(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેકેશનમાં આનંદ સફર

આપણું ધાર્યું કરવા માટે એક આખી જિંદગી પણ ઓછી પડતી હોય છે, તો એક વેકેશન ક્યાંથી પૂરું પડે? વેકેશન નજીક આવવાનું હોય ત્યારથી, આપણને પોતાને વેકેશન મળવાનું હોય કે સંતાનોને, આપણે સૌ જાતજાતના વિચારોના ઘોડા દોડાવવા લાગીએ છીએ અને પછી દિવસો ઓછા પડે છે!

અંકમાં વેકેશનમાં ધારણા કરતાં થોડું વધુ કરી શકાય એવી કેટલીક વાતો આલેખી છે. ઇન્ટરનેટ ગેમ્સનો ખજાનો છે – પાર વગરની અને પાર વગરના પ્રકારની ગેમ્સમાંથી આ વખતે કેટલીક મેપ ગેમ્સ તારવી છે, પરિવારના સભ્યો સાથે રમશો તો વેકેશનના દિવસો ઓછા પડશે! ગેમ્સની પસંદગીમાં પ્રયાસ એવો રહ્યો છે કે આનંદ તો મળે જ, સાથોસાથ બીજું કંઈક જાણવાનું પણ મળે.

એ સાથે, ગાયબ થયેલી કે ભૂલથી ડિલીટ થયેલી ઇમેજીસ, ફાઇલ્સ વગેરે રીકવર કરવાનાં કેટલાંક પગલાંની વિગતવાર વાત કરી છે, પીસી અને મોબાઇલ બંને માટે.

એ સિવાય, હંમેશની જેમ ઓનલાઇન સલામતી (જેમાં આજના જીવનમાં બહુ મહત્ત્વના છતાં, બહુ અવગણના પામતા પાસવર્ડ પર વિશેષ ભાર છે), મોબાઇલમાં સ્માર્ટ બ્રાઉઝિંગ, આઇ.ટી.માં કારકિર્દી માટેનું માર્ગદર્શન વગેરે બાબતોનું સંતુલન કર્યું છે.

‘સાયબરસફર’ ટેક્નોલોજી વિશેની વાત કરે છે, પણ સમગ્ર પરિવારને  ધ્યાનમાં રાખીને, એટલે આ અંકમાં નાનાં બાળકોને મજા પડે એવા પેઇન્ટ પ્રોગ્રામની વાત પણ કરી છે. છેલ્લા પેજ પર આપેલ ફૂલ ફ્લાઇટના વીડિયોમાં ફક્ત બાળકો નહીં, મોટાંને પણ રસ પડે એમ છે.

એફએક્યુ વિભાગ માટે પ્રશ્નોનો ઇનફ્લો સતત વધી રહ્યો છે એનો આનંદ!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!