સંગીતના રસિયાઓ માટે ઇન્ટરનેટ બહુ મોટો ખજાનો છે. જો શોધવા બેસો તો એક પ્રકારના એક સ્રોત મળી આવે છે. જો તમારો શોખ ફિલ્મી ગીતો કે ગઝલ પૂરતો સીમિત હોય તો યુટ્યૂબ જ તમારી બધી અપેક્ષા પૂૂરી કરી લેશે. તેા સિવાય પણ સંખ્યાબંધ સાઇટ્સ પર અઢળક ફિલ્મી ગીતો મળી રહે, પણ જો તમે શાસ્ત્રીય સંગીત અને વેર્સ્ટન તેમ જ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના ફ્યુઝમાં રસ હોય તો તમારે માટે નોંધ લેવા જેવી સાઇટ્સ છે…
ragga.com & raag.fm. બંનેના નામમાં નજીવો તફાવત છે, પણ મ્યુઝિકના કલેક્શનમાં ખાસ્સો ફેર છે.રાગા.કોમ પર વિવિધ ભાષાાનાં ગીતોના કલેક્શન ઉપરાંત, નિર્વાણા, ફ્યુઝન એ વર્લ્ડ મ્યુઝિકના વિભાગ એવા છે જેમાં શુદ્ધ શાસ્ત્રીય એ તેની સાથોસાથ આધુનિક સંગીતના સંકલન ધરાવતાં વિવિધ આલ્બમ માણી શકાય છે. બીજી તરફ રાગ.એફએમ પર હિન્દુસ્તાની ઇન્સ્ટ્રુમેન્ટલ, જુગલબંદી એ ફ્યુઝનમાં વિવિધ આલ્બમ તપાસી શકાય છે.
બંને સાઇટ પર તેની એપ ડાઉનલોડ કરવાા વિકલ્પ પણ છે. જોકે અહીંથી આપણે આપણા કમ્પ્યુટરમાં સીધું કશું ડાઉનલોડ કરી શકીશું નહીં, ઇન્ટરનેટ કનેકશન સતત જોઈશે!

