(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

“કમ્પ્યુટર, સ્માર્ટફોન, ૩જી કનેક્શન… આ બધું હોવા છતાં આપણા વિદ્યાર્થીઓ તેનો પૂરો લાભ લઈ શક્યા હોય એવું લાગતું નથી. નવી ટેક્નોલોજી, નવા ટ્રેન્ડ વગેરેની સામાન્ય જાણકારી પણ તેમને હોતી નથી. આપણા વિદ્યાર્થીઓ પાસે ઇન્ફર્મેશનની એક્સેસ છે, પણ તેઓ ઇન્ફોર્મ્ડ નથી.

આ શબ્દો આ મેગેઝિનમાં કરિયર સેન્ટ્રલ નામે કોલમ લખતા રોશન રાવલના છે અને તેઓ એક મલ્ટિનેશનલ કંપનીમાં એચઆર મેનેજર હોવાથી આ શબ્દોનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.

સગવડ અને સાધનો છે, પણ જાણકારી નથી – આ બહુ દુ:ખદ સ્થિતિ છે. લેટેસ્ટ સ્માર્ટફોનમાં ફેસબુકની એપ કે વોટ્સએપના ઉપયોગ વિશે સૌને પૂરી જાણકારી હોય, સ્માર્ટફોનની સ્ટોરેજ કેપેસિટી ઓડિયો-વીડિયો ફાઇલ્સથી ફાટફાટ થતી હોય, પણ પોતાના જ ફિલ્ડની જાણકારીથી સતત અપડેટ રહેવામાં પણ આ ફોન અલાદ્દીનના ચિરાગ જેવો છે એવી સાદી સમજ કેમ ઓછી જોવા મળે છે?

આ ફક્ત આઇટી ફિલ્ડની વાત નથી. પત્રકારત્વના વિદ્યાર્થીઓમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે, પોતાના જ ફોનમાં પોતાના રસના વિષયોની લાઇબ્રેરી બનાવી શકાય એવી આરએસએસ (રીયલી સિમ્પલ સિન્ડિકેશન!) સગવડનો ભાગ્યે જ કોઈ લાભ લે છે. આરએસએસ વિશે આપણે એપ્રિલ ૨૦૧૨ના અંકમાં વાત કરી ગયા છીએ, આ અંકમાં લગભગ એ જ પ્રકારની, પણ ઓફલાઇન પણ ઉપયોગમાં લઈ શકાય એવી ‘પોકેટ’ નામની એક અતિ ઉપયોગી સર્વિસની વાત આલેખી છે. ઇન્ટરનેટ પર સર્ફિંગ દરમિયાન જે કંઈ કામનું લાગે તેને આ પોકેટમાં નાખી શકાય અને પછી સ્માર્ટફોન અને કમ્પ્યુટર બંનેમાં નેટ કનેક્શન વિના પણ એ બધું ફુરસદે વાંચી શકાય એવી આ સગવડ છે. તેનો પૂરો લાભ લેવા માટે નેટ પર નવું નવું જાણવું જ‚રી છે અને એ માટે ગૂગલ કરન્ટ કે ફ્લિપબોર્ડ કે ફીડલી જેવી સર્વિસનો પણ ઉપયોગ કરતાં શીખવા જેવું છે.

ઇન્ટરનેટ જાણકારીનો કૂવો છે, પણ તેને ઉલેચીને આપણા હવાડામાં લાવવા માટે તો આપણે જ મથવું પડશે! ‘સાયબરસફર’ આ જ દિશામાંની મથામણ છે.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!