(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે કોઈ કોફીશોપમાં કોફી પીવા ગયા હો અને મેનુકાર્ડમાં જેનું નામ વાંચવામાં પણ તકલીફ પડતી હોય એવી કોઈ ખાસ પ્રકારની કોફી ઓર્ડર કરવા માગતા હો, પણ એ પહેલાં, એ કોફી વિશે વિકિપીડિયા પર સર્ચ કરી લેવા માગતા હો તો?

આગળ શું વાંચશો?

  • મોબાઈલને મળશે આંખો ને મગજ

તો થોડા સમય પછી એવી સ્થિતિ આવશે કે તમારે ખિસ્સામાંથી સ્માર્ટફોન કે ટેબલેટ કાઢવાની જરૂર નહીં પડે. કોફીટેબલ પર જ તમે બિલકુલ મોબાઇલની જેમ સ્ક્રીન પર ફટાફટ આંગળીના ઇશારે વિકિપીડિયાની એપ ઓપન કરીને કે પછી ગૂગલ.કોમ પર જઈને એ કોફી વિશે સર્ચ કરી શકશો.

કોઈ દવાખાનામાં ડોક્ટરના વિઝિટિંગ રૂમની બહાર રાહ જોતા બેઠા હો તો ફરી ટેબલ પર આંગળીઓ ફેરવીને તમારી બીમારી વિશે ડોક્ટર કરતાંય વધુ જાણકારી મેળવી શકો છો!

અત્યારે આપણા સ્માર્ટફોન કે ટેબલેટ સાડા ત્રણથી સાત-આઠ ઇંચના સ્ક્રીન ધરાવે છે, પણ અમેરિકાના ન્યુ મેક્સિકો સ્થિત હાર્ડવેર અને સોફટવેર બનાવતી આઇડિયમ નામની એક કંપનીએ પૂરા ૪૬ ઇંચનો સ્ક્રીન ધરાવતું એન્ડ્રોઇડ ટેબલેટ બનાવ્યું છે, જે ટેબલેટની સાથોસાથ ટેબલ જેવું પણ કામ આપે છે!

આ ટેબલેટના સ્ક્રીનને એટલો મજબૂત બનાવવામાં આવ્યો છે કે તેના પર ગ્લાસ, કપ કે સર્વિંગ બાઉલ્સ મૂકી શકાય છે અને આખું સાધન વૉટર રેસિસ્ટન્ટ હોવાથી તેના પર કશું ઢોળાય તોય વાંધો નહીં.

આ ટેબલ ફૂલ એચડી ડિસ્પ્લે ધરાવે છે અને ૬૪ બિટનું ઇન્ટેલનું પાવરફૂલ પ્રોસેસર ધરાવે છે, જેના પરિણામે આટલો મોટો સ્ક્રીન હોવા છતાં એકદમ ફાસ્ટ રિસ્પોન્સ આપે છે. તેમાં ૫૦૦ જીબીની સ્ટોરેજ કેપેસિટી છે અને વાઇ-ફાઇ, બ્લુટૂથ સહિત તમામ પ્રકારનાં વાયરલેસ કનેક્શન્સ ધરાવે છે જેથી બીજાં સાધનો પણ તેની સાથે સહેલાઈથી કનેક્ટ કરી શકાય.

આ ટેબલ અત્યારે વિન્ડોઝ ૮.૧ પર ચાલે છે અને ટૂંક સમયમાં એન્ડ્રોઇડ ૪.૧ પર પણ ચાલશે એટલે ગૂગલ પ્લે સ્ટોરમાંની બધી એપ તેના પર ચાલી શકશે.

સ્માર્ટફોન કે ટેબલેટ ફક્ત એક વ્યક્તિના ઉપયોગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, જ્યારે અહીં તો મસમોટા ટેબલની વાત હોવાથી તેમાં મલ્ટિટચ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરિણામે આ સાધનમાં એક સાથે એકથી વધુ વ્યક્તિઓ ટચ કરીને તેના પર મલ્ટિયુઝર એપનો ઉપયોગ કરી શકે છે કે મલ્ટિ-પ્લેયર ગેમ્સ પણ રમી શકે છે.

ગયા મહિને લાસ વેગાસમાં યોજાયેલા ડિજિટલ સાઇનેજ એક્સ્પોમાં આ ટેબલ-ટેબલેટ રજૂ કરવામાં આવ્યું હતું. અત્યારે તેની કિંમત સાત હજાર ડોલર (એટલે કે અંદાજે સાડા ચાર લાખ રૂપિયા) જેટલી છે અને આ વર્ષના અંત પહેલાં તેનું વેચાણ શરૂ થઈ જશે.

આ અગાઉ માઇક્રોસોફ્ટ કંપનીએ પણ આ પ્રકારની પ્રોડક્ટ લોન્ચ કરી હતી, જોકે તેનો બહુ પ્રસાર થયો નથી.


આ ટેબલ-ટેબલના કેવા કેવા ઉપયોગ શક્ય છે એ જાણવા જુઓ તેનો વીડિયો :http://youtu.be/x2RwzFAcKrU


મોબાઈલને મળશે આંખો ને મગજ!

તમે તમારા ઘરમાં જુદી જુદી જગ્યાએ સંતાઈ જાવ અને તમારા મોબાઇલમાં રહેલા ટોમ અને જેરી તમને શોધવા આવે એ રીતે તમે સંતાકૂકડી રમી શકો એવી કલ્પના થઈ શકે છે? તમારે નવા ઘર માટે ફર્નિચર ખરીદવાનું છે અને ઘરમાં ફક્ત મોબાઇલ સાથે આંટાફેરા મારીને ખૂણે ખૂણાનું માપ કેપ્ચર કરો અને પછી ફર્નિચરના શો રૂમમાં પહોંચો, એવી કલ્પના કરી શકો છો? અથવા, તમે કોઈ મોટી ઓફિસના બિલ્ડિંગમાં પહેલી વાર ગયા હો અને છતાં તેના ખૂણેખૂણાથી માહિતગાર હો એ રીતે કોઈને પૂછ્યા વિના ધારી જગ્યાએ પહોંચી શકો તો?

આ બધી કલ્પના જ મુશ્કેલ છે અને આવું બધું કેવી રીતે થઈ શકે એ સમજવું પણ મુશ્કેલ છે, પણ ગયા મહિને, આ અંક પ્રિન્ટમાં જઈ રહ્યો હતો બરાબર ત્યારે જ ગૂગલે પ્રોજેક્ટ ટેન્ગો પરનો પડદો ઊંચક્યો છે. ‘ગૂગલની એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ પ્રોજેક્ટ’ ટીમ છેલ્લાં કેટલાંક વર્ષથી બિલકુલ નવા જ પ્રકારના મોબાઇલ ફોન ડેવલપ કરી રહી હતી. આ ફોન, તેમાંના એડવાન્સ્ડ ૩ડી સેન્સર્સની મદદથી ફોનનું હલનચલન ટ્રેક કરે છે અને તેની આસપાસના વિશ્વનો ૩ડી નક્શો પણ તૈયાર કરી શકે છે.

આ પ્રકારના ફોનના હાર્ડવેરનું ડેવલપમેન્ટ એક ચોક્કસ તબક્કે પહોંચ્યા પછી હવે ગૂગલે જગતભરના ૨૦૦ ડેવલપર્સને આ ફોન અને તેને સંબંધિત ટેક્નોલોજીની કિટ આપીને, તેમની કલ્પના દોડી શકે એટલું દોડાવીને આ ફોનના નવા નવા ઉપયોગ સૂચવતા સોફ્ટવેર બનાવવાનું કામ સોંપવાની શરૂઆત કરી છે. ડેવલપર્સ જાવા, સી/સી++ અને યુનિટી ગેમ એન્જિન્સની મદદથી પોતાની એપ્સ તૈયાર કરી શકશે.

ડેવલપર્સ માટે ચેલેન્જ એ રહેશે કે જો તેમના પ્રોગ્રામને ખબર હોય કે ફોન ચોક્કસ કઈ જગ્યા છે, તો એ જાણકારીથી એપ્સ શું કરી શકે? આવતી કાલે એવું બની શકે કે આપણે મોબાઇલમાં કરિયાણાનું શોપિંગ લિસ્ટ બનાવ્યું હોય અને એ મોબાઇલ લઈને કોઈ શોપિંગ મોલમાં જઈએ તો મોબાઇલ જ આપણને જોઈતી ચીજવસ્તુઓના વિભાગો તરફ દોરી જશે – આપણે પોતે શોધવાની જરૂર નહીં રહે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!