(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બેઠાડુ જીવનનાં જોખમો

કમ્પ્યુટર સામે કલાકો બેઠા રહેવાથી જ્ઞાન વધતું હશે, તેમ સ્વાસ્થ્ય સામેનાં જોખમ પણ વધે છે. આ જોખમો સમજીને કામ કરવાની યોગ્ય શૈલી કેળવી શકીએ એ આપણા જ લાભની વાત છે.

એક દિવસમાં કેટલાક કલાક તમે બેઠા રહો છો? કોઈ પણ ડોક્ટરને પૂછો તો એ કહેશે કે બેઠા઼ડુ જીવન એટલે રોગને આમંત્રણ, પણ આપણા સૌમાંના મોટા ભાગના લોકો માનતા હોય છે કે ‘પેટ પર પોપકોર્ન કે વેફરનું બાઉલ મૂકીને સોફામાં પડ્યા પડ્યા ટીવી જુએ એ જ વ્યક્તિ બેઠાડુ કહેવાય, આપણે તો એક્ટિવ છીએ!’

આગળ શું વાંચશો?

  • અંગોને નુકસાન
  • સ્નાયુઓની નિષ્ક્રિયતા
  • શરીર ઉપરના ભાગમાં સમસ્યા
  • પીઠમાં સમસ્યા
  • બેસવાની સાચી રીત

 જો તમે પણ આવું માનતા હો તો ભૂલ કરો છો. નિષ્ણાતો કહે છે કે ભલે તમે સતત ટીવી જોવાને બદલે ઓફિસમાં કામકાજ કરતા હો, પણ જો તમે લગભગ દિવસભર કમ્પ્યુટર સામે બેઠા રહેતા હો અને દિવસમાં વીસેક મિનિટ જેટલો સમય પણ ચાલવા માટે કે હળવી કસરત કરવા ફાળવી શકતા ન હોય તો તમે પણ બેઠાડુ જીવન જ જીવો છે.

આપણે એ જાણીએ છીએ કે વધુ સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે ખરાબ છે. લાંબા સમય સુધી સતત ટીવી જોઈએ કે કમ્પ્યુટર સામે બેઠા રહીએ તો આપણને પણ ક્યારેક વિચાર તો આવે છે કે ખોટું કર્યું. પરંતુ આ રીતે કલાકો સુધી બેઠા રહેવાથી આપણા શરીર પર ખરેખર શી અસર થાય છે? અમેરિકાના અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’એ ચાર નિષ્ણાત તબીબોને આ સવાલ પૂછ્યો અને તેમણે કહ્યું છે કે માથાથી પગ સુધી સમસ્યાઓ થાય છે! આવો જાણીએ…

અંગોને નુકસાન

  1. હૃદયરોગ : લાંબા સમય સુધી બેસવાથી સ્નાયુઓ ચરબીને ઓછા પ્રમાણમાં ઊર્જામાં પરિવર્તિત કરે છે અને રક્તપ્રવાહ પણ ઓછો થાય છે. આથી ફેટી એસિડ હૃદયમાં આસાનીથી જમા થવા લાગે છે. લાંબો સમય બેસવાને હાઈ બ્લડ પ્રેશર સાથે સીધો સંબંધ છે અને તેનાથી કોલેસ્ટ્રોલ પણ વધે છે. જે લોકો સૌથી વધુ બેઠાડુ જીવન જીવે છે તેઓને સક્રિય રહેતા લોકો કરતાં હૃદયરોગની સંભાવના બમણા કરતાં વધુ હોય છે.
  2. સ્વાદુપિંડ વધુ પડતું સક્રિય બને : સ્વાદુપિંડ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે. આ એવું હોર્મોન છે જે ગ્લુકોઝને કોષો સુધી પહોંચાડે છે પરંતુ નિષ્ક્રિય સ્નાયુઓમાં રહેલા કોષો ઈન્સ્યુલિનને પ્રતિસાદ આપવા તૈયાર હોતા નથી જેથી ડાયાબિટિસ થાય છે અને અન્ય રોગો પણ ઉદભવે  છે. એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે લાંબા સમય સુધી બેસવાના એક દિવસમાં જ ઈન્સ્યુલિન પ્રત્યે કોષો ઉદાસીન બની જતા હોય છે.
  3. કોલોન કેન્સર : અભ્યાસોમાં જોવા મળ્યું છે કે બેસી રહેવાના કારણે કોલોન, સ્તન અને એન્ડોમેટ્રીઅલ કેન્સરનું સૌથી વધુ જોખમ રહે છે. તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પણ એક થીયરી એવી છે કે વધુ પડતું ઈન્સ્યુલિન કોષોના ઉત્પાદનને વધારે છે. અન્ય એક કારણ એવું દશર્વિાયું છે કે નિયમિત રીતે સક્રિય રહેવાથી કુદરતી એન્ટીઓક્સિડન્ટ વધે છે જે કોષોને હાનિકારક અને સંભવિત રીતે કેન્સર માટે કારણભૂત કોષોને નષ્ટ કરે છે.

સ્નાયુની નિષ્ક્રિયતા

  1. ઢીલા સ્નાયુઓ : જ્યારે તમે ઊભા હો ચાલતા હો કે પછી સીધા બેસો ત્યારે પેટના સ્નાયુ તમને સીધા રહેવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે તમે ખુરશીમાં બેઠા રહો ત્યારે તેનો ઉપયોગ થતો નથી. પીઠના તણાવયુક્ત સ્નાયુઓ અને ઢીલા પડેલા પેટના સ્નાયુઓથી કરોડરજ્જુ તેના કુદરતી વળાંક કરતાં વધુ વળે છે અને શરીર માટે હાનિકારક સ્થિતિ સર્જાય છે.
  2. તણાવપૂર્ણ થાપા : હલનચલન કરતા રહેવાથી શરીરને સંતુલન જાળવવામાં મદદ મળે છે, પણ સતત બેસવાથી થાપાના સ્નાયુઓનું હલનચલન ભાગ્યે જ થાય છે તેથી આગળના ભાગે તે એકદમ ટાઈટ થઈ જાય છે. તેની સક્રિયતા ઓછી થવાથી વૃદ્ધજનોમાં પડી જવાની શક્યતા વધુ રહે છે.
  3. નિષ્ક્રિય સ્નાયુઓ : બેસી રહેવાથી થાપાના પાછળના ભાગના સ્નાયુઓને કોઈ કામગીરી કરવાની હોતી જ નથી તેથી તેને નિષ્ક્રિય રહેવાની આદત પડે છે. તેનાથી સ્થિરતાને પણ અસર થાય છે અને લોકો સહેલાઈથી ઊભા થઈ શકતા નથી કે જોશભેર ચાલી શકતા નથી.

પગમાં સમસ્યા

  1. પગમાં રક્તપ્રવાહ ઓછો થવો : લાંબા સમય સુધી બેસી રહેવાથી રક્તપ્રવાહ ધીમો થઈ જાય છે જેના કારણે પગમાં પ્રવાહી ઓછું થાય છે અને તેના કારણે ઘૂંટીમાં સોજો કે વેરિકોઈઝ વેઈન્સની સમસ્યા થાય છે અને ભયજનક એવી લોહી જામવાની સમસ્યા થાય છે. જેને ડીપ વેઈન થ્રોમ્બોસિસ (ડીવીટી) કહે છે.
  2. હાડકાં નબળાં પડવાં : વજન સહન કરવા જેવી પ્રવૃતિઓ જેમ કે ચાલવું કે દોડવું વગેરેથી થાપા અને શરીરના નીચેના ભાગનાં હાડકાં ઘટ્ટ અને વધુ મજબૂત બને છે. વિજ્ઞાનીઓ ઓસ્ટિયોપોરોસિસ માટે અમુક અંશે નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું માને છે.

શરીરના ઉપરના ભાગમાં સમસ્યા

  1. નબળું મગજ : હલનચલન પામતા સ્નાયુઓ તાજું લોહી અને એક્સિજન મગજ સુધી પહોંચાડે છે અને તેના કારણે મગજને લગતા તથા મૂડને સંબંધિત તમામ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરવામાં તે અગત્યની ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે લાંબા સમય સુધી બેસી રહીએ ત્યારે તમામ ક્રિયાઓ ધીમી થઈ જાય છે જેમાં મગજની કામગીરીનો પણ સમાવેશ થઈ જાય છે.
  2. ડોક અકડાઈ જવી : ડેસ્ક પર તમે જ્યારે કામ કરતા હો ત્યારે તમારી ડોક આગળની બાજુ કીબોર્ડ તરફ નમેલી રહેતી હોય છે કે પછી એક બાજુ ફોન રાખ્યો હોવાથી કોઈ એક બાજુએ નમેલી હોય છે. આ સાથે ટાઈપીંગ કરતા હો તેથી સવર્ઈિકલ વર્ટીબ્રેમાં તણાવ સર્જાય છે અને શરીરમાં કાયમી અસંતુલન સર્જાય છે.
  3. ગળામાં, ખભામાં કે પીઠમાં તકલીફ : એકમાત્ર ડોક નમેલી સ્થિતિમાં હોતી નથી, તેની સાથે ખભા અને પીઠના સ્નાયુઓ પણ નમે છે અને ખાસ કરીને ડોક અને ખભાને જોડતા ટ્રેપેઝિયસ તરીકે ઓળખાતા સ્નાયુઓને બેસી રહેવાથી નુકસાન થતું હોય છે.

પીઠમાં સમસ્યા

  1. અકડાઈ જતી કરોડરજ્જુ : જ્યારે હલનચલન કરીએ ત્યારે કરોડ રજજુના મણતાકો વચ્ચેની ગાદી વિસ્તરે છે અને તે સ્પન્જની જેમ તાજું લોહી અને પોષક તત્ત્વો શોષે છે. પણ જ્યારે આપણે લાંબો સમય બેસી રહીએ ત્યારે આ ગાદીનો આડેધડ વિકાસ થાય છે. આધારભૂત સ્નાયુઓ અને લિગામેન્ટસ આસપાસ કોલેજન કઠોર બની જાય છે.
  2. ડિસ્કને નુકસાન : જેઓ વધુ સમય સુધી બેસી રહે છે તેઓની કરોડરજ્જુની ગાદીને નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. પ્સોઆસ નામના સ્નાયુ કે પેટના પોલાણમાંથી પસાર થતા હોય છે અને તે ટાઈટ થઈને કરોડજ્જુના ઉપરના ભાગને આધાર આપે છે. શરીરના ઉપરના ભાગનું વજન સમગ્રપણે ઈશિયલ ટ્યુબરોસિટી (એક પ્રકારનાં હાડકાં) પર આવતું હોય છે કેમ કે વજનનું કરોડજ્જુમાં વિભાજન થતું નથી.

બેસવાની સાચી રીત

જો તમારે તમારા કામની જ‚ર મુજબ સતત બેઠા જ રહેવું પડતું હોય તો તમારે યોગ્ય રીતે બેસવાની ટેવ પાડવી રહી. આપણાં મોટેરાં વારંવાર કહે છે તેમ, “ટટ્ટાર બેસો!

  • બેસો ત્યારે આગળની તરફ નમો નહીં
  • ખભા હળવા રાખો
  • હાથ શરીરની નજીક રાખો
  • કોણી ૯૦ અંશના ખૂણે વળેલી રાખો
  • પીઠને આધાર આપો
  • પગ જમીન પર સપાટ રાખો

શરીરને સ્વસ્થ રાખવા માટે…

લાંબો સમય બેસવાથી થતી સમસ્યાઓથી બચવું હોય તો નિષ્ણાતો કહે છે કે આપણે કેટલીક આદતો તરફ વળવું જ‚રુરી છે. જેમ કે…

આધાર વિનાની વસ્તુ પર બેસવું : એક્સરસાઈઝ બોલ કે પછી પીઠનો આધાર ન હોય એવા સ્ટૂલ પર થોડો સમય બેસવાથી તમારા આધારભૂત સ્નાયુઓ કાર્યરત રહેશે. સીધા બેસો અને જમીન પર તમારા પગ સપાટી પર મુકી રાખો તેથી તમારા વજનને સંતુલિત કરવામાં તે મદદ કરશે.

હિપ સ્ટ્રેચીંગ : ત્રણ મિનિટ માટે દરરોજ દરેક બાજુએ થાપાના સ્ટ્રેચીંગનો વ્યાયામ કરો. શરીરના સ્નાયુઓને સક્રિય રાખવા આ જ‚રી છે.

તક મળે ત્યારે ઊભા થાઓ અને ચાલો : ઓફિસમાં કામ કરતાં કરતાં ફોન આવ્યો? ટીવીમાં સિરિયલ વચ્ચે જાહેરાતો આવી? ઊભા થાઓ અને બે ઘડી પણ ચાલી લો. એ વખતે તમે કદાચ ગોકળગાયની ગતિએ ચાલો તો પણ બેસવાની તુલનામાં બમણી કેલરી બળશે થશે અને સ્નાયુઓને સારો વ્યાયામ પણ મળશે.

બેસવા અને ઊભા રહેવાની સ્થિતિ બદલતા રહો : જેમ ઘણાં ફાસ્ટફૂડ જોઇન્ટ્સમાં ઊભા ઊભા જમી શકાય એવાં ઊંચાં ટેબલ હોય છે તેમ નિષ્ણાતો તો કહે છે કે ઓફિસમાં પણ બેસવાને બદલે ક્યારેક ઊભા ઊભા કામ થઈ શકે એવી ગોઠવણ કરો. આ શક્ય ન હોય તો દર અડધો કલાકે તમારી જગ્યા પરથી ઊભા થઈ જાઓ અને આસપાસ થોડું ચાલો.


યોગાસનો કરો : યોગમાં અદભુત શક્તિ છે!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!