(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દસ-બાર વર્ષ પહેલાં, અમદાવાદમાં ઇસરોમાં જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) વિશેની એક તાલીમમાં ભાગ લેવાની તક મળી ત્યારે શહેરની જુદી જુદી માહિતી નક્શા પર જુદાં જુદાં લેયર પર મૂકવાના કેવા ફાયદા છે એ ખાસ સમજાયું નહોતું. હવે આટલાં વર્ષ પછી અને સ્માર્ટ સિટી શબ્દ આટલો ગાજ્યા પછી સમજાય છે કે શહેરને ખરેખર સ્માર્ટ બનાવવામાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી કેવો ભાગ ભજવી શકે છે. આ અંકમાં સ્માર્ટ સિટીનું એક અનોખું ઉદાહરણ આપ્યું છે.

 એવું જ એકબીજું, ધીમું પણ જોરદાર પરિવર્તન આવી રહ્યું છે ડ્રોનથી. અત્યાર સુધી ઓછામાં ઓછા જોખમે દુશ્મનને મ્હાત કરવા માટે વપરાતાં ડ્રોનમાં કોર્પોરેટ જગતમાં એકબીજા સાથે બાથ ભીડતી કંપનીઓને પણ ઊંડો રસ પડ્યો છે. આ ડ્રોન શું છે અને તેનાથી કેવો બદલાવ આવી રહ્યા છે તેની વાત આ વખતની કવરસ્ટોરીમાં આલેખી છે.

ટેક્નોલોજીથી જીવનનાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવે છે તો શિક્ષણનું ક્ષેત્ર કેમ બાકાત રહે? એટલી બધી એન્જિનીયરિંગ કોલેજ ખૂલી ગઈ છે કે તેને વિદ્યાર્થીઓ મેળવવાનાં ફાફાં પડે છે. આ સ્થિતિમાં શિક્ષણ કથળે એ સ્વાભાવિક છે. સદનસીબે, દેશની તમામ આઇઆઇટીએ સાથે મળીને, એન્જિનીયરિંગની અન્ય કોલેજીસના લેક્ચરર્સ અને સ્ટુડન્ટને ઉપલબ્ધ થાય એવું પાર વગરનું કોર્સ કન્ટેન્ટ ઓનલાઇન ઉપલબ્ધ કર્યું છે.

ડીગ્રી કરતાં પણ જ્ઞાનનું મહત્ત્વ તો હંમેશા વધુ રહ્યું છે, પણ આજના સમયમાં પોતાના ક્ષેત્ર ઉપરાંત બીજા ક્ષેત્રની પણ જાણકારી વ્યક્તિને ચોક્કસ બીજાથી આગળ રાખી શકે છે. આવી આવડત કેળવવામાં આ પોર્ટલ ઘણું ઉપયોગી થઈ શકે છે.

આપના અભિપ્રાયો મોકલતા રહેશો.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!