ વેબ એ શોધ છે. ઇન્ટરનેટ આમ તો અમેરિકન સરંક્ષણખાતાની શોધ છે (ARPANET), પણ આપણે જે સ્વ‚પે ઇન્ટરનેટને આજે જોઈએ છીએ (wordl wide web) એની પરિકલ્પના ટીમ બર્નર્સ-લીએ ૧૯૮૯ના માર્ચમાં રજૂ કરી. ટીમ ત્યારે CERNમાં કામ કરતા હતા. ઇન્ટરનેટને માનવ જાતે શોધેલી અગ્નિ, પૈડું, વીજળી પછી સૌથી ક્રાંતિકારી શોધનું બિરુદ મળેલું છે. ઇન્ટરનેટના ઉદ્ભવ અને વિકાસના પગલે અનેક નવી તકો અને કારકિર્દીના વિકલ્પ પેદા થયા. આપણે અગાઉના અંકો ચર્ચેલા કારકિર્દીઓના તમામ વિકલ્પ ઈન્ટરનેટની ગેરહાજરીમાં ક્યાં તો અસ્તિત્વ જ ન ધરાવતા હોત (દા.ત.SEO) અથવા ખૂબ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોત.

વેબડિઝાઈન એક આવું જ ક્ષેત્ર છે.

ટીમ બર્નર્સ-લીને વર્લ્ડ વાઈડ વેબના પિતામહ હોવા ઉપરાંત એક અન્ય બહુમાન પ્રાપ્ત છે. તેઓ વિશ્વના પ્રથમ વેબડિઝાઈનર છે!

૧૯૯૦ના દાયકામાં નીચેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ટીમે વિશ્વનુ પ્રથમ વેબ પેજ બનાવીને મુક્યું હતું. આ પેજ ખૂબ પ્રાથમિક પ્રકારનું હતું અને તેમાં ફક્ત ટેક્સ્ટ અને લિન્ક્સ જ હતી, પણ આ પછી વેબડિઝાઈનની કળા અને વિજ્ઞાનનો ખૂબ જ વિકાસ થયો.  સાવ સાદા વેબપેજથી શ‚રુ થઈને ઉત્તરોઉતર વિકાસ પછી વેબપેજમાં ડિઝાઇનિંગનું તત્વ ઉમેરાયું. થોડા વર્ષો પહેલા ભપકાદાર ગ્રાફિક્સ અને ફ્લેશ એનિમેશન વડે વેબપેજ બનાવવાનો ટ્રેન્ડ હતો, પણ હવે વેબડિઝાઇનિંગમાં સમૂળગું પરિવર્તન આવી ગયું છે.

વેબડિઝાઇનિંગનો એક કારકિર્દી તરીકે આપણને મોટે ભાગે ખ્યાલ છે. આપણી આસપાસ ઘણી વ્યક્તિઓ હોય છે જે આ ક્ષેત્રમાં કામ કરતી હોય છે, પણ છેલ્લા થોડા સમયથી ડિઝાઇનિંગના આ ક્ષેત્રમાં ખૂબ પરિવર્તન આવી ગયું છે. સૌ પ્રથમ તો U.I. Design અને U.I. Development એમ બે ફાંટા પડ્યા છે. આ બે વચ્ચે શું તફાવત છે એ આગળ ઉપર જોઈશું. એ પહેલા વેબડિઝાઇનિંગક્ષેત્રે હાલમાં ચાલતા કેટલાક ટ્રેન્ડ્સને તપાસીએ :

  1. Responsive Design: આપણે કોઈ સામાન્ય વેબસાઈટને ટેબ કે મોબાઈલ પર ખોલીએ તો શું થાય? મોટે ભાગે બધું અસ્તવ્યસ્ત થઈ જાય અને બટન્સ કે મેનું મળે નહિ. હવે જ્યાં ઇન્ટરનેટનો ૫૦% ટ્રાફિક મોબાઈલ પરથી આવે છે ત્યાં આવી પરિસ્થિતિ કેવી રીતે ચાલે?! આ પ્રશ્નના હલ તરીકે Responsive Design  છે. અમૂક ટૂલ્સ વાપરીને વેબસાઈટ કે પોર્ટલ એવી રીતે ડિઝાઈન કરાય કે તે કોઈ પણ ડિવાઈસમાં ખોલવામાં આવે તો બધું એક સરખું અને સપ્રમાણ દેખાય.
  2. Custom Themes Integration: WordPress, Joomla કે Magento જેવાં ઓપન-સોર્સ કે લાઇસન્સ્ડ CMS (Content Management System) નો ઉપયોગ હાલમાં ખૂબ થાય છે. CMS વાપરવાના અનેક ફાયદા છે જેની ચર્ચા આપણે ભવિષ્યમાં કરીશું. Custom Theme Integration  એટલે જ‚રુરિયાત પ્રમાણેની એક તદ્દન નવી ડિઝાઈન બનાવીને તેને સાઈટમાં લાગુ પાડવી. આ કામને Frontend Integration  પણ કહેવાય છે.
  3. Sliders: હવે આપણે મોટા ભાગની વેબસાઈટસમાં ક્લિક્થી કે ઓટોમેટિક આગળ કે પાછળ જતા સ્લાઇડર જોઈએ છીએ, જે JQuery કે Javascript ના  ઉપયોગથી બનાવાય છે. પહેલા આ Adobe Flash થી બનાવાતું.

  1. Minimalistic:  આ શબ્દનો અર્થ થાય છે બને એટલું ઓછું. હાલમાં ઘણી વેબસાઈટસ બને એટલા ઓછા રંગ, ગ્રાફિક્સ અને ક્ન્ટેન્ટ સુદ્ધાનો ઉપયોગ કરીને બનવાય છે. આની પાછળનો હેતુ સાઈટ ઝડપથી ખુલે અને ખાસ તો મોબાઈલમાં સરળતાથી ચાલે એ હોઈ શકે છે.
  2. Video Content:  એક બાજુ Minimalistic  ડિઝાઈન ચાલે છે તો બીજું બાજુ વીડિયોનો ઉપયોગ વધતો જાય છે. ખાસ કરીએ ક્લાયન્ટ કે અન્ય લોકોના વીડિયો મુકવાનો ટ્રેન્ડ જોર પકડતો જાય છે. આનું કારણ કદાચ એ છે કે લાંબુ લખાણ વાંચવાને બદલે વીડિયો જોવો સરળ પડે વત્તા વિશ્વસનિયતા વધે.

વેબડિઝાઈનરની કારકિર્દી આમ તો ખૂબ જ સારી ગણાતી હોવા છત્તાં પણ છેલ્લા થોડા સમયથી આ કામને લઈને થોડીક નિરાશા પ્રવર્તે છે. તેના કેટલાંક કારણોમાં નોકરીની તકો કરતાં વધુ સંખ્યામાં અરજદાર હોવા, પહેલાં કરતાં પ્રમાણમાં પૈસા ઓછા મળવા અને ખૂબ જ સ્પર્ધા હોવી અને ખાસ તો હવે એવા ટૂલ્સ મળે છે જેનાથી કોઈ પણ વ્યક્તિ ખૂબ સરળતાથી વેબપેજ બનાવી શકે છે, અરે આખે આખી ઈ-કોમર્સ સાઈટ પણ બનાવી શકે છે તો પછી સારા એવા પૈસા આપીને વેબડિઝાઈનર રોકવાની શું જ‚ર પડે?!

જોકે વાસ્તવિકતા આનાથી તદ્દન વિપરિત છે! વેબડિઝાઇનિંગમાં પહેલાં ક્યારેય નહોતી એટલી તકો હવે ઉપલબ્ધ છે. અલબત્ત આ તકોનું સ્વ‚પ બદલાયું છે. ડિઝાઈનિંગ હવે ફક્ત વેબપેજ સુધી મર્યાદિત ન રહેતાં સોફ્ટવેર અને એપ્સ અને અનેક બીજી ક્ષેત્રો સુધી પ્રસર્યું છે. હાલમાં, લેખમાં શ‚આતમાં બતાવ્યા પ્રમાણે બે સ્પષ્ટ ફાંટા પડ્યા છે. U.I. Design અને  U.I. Development  આ બંને એકમેકને  પૂરક હોવા છતાં તેમાં પાયાનો ઘણો તફાવત હોય છે.

U.I. Design : U.I.  એટલે User Interface  જેનો મતલબ થાય કે એક એવી વ્યવસ્થા કે જે થકી સરેરાશ વપરાશકર્તા સોફ્ટવેર, વેબપેજ, મોબાઈલ એપ અથવા કીઓસ્ક (દા.ત.ATM) જેવી ટચસ્ક્રીન એપ્લિકેશન (અને આમ તો કોઈ પણ સાધન) સરળતાથી વાપરી શકે. વપરાશકર્તા  પડદા પાછળ શું ચાલે છે એમાં નથી રસ હોતો કે સમજ પડતી. તેમને તો તેમનું કામ સરળતાથી અને ઝડપથી નિપટે એમાં રસ હોય છે. મોટા ભાગના વેબડિઝાઈનર હવે પોતાને ઞઈં ડિઝાઈનર તરીકે ઓળખાવે છે. ઞઈં ડિઝાઈનરની જવાબદારીઓ નીચે મુજબ હોય છે :

સોફ્ટવેર ડેવેલપમેન્ટ ટીમ સાથે મળીને સરેરાશ વપરાશકર્તાને વાપરવામાં સરળતા રહે એ પ્રમાણેની અસરકારક ડિઝાઈન (બટન્સ, મેનુ, આઇકોન્સ વગેરે) બનાવવી. આ માટે તેઓ Human Machine Interaction કહેવાતા શાસ્ત્રના પાયા‚રુપ સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે.


બ્રાન્ડિંગ માટે એવી ડિઝાઈન બનાવવી જે વેબપેજ ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ એપ વગેરે પર પણ સમ‚રુપ દેખાય.

જુદા જુદા બ્રાઉઝર કે મોબાઈલ પ્લેટફોર્મ પર ડિઝાઈન બરાબર ચાલે છે કે નહિ એનું ટેસ્ટિંગ કરવાનું અને જો કોઈ તકલીફ હોય તો તેનો નિકાલ લાવવાનો.(U.I. Design ની સાથે U.X. Design કહેવાતું એક અલાયદું શાસ્ત્ર પણ ખીલ્યું છે (આ ખૂબ રસપ્રદક્ષેત્ર છે. પણ આના વિશે ક્યારેક આખો લેખ કરીશું.)U.I. Developer: આ મોટે ભાગે સોફ્ટવેર એન્જિનિયર જ હોય છે. તેઓ HTML5, CSS3, JQuer, Java Script, AJAX, JSON જેવી ટેક્નોલોજી વાપરીને UI ડિઝાઈનરે બનાવેલી ડિઝાઈનને એક વાસ્તવિક વેબપેજ કે એપનું સ્વ‚રુપ આપે છે. આ કામ જટિલ હોય છે અને મોટે ભાગે ડિઝાઈનર કરી નથી શકતા. એનિમેશન અને ઈફેક્ટસ માટે JQuery નો કોડ લખવાનો હોય કે નવેસરથી JavaScript બનાવવાની હોય એ ફક્ત સોફ્ટવેરનું  ઔપચારિક શિક્ષણ લીધેલા સોફ્ટવેર એન્જિનિયર જ કરી શકે. વધુ સરળતાથી સમજવું હોય એમ કહી શકાય કે UI ડિઝાઈનર એ કાગળ પર ઈમારતની ડિઝાઈન દોરતા આર્કિટેક્ટ છે તો U.I. Developer એ ડિઝાઈન પ્રમાણે ઈમારત ચણે છે!

વેબ ડિઝાઇનિંગ/ UI ડિઝાઇનિંગમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય?

ઉપર નોધ્યું એમ વેબડિઝાઇનિંગ કે UI ડિઝાઇનિંગ આમ તો કળા અને વિજ્ઞાનનો સરસ સમન્વય છે. જો ડિઝાઈન ખૂબ જ સુંદર દેખાતી હશે પણ તે ટેક્નિકલી કે યુઝેબીલીટી પ્રમાણે સારી નહિ હોય તો તેનો ખાસ અર્થ નથી. આનાથી વિપરિત જો ડિઝાઈન ટેક્નિકલી કે યુઝેબીલીટી પ્રમાણે સારી હશે પણ દેખાવમાં ઉઠાવદાર નહિ હોય તો તે પણ નક્કામું. આમ વેબડિઝાઇનિંગ કે  UI ડિઝાઇનિંગ માટે રચનાત્મકતા (ક્રિએટિવિટી) અને ટેક્નિકલ સ્કિલ્સ એ બંને યોગ્ય માત્રમાં જોઈએ. UI ડિઝાઈનર માટે પણ HTML5, CSS3, JQuery, JavaScript, AJAX, JSONનું કમ સે કમ પ્રાથમિક જ્ઞાન તો હોવું જ જોઈએ.

આ ક્ષેત્રમાં પ્રવેશવામાં આમ તો ખાસ કોઈ ડિગ્રીની જ‚રુર નથી પડતી. કોઈ (વ્યવસ્થિત) ખાનગી સંસ્થામાં આ માટેની તાલીમ લઈને આ ક્ષેત્રમાં સરળતાથી પ્રવેશી શકાય છે. ફાઈન આર્ટસના વિદ્યાર્થી, ખાસ કરીને કમર્શિયલ આર્ટસ કે એપ્લાયડ આર્ટસના વિદ્યાર્થીઓ ડિઝાઈન ટૂલ્સ શીખીને આ ક્ષેત્રમાં પ્રવેશી શકે છે.

UI ડેવેલપમેન્ટમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય? કેવી તકો છે?

BCA, B.Sc (IT/Computers), B.Tech (IT Computers),  કે MCA કર્યાં પછી HTML5, CSS3, JQuery, Javascript, AJAX, JSON જેવી ટેક્નોલોજી શીખીને આ ક્ષેત્રમાં આવી શકાય. આ ટેક્નોલોજી ઉપર પ્રભુત્વ હોય તો મોબાઈલ એપ્પ ડેવેલોપમેન્ટ કરવામાં પણ ખૂબ જ સરળતા રહે. આ ઉપરાંત JAVAકે PHP પણ આવડતું હોય તો ઓર વધુ સારું. અલબત્ત આ કામ પ્યોર સોફ્ટવેર ડેવેલોપમેન્ટ પ્રકારનું નથી એ સમજી લેવું જોઈએ.

UI ડેવેલોપમેન્ટ હાલમાં સૌથી ઝડપથી વિકસી રહેલું ક્ષેત્ર છે! અને આ લખનારનું માનો તો અત્યારે દરેક કંપનીઓ ઞઈં ડેવેલોપરને શોધી રહી છે અને તેમને માટે આવનારા સમયમાં ખૂબ સારી તકો રહેવાની.વેબડિઝાઇનિંગ/ UI ડિઝાઇનિંગમાં કારકિર્દી કેવી તકો છે? ફ્રીલાન્સિંગ શક્ય છે?

વેબસાઈટ કે પોર્ટલ બનાવતી, મોબાઈલ એપ્સ, ઓનલાઈન માર્કેટિંગ, કે ઈ-કોમર્સના ક્ષેત્રે કામ કરતી અનેક કંપનીઓમાં આ પ્રકારની ખૂબ સારી તકો ઉપલબ્ધ છે અને ખૂબ સારા પગારધોરણો હોય છે. આ ક્ષેત્રે ફ્રીલાન્સિંગની પણ પુષ્કળ તકો ઉપલબ્ધ હોય છે. ઘણી કંપનીઓ પૂર્ણ સમયના ડિઝાઈનર રાખવાને બદલે આ કામ  ફ્રીલાન્સર પાસે કરાવી લે છે.

આ ઉપરાંત odesk.com કે elance.com જેવી સાઈટ્સ પરથી યુરોપ-અમેરિકાના ક્લાયન્ટ્સનું પુષ્કળ ફ્રીલાન્સિંગ કામ મેળવી શકાય છે.આ કામ કરવા કોઈ મોંઘા કમ્પ્યુટર કે સોફ્ટવેરની જ‚ર નથી પડતી કે નથી સમય કે સમયના કોઈ સીમાડા નડતા. વળી આપણે નોંધ્યું એમ ડિઝાઈનના ક્ષેત્રમાં ક્રિએટિવિટી ખૂબ અગત્યની છે. માટે જો તમારામાં ક્રિએટિવિટી હશે અને ડિઝાઈન ટૂલ્સ પણ પ્રભુત્વ હશે તો કામ તમને શોધતું આવશે!

 

કરિયર સેન્ટ્રલ ડિક્શનરી :

Usebility: યુઝેબિલિટીનો સરળ અર્થ થાય કોઈ પણ સિસ્ટમ કે પ્રોડક્ટને સરેરાશ વપરાશકર્તા સરળતાથી અને ખાસ તો જાતે સમજીને વાપરી શકે એવો ગુણ કે ડિઝાઈન. યુઝેબિલિટી ફક્ત સોફ્ટવેર કે આઇ.ટી.માં જ નહીં પણ લગભગ તમામ ક્ષેત્રમાં લાગુ પડી શકાય છે, જેમ કે ઓટોમોબાઈલ, ઘરવપરાશની વસ્તુઓ કે લશ્કરી સામગ્રી. યુઝેબિલિટીને ટેક્નોલોજી કેટલી હાઈ-ફાઈ છે એને બદલે વાપરવામાં કેટલી સરળ છે એની સાથે નિસ્બત છે. દા.ત. લળફશહની નવી ડિઝાઈનમાં લોગઆઉટ કેવી રીતે થવું એ શોધવામાં થોડી મુશ્કેલી પડતી હતી. યુઝેબિલિટીની દૃષ્ટિએ આ નકારાત્મક બાબત કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!