(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અંગ્રેજીની ગૂંચવણો ઉકેલતો માઇન્ડમેપ

સંસ્કૃત ભાષા વિશ્વની સૌથી પ્રાચીન અને સૌથી સુવ્યવસ્થિત ભાષાઓમાંની એક ગણાય છે, ત્યાં સુધી કે ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સંસ્કૃતના ઉપયોગની હિમાયત કરનારા નિષ્ણાતો પણ છે. તેનું મુખ્ય કારણ એ છે કે સંસ્કૃત એકદમ આયોજનબદ્ધ વ્યાકરણના પાયા પર વિક્સેલી ભાષા છે.


છતાં, મજા જુઓ કે સંસ્કૃત સામાન્ય વ્યવહારમાંથી ભૂંસાઈ ગઈ છે અને જેના વ્યાકરણમાં જેટલા નિયમો છે એટલા જ અપવાદો હોવાનું કહેવાય છે એ અંગ્રેજી ભાષાનો ફેલાવો અને ઉપયોગ સતત વધી રહ્યાં છે! પોતાની માતૃભાષા ઉપરાંતની ભાષા તરીકે ઇંગ્લિશ શીખતા લોકો તો આ ભાષાના ઘણા મુદ્દે ગૂંચવણ અનુભવે જ છે, ઇંગ્લિશ જેમની માતૃભાષા છે એવા અસંખ્ય લોકો પણ ખુલ્લા દિલે સ્વીકારે છે કે ઇંગ્લિશના વ્યાકરણની બાબતે તેઓ પણ ઘણી વાર ગોથાં ખાય છે.

સારી વાત એ છે કે ઇંગ્લિશના વ્યાકરણને શક્ય એટલું સહેલું બનાવવાની કોશિશ કરતા લોકો પણ આ દુનિયામાં છે. આવી એકવ્યક્તિ એટલે ડેનિયલ ટે ઝઇઓંગ. ડેનિયલ સિંગાપોરની યુનિવર્સિટીમાંથી બાયોલોજિકલ સાયન્સમાં ઓનર્સની ડીગ્રી મેળવી છે, પણ તેમણે પોતાની કારકિર્દી વિક્સાવી છે એક એજ્યુકેટર અને વિઝ્યુઅલ-મેપિંગ ક્ધસલ્ટન્ટ તરીકે.

ડેનિયલે હમણાં એક માઇન્ડ-મેપ કે ઇન્ફોગ્રાફિક બનાવ્યું છે, જેમાં બેઝિક ઇંગ્લિશ ગ્રામરની તદ્દન સરળ સમજ આપવામાં આવી છે. ઇંગ્લિશ ભાષામાં અવ્યવસ્થા છે એ વાત સાચી, પણ તેના વ્યાકરણના મુખ્ય મુદ્દાઓ અને તેના જુદા જુદા ફાંટા સરળ રીતે સમજી લઈએ તો વાત ઘણી સહેલી બની જાય અને ડેનિયલનું ઇન્ફોગ્રાફિક બરાબર આ જ કામ કરે છે.

પણ, તેની વાત કરતાં પહેલાં આ માઇન્ડ મેપ શું છે એ સમજી લઈએ. સામાન્ય રીતે, કોઈ પણ મુદ્દાની કમ્પ્યુટરની મદદથી રજૂઆત કરવાની હોય તો પાવરપોઇન્ટ જેવા પ્રેઝન્ટેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવે છે. આ પ્રકારનાં સોફ્ટવેરમાં એક પછી એક રજૂ થતી સ્લાઇડની મદદથી મુદ્દા સમજાવી શકાય છે. પણ, વાસ્તવમાં આપણું મગજ આ રીતે એક જ દિશામાં વિચારતું નથી. બધા જ મુદ્દાને આ રીતે ફક્ત એક દિશામાં વાત આગળ વધે એ રીતે સમજાવી શકાતા નથી. બીજી અને સાતમી સ્લાઇડમાં આવતા મુદ્દા પાછા અંદરોઅંદર સંકળાયેલા હોય તો તેને કેવી રીતે સમજાવવા? આ ગૂંચવણ ઉકેલી આપે છે માઇન્ડ મેપ તૈયાર કરવામાં મદદ કરતાં સોફ્ટવેર. આપણું મગજ જેમ એક સાથે જુદી જુદી દિશામાં દોડે છે, એ જ રીતે, માઇન્ડ મેપમાં એક મોટા કેનવાસમાં એક મુખ્ય મુદ્દામાંથી નીકળતા જુદા જુદા ફાંટા અને તેમની વચ્ચેના સંબંધને દશર્વિી શકાય છે.


ડેનિયલે આવા એક સોફ્ટવેરનો ઉપયોગ કરીને બેઝિક ઇંગ્લિશ ગ્રામરની સમજ આપતો માઇન્ડમેપ તૈયાર કર્યો છે. તેમાં વ્યાકરણના મુખ્ય મુદ્દા અને તેના પેટા મુદ્દાઓને એક સાથે એક કેનવાસ પર મૂકવામાં આવ્યા છે. જેમ કે ટેન્સનો ફાંટો જુદા જુદા કાળ સમજાવે છે તો નાઉન કે પ્રોનાઉનના ફાંટા, વધુ ઊંડે જઈને કેટલી પ્રકારની સંજ્ઞા કે સર્વનામ હોય છે તે સમજાવે છે. બધું એક સાથે, એક કેન્વાસ પર હોવાથી એક સર્વગ્રાહી ચિત્ર મળે છે.

‘સાયબરસફર’ સાથેની વેબ-વાતચીતમાં ડેનિયલે કહ્યું કે “મોટી ગૂંચવણો સરળ રીતે ઉકેલી શકાતી હોય છે. અંગ્રેજીના શિક્ષકોને અને સંતાનની ગૂંચવણો ઉકેલવા મથતાં મમ્મી-પપ્પાઓને આ માઇન્ડમેપ ચોક્કસ ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!